વાઇરલ વીડિયો:'રામાયણ'ના અરુણ ગોવિલને મળીને સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્ય રડવા લાગ્યા, ગળે મળીને બોલ્યા, 'મારે રામ જોઈએ'

એક મહિનો પહેલા

પોપ્યુલર એક્ટર અરુણ ગોવિલે ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામનો રોલ પ્લે કર્યો હતો. આ રોલ પ્લે કર્યા પછી અરુણ ગોવિલને દર્શકો ભગવાન શ્રીરામ માનીને પૂજવા લાગ્યા હતા. અનેક ચાહકો તેમને પગે પણ લાગતા હોય છે. તાજેતરમાં સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્યનો અરુણ ગોવિલ સાથેનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્ય એક્ટર અરુણ ગોવિલને ગળે મળીને રડી રહ્યા છે.

જગદગુરુ રામભદ્રાચાર્ય ભાવુક થયા
જગદગુરુ રામભદ્રાચાર્યના સત્સંગમાં અરુણ ગોવિલ પણ આવ્યા હતા. અરુણ ગોવિલ સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્યને પગે લાગે છે. ત્યારે રામભદ્રાચાર્ય એક્ટરને પોતાના ગળે લગાવે છે અને થોડી સેકન્ડ્સ માટે ગળે લગાવીને રાખે છે. આ દરમિયાન તે રડવા લાગ્યા હતા અને ઘણાં જ ભાવુક થઈ ગયા હતા.

અરુણ ગોવિલની પ્રશંસા કરતા જગદગુરુ રામચભદ્રાચાર્યે કહ્યું હતું કે તમે અભિનય કરતા હતા, આ બંધ આંખોથી મને તો રામજીનું સ્વરુપ દેખાતું હતું. જવાબમાં અરુણ ગોવિલે કહ્યું હતું, 'બસ તમારી કૃપા છે.'

'અરુણ ગોવિલમાં રામ દેખાય છે'
વધુમાં જગદગુરુ રામભદ્રાચાર્યે કહ્યું હતું, 'ભલે લોકોએ અરુણને અરુણ તરીકે જોયો હોય, પરંતુ તે જ્યારે પણ અભિનય કરે છે તો તેમાં રામ દેખાય છે. જ્યાં સુધી ભારતમાં રામત્વ નહીં હોય ત્યાં સુધી ભારતના કલ્યાણની કલ્પના કરી શકાય નહીં. મારા જીવનનું સૌથી મોટું લક્ષ્ય રાઘવ છે. જન્મ લીધા બાદ આંખોને વિદાય આપી, પાંચ વર્ષની ઉંમરમાં મેં આખી ગીતા કંઠસ્થ કરી, સાત વર્ષની ઉંમરમાં રામચરિત્ર માનસ કંઠસ્થ કર્યું. મારે ના સંત બનવું છે, ના ચમત્કારી બનવું છે. મારે તો ધર્મનું કામ અને કૌશલ્ય કુમાર રામ જોઈએ.' જગદગુરુ રામભદ્રાચાર્યે અરુણ ગોવિલને રામનો પરિસંવાદ સંભળાવવાનું કહ્યું હતું. એક્ટરે જગદગુરુ રામભદ્રાચાર્યની વાત માનીને રામનો પરિસંવાદ સંભળાવ્યો હતો.

થોડા મહિના પહેલાં એરપોર્ટનો વીડિયો વાઇરલ થયો હતો
થોડાં સમય પહેલાં એરપોર્ટ પર અરુણ ગોવિલને જોઇને ત્યાં હાજર મહિલા ભાવુક થઈ ગઈ હતી. મહિલાને એમ લાગ્યું કે ભગવાન રામ તેને જોવા માટે આવ્યા છે, તેથી તે અરુણ ગોવિલના પગે લાગી હતી. અરુણ ગોવિલે મહિલાને ઊભી કરીને ગળે લગાવી હતી.

મુંબઈ બિઝનેસ કરવાના ઈરાદે આવેલા
અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી, 1958માં મેરઠ, ઉત્તર પ્રદેશમાં થયો છે. જ્યારે તેઓ મેરઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ત્યારે કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું. ટીનએજ લાઈફ સહારનપુરમાં વીતી હતી. અરુણના પિતા ઈચ્છતા હતા કે તે સરકારી નોકરી કરે, પરંતુ તેઓ કંઈક અલગ જ કરવા માગતા હતા. મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાના ઈરાદેથી આવેલા અરુણે અહીં આવીને એક્ટિંગમાં જવાનું નક્કી કર્યું હતું.

મોટા પડદે પહેલો બ્રેક
અરુણને લોકપ્રિયતા ભલે 'રામાયણ'માં કામ કર્યા બાદ મળી હોય, પરંતુ 1977માં તારાચંદ બરજાત્યાની ફિલ્મ 'પહેલી'માં ફર્સ્ટ બ્રેક મળ્યો હતો. ત્યારબાદ 'સાવન કો આને દો', 'સાંચ કો આંચ નહીં', 'ઈતની સી બાત', 'હિમ્મતવાલા', 'દિલવાલા', 'હથકડી' તથા 'લવકુશ' જેવી બોલિવૂડ ફિલ્મમાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે.

વિક્રમાદિત્યના પાત્રને કારણે રામનો રોલ મળ્યો
રામાનંદ સાગરે અરુણ ગોવિલને સૌ પહેલાં સિરિયલ 'વિક્રમ ઔર બેતાલ'માં રાજા વિક્રમાદિત્યનો રોલ આપ્યો હતો. આ સિરિયલ સફળ રહી હતી. ત્યારબાદ 1987માં 'રામાયણ'માં ભગવાન શ્રીરામનો રોલ ભજવ્યો હતો. આ રોલ એટલો લોકપ્રિય થયો કે આજે પણ ચાહકો શ્રીરામ કહીને જ બોલાવે છે. આમ તો અરુણે 'લવ કુશ', 'કૈસે કહું', 'બુદ્ધા', 'અપરાજિતા', 'વો હુએ ન હમારે' તથા 'પ્યાર કી કશ્તી' જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કર્યું છે.

અરુણ ગોવિલ પરિવાર સાથે.
અરુણ ગોવિલ પરિવાર સાથે.

અરુણના પરિવારમાં કોણ કોણ છે?
અરુણ પિતાના આઠ સંતાનો (6 પુત્રો, બે દીકરીઓ)માં ચોથા નંબર પર આવે છે. અરુણની પત્નીનું નામ શ્રીલેખા છે. તેમને બે સંતાનો છે, એક દીકરો અમલ તથા દીકરી સોનિકા છે.

શ્રીરામના રોલ માટે કેવી રીતે તૈયારી કરી હતી?
એક ઈન્ટરવ્યૂમાં જ્યારે અરુણને પૂછવામાં આવ્યું હતું કે શ્રીરામના રોલ માટે કેવી તૈયારી કરી હતી? તો તેમણે કહ્યું હતું, 'મેં કોઈ ફિલ્મ જોઈ નહોતી. મારા ઘરમાં શ્રીરામની જેટલી પણ તસવીરો હતી, તે જોઈ હતી. તેમના તમામ ગુણોના આધારે તેમની કલ્પના કરી હતી. શૂટિંગ પહેલાં અમે શ્રીરામના લુકમાં ફોટો ક્લિક કર્યો હતો, જેથી ખ્યાલ આવી શકે કે હું કેવો લાગું છું.'

અન્ય સમાચારો પણ છે...