તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'જૂની સોનુ'ની સો.મીડિયા પોસ્ટ પર 'જૂના ટપુડા'એ કમેન્ટ કરી, ચાહકોએ કહ્યું- 'બેટા મસ્તી નહીં...'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિધિ ભાનુશાલી હાલમાં રોડ ટ્રિપ પર છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનો રોલ પહેલાં નિધિ ભાનુશાલી ભજવતી હતી. સોનુ હાલમાં રોડ ટ્રિપ પર છે. સો.મીડિયામાં તે આ ટ્રિપની તસવીરો શૅર કરતી હોય છે. હાલમાં જ નિધિની એક પોસ્ટ પર સિરિયલના જૂના ટપુડા એટલે કે ભવ્ય ગાંધીએ કમેન્ટ કરી હતી.

નિધિએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
નિધિએ સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં નિધિ બ્લૂ ટીશર્ટ તથા રિપ્ડ ડેનિમમાં જોવા મળી હતી. આ સાથે જ તેણે લાલ રંગના ફૂટવેર પહેર્યા હતા.

આ તસવીર પર ભવ્ય ગાંધીએ કમેન્ટ કરીને કહ્યું હતું, 'નાઇસ જીન્સ.' ભવ્ય ગાંધીની આ કમેન્ટ પર યુઝર્સે તેની મજાક ઉડાવી હતી. કેટલાંક યુઝર્સે કહ્યું હતું, 'ટપુ બેટા બસ હવે બહુ થઈ ગયું. મસ્તી નહીં કરતો હવે બસ.' તો કેટલાંક યુઝર્સે કહ્યું હતું, 'ટપુ બેટા મસ્તી નહીં.'

આ કારણે નિધિએ 'બિગ બોસ'માં ભાગ ના લીધો
નિધિનાં નિકટના સૂત્રોએ કહ્યું હતું, 'રિયલ લાઇફમાં નિધિ ઘણી જ એડવેન્ચરસ છે. તેને ટ્રાવેલિંગ કરવું પસંદ છે અને તે છેલ્લાં કેટલાંક મહિનાથી દેશ ભ્રમણ પર નીકળી છે. તે પોતાના એક મિત્ર તથા પાલતુ ડોગ સાથે રોડ ટ્રિપ પર છે. છેલ્લાં ત્રણ મહિનામાં તે માત્ર થોડાં દિવસ માટે જ ઘરે આવી હતી. તેના ફેમિલી મેમ્બરના લગ્નમાં સામેલ થવા માટે નિધિ આવી હતી.' નિધિની ઈચ્છા હોવા છતાં તે 'બિગ બોસ'માં ભાગ લેવાની નથી. તેણે 'બિગ બોસ'ને બદલે પોતાનો પહેલો પ્રેમ ટ્રાવેલિંગને પસંદ કર્યો હતો.

18 વર્ષની ઉંમરે નિધિએ શો છોડ્યો
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે.

ભવ્યે 2017માં શો છોડ્યો
ભવ્ય ગાંધી 2008થી શોમાં જોડાયેલો હતો. તેણે 2017માં આ શો છોડ્યો હતો. ભવ્ય ગાંધીને બદલે હાલમાં રાજ અનડકટ ટપુનો રોલ ભજવી રહ્યો છે.