ટ્રોલિંગ:સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ ઓમ પ્રિન્ટવાળો પાયજામો પહેર્યો તો ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- 'ઓમનું અપમાન કરે છે, ભારતીય સંસ્કૃતિ અંગે કંઈ ખબર નથી'

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોતના લાંબા સમય બાદ અંકિતા લોખંડે સોશિયલ મીડિયામાં પરત ફરી છે. અંકિતા હવે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને પોસ્ટ શૅર કરે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાનો નવો લુક શૅર કર્યો હતો. આ લુકમાં એક્ટ્રેસ ઓમ પ્રિન્ટવાળો પાયજામામાં જોવા મળી હતી. અંકિતાને ઓમવાળા પાયજામામાં જોઈને યુઝર્સ ગુસ્સે થયા હતા.

અંકિતાએ હાલમાં જ પોતાની તસવીર ઈન્સ્ટા અકાઉન્ટમાં શૅર કરીને કહ્યું હતું, 'મારા ચોટલા સાથે પ્રેમ થઈ ગયો, મા તારા જેવો મિત્ર ક્યા. આભાર માતા, મને આ બહુ જ ગમ્યું.' આ તસવીર પોસ્ટ થયા બાદ યુઝર્સ ગુસ્સે થયા હતા.

ભારતીય સંસ્કૃતિ અંગે કંઈ જ ખબર નથી
એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું હતું, 'પહેલા તો તુ આ પાયજામો ઉતાર. તારામાં અક્કલ નથી, ઓમનું અપમાન કરે છે. ભારતીય સંસ્કૃતિ અંગે કંઈ જ ખબર નથી. નોનસેન્સ. સુશાંતના નામ પર ફૂટેજ લઈ રહી છે. તને ઓળખે કોણ છે.'

તમારી પાસે કોમન સેન્સ છે, તેનો ઉપયોગ કર
એક અન્ય યુઝરે કહ્યું હતું, 'જેમાં ઓમ લખેલું છે, તે પાયજામો પહેરવો, બહુ જ ખોટું છે. તમારે જાતે વિચારવું જોઈએ. તમે કંઈ નાના નથી. તમારી પાસે કોમન સેન્સ છે, તેનો ઉપયોગ કરો.'

ઓમ શરીર પર નહીં પણ માથે હોવું જોઈ
એક યુઝરે કહ્યું હતું, 'મેમ, ઓમ લખેલા કપડાં શરીર પર નહીં પણ આપણાં માથે હોવા જોઈએ. બાકી તમે સમજો. જય ભોલે ઓમ, ઓમ, ઓમ.' યુઝર્સે અંકિતાના સિલેક્શન તથા સંસ્કૃતિ પર અનેક સવાલ ઊભા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...