તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેમરી:સુશાંત સિંહે અંકિતા લોખંડે માટે સેટ પર ઝઘડો કર્યો હતો, કો-સ્ટાર્સ ઉષા નાડકર્ણી તથા આલોક પાંડેએ કિસ્સા શૅર કર્યાં

મુંબઈ3 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક

ટીવીથી પોતાની કરિયરની શરૂઆત કરનાર સુશાંત સિંહે બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. નાનકડી પણ સુંદર સફર દરમિયાન સુશાંતે ઘણાં સ્ટાર્સ સાથે સ્ક્રિન શૅર કરી હતી. તેની આત્મહત્યાથી બોલિવૂડ ઘેરા શોકમાં છે. આ સમાચાર સામે આવતા જે સુશાંતના કો-સ્ટાર આલોક પાંડે તથા ઉષા નાડકર્ણી સાથે ભાસ્કરે વાત કરી હતી.

દરેક માતાને સુશાંત જેવો દીકરો જોઈતો હતોઃ ઉષા નાડકર્ણી
ટીવી શો ‘પવિત્ર રિશ્તા’માં સુશાંત ઉર્ફે માનવની માતાનો રોલ પ્લે કરનાર ઉષાએ કહ્યું હતું, ‘સુશાંતને લઈ ક્યારેય લાગ્યું જ નહીં કે તે આવું કરી શકે. તે એકદમ શાંત અને મૃદુભાષી છોકરો હતો. એકદમ શરમાળ હતો. ગ્રુપમાં એ બધા કરતાં નાનો હતો. તે સમયે સિરિયલ જોઈને દરેક માતા એમ ઈચ્છતી કે અમારે માનવ જેવો દીકરો હોય. સેટ પર અમારી મુલાકાત થતી હતી. તે બધાને હાય હેલ્લો કહેતો.’

અંકિતા લોખંડેના પ્રેમમાં પાગલ હતો
ઉષા નાડકર્ણીએ વધુમાં કહ્યું હતું, ‘એક દિવસ સુશાંત માઈકને કારણે સુહાસ પર ગુસ્સે થઈ ગયો હતો. ત્યારે હું તેને મારા મેકઅપ રૂમમાં લઈ ગઈ હતી. આમ તો અંકિતાની ભૂલ હતી, કારણ કે કામ પૂરું થયા બાદ અંકિતાએ પોતાનું માઈક કાઢી નાખવું જોઈએ પરંતુ તે આખો દિવસ માઈક લગાવીને રાખતી હતી. સુશાંતે માઈકને લઈ સુહાસ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે હું તેને મારા રૂમમાં લઈ ગઈ હતી. સુશાંતને સમજાવ્યો હતો કે તું કારણ વગર સુહાસ પર ગુસ્સે થાય છે. તારે અંકિતાને કહેવાની જરૂર છે. સુશાંતે મારી વાત શાંતિથી સાંભળી હતી. તે અંકિતના પ્રેમમાં પાગલ હતો. સમજદાર એટલો કે તે ક્યારેય સામે જવાબ આપતો નહોતો.’

તરત જ રિપ્લાય કરતો હતોઃ આલોક પાંડે
ફિલ્મ ‘એમ એસ ધોની’માં સુશાંતના મિત્રનો રોલ પ્લે કરનાર આલોક પાંડેએ કહ્યું હતું, ‘આ વર્ષ બસ જલ્દીથી પસાર થઈ જાય. નથી સારું. વિશ્વાસ નથી થતો કે સુશાંતભાઈ આવું પગલું ભરી શકે. કારણ હજી પણ સમજમાં આવતું નથી. આટલું બધું સારું તો હતું તેમના જીવનમાં. ‘છિછોરે’ માટે તેમના વખાણ થયા હતાં. હાલમાં જ મેં તેમને મેસેજ કર્યો હતો કે સોરી ભાઈ હજી આ ફિલ્મ જોઈ શક્યો નથી. તરત જ રિપ્લાય આવ્યો હતો કે સમય મળે એટલે પહેલાં આ ફિલ્મ જોઈ લેજે. મને સારું લાગ્યું કે આટલો ડાઉન ટૂ અર્થ છે. મોટો સ્ટાર હોવા છતાંય તરત રિપ્લાય કરે છે.’

જીવનમાં બધું જ મેળવી લીધું છું: સુશાંત
આલોકે આગળ વાત કરતાં કહ્યું હતું, ‘ધોનીની બાયોપિકના શરૂઆતમા સમયે અમે વધુ વાત નહોતા કરતાં પરંતુ ધીમે ધીમે સંબંધ ગાઢ બન્યો હતો. એક સીન દરમિયાન તે કહે છે કે લાઈફમાં બધું જ મેળવી લીધું છે. થોડાં સમય પહેલાં સ્ટ્રગલ હતી પરંતુ હવે બધું જ જોઈ લીધું છે. જીવન કંઈ જ નથી...એવું એ કહેતા. જીવન તો બસ ફેમિલી જ છે. બાકી બધું મોહ માયા છે. આના પર હું મજાક કરતો અને કહેતો કે તો હું ગામડે જતો રહું. તે હસવા લાગતો અને કહેતો, આલોક, મળીએ જલ્દી. પણ હવે તો ક્યાં એ મળવાનો...’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો