તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:76 વર્ષીય નટુકાકાની કેન્સરની સારવાર પૂરી, કહ્યું- 10 દિવસની અંદર શૂટિંગ શરૂ કરીશ

મુંબઈ5 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક ફરીવાર કામ શરૂ કરવા માગે છે. સાત સપ્ટેમ્બરના રોજ ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આઠ ગાંઠો કાઢવામાં આવી હતી. સતત સારવાર બાદ હવે તેમની તબિયત સુધારા પર છે. તેઓ હવે 'તારક મહેતા..'ના સેટ પર પરત ફરવા ઈચ્છે છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં નટુકાકાએ કહ્યું હતું કે કીમોથેરપીથી લઈ રેડિયેશન સહિતની તમામ સારવાર પૂરી થઈ ગઈ છે અને હવે તે એકદમ ઠીક છે. ઓપરેશનને કારણે નટુકાકા ઘણાં વીક થઈ ગયા છે.

ટીમ મેમ્બર્સ પણ મારી રાહ જોઈ રહ્યાં છે
76 વર્ષીય ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'હવે હું પૂરી રીતે ફિટ થઈ ગયો છું. મારા શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પ્રોબ્લેમ નથી. બસ હવે હું મારા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર બોલાવે તેની રાહ જોઈ રહ્યો છું. હું શોનું શૂટિંગ તથા ટીમ મેમ્બર્સને ઘણાં જ યાદ કરું છું. વાતચીત ચાલી રહી છે અને ટીમ મેમ્બર્સ પણ મારી રાહ જોઈ રહ્યાં છે. મારા ચાહકો પણ મારી રાહ જોઈ રહ્યાં છે. મને આશા છે કે જો બધું જ યોગ્ય રહ્યું તો હું આગામી 7-10 દિવસની અંદર શૂટિંગ ચાલુ કરી દઈશ.

હું ઘણો જ પોઝિટિવ છું
વધુમાં ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'ટીમે હાલમાં જ મારી લેટેસ્ટ તસવીરો ક્લિક કરી હતી અને તેમને હું પૂરી રીતે પર્ફેક્ટ લાગ્યો છું. જોકે, અસિતસર કોરોના પોઝિટિવ હોવાથી તેઓ હાલમાં કોઈની સાથે વધુ વાત કરતા નથી. મેં તેમની સાથે વાત કરી નથી પરંતુ ડિરેક્ટર સાથે ચર્ચા ચાલી રહી છે. દિલીપ જોષી (જેઠાલાલ) સાથે ફોન પર વાત થાય છે. તેમણે કહ્યું હતું કે ગડા ઈલેક્ટ્રોનિક્સ તમારી રાહ જુએ છે. બસ ડર એ વાતનો છે કે ક્યાંક સીનિયર સિટીઝનના કામ પર નવા નિયમોને કારણે મારું કામ અટકી ના પડે. જોકે, હું ઘણો જ હકારાત્મક છું.'

કીમોથેરપીથી લઈ રેડિયેશન સહિત સારવાર પૂરી થઈ
પોતાની ટ્રીટમેન્ટ અંગે ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'કીમોથેરપીથી લઈ રેડિયેશન સહિતની મારા ગળાની તમામ પ્રકારની સારવાર પૂરી થઈ ગઈ છે. હવે હું એકદમ ચોખ્ખું બોલી શકું છું. હા, કેટલાંક ફિઝિયોથેરપી સેશન્સ ચાલી રહ્યાં છે, જેને કારણે મને ઘણો જ આરામ છે. છેલ્લે મારા જેટલાં પણ રિપોર્ટ કરાવવામાં આવ્યા તે તમામ નેગેટિવ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ નાયક 20 નવેમ્બરના રોજ 50 વર્ષ પછી જામનગર આવ્યા હતા. અહીંયા તેમણે ખોડિયાર માતાના દર્શન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો