તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ્સના મોતનો વણથંભ્યો સિલસિલો:સુશાંત-દિશાના મોત પર મર્ડરની આશંકા, સપનાઓ તૂટવાથી દુઃખી ટીવી એક્ટ્રેસ પ્રેક્ષાએ આત્મહત્યા કરી હતી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે દેશમાં માર્ચ મહિનામાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદથી જ સેલેબ્સ આત્મહત્યા કરી રહ્યા છે. હાલમાં જ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ફૅમ ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોના મતે, 44 વર્ષીય સમીરે મલાડ સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં કિચનમાં પંખા સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સમીરે આત્મહત્યા કેમ કરી તે હજી સુધી જાણી શકાયું નથી. જોકે, માનવામાં આવે છે કે સમીર ડિપ્રેશનમાં હતો. સમીર પહેલાં ઘણાં સેલેબ્સે આત્મહત્યા કરી હતી. મોટાભાગના સેલેબ્સ કરિયર તથા જીવનને કારણે મુશ્કેલીમાં હતા. સ્ક્રીન પર હંમેશાં મુશ્કેલીઓ સામે લડતા શીખવનાર આ સેલેબ્સ અંગત જીવનમાં મુશ્કેલીઓ સામે હારી ગયા. આત્મહત્યા કરનારમાં બોલિવૂડ, ટીવી, તમિળ તથા કન્નડ ઈન્ડસ્ટ્રીના કલાકારો સામેલ છે.

1. પહેલાં સુસાઈડ હવે મર્ડરની શંકા
સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે પહેલાં સુસાઈડ કર્યું હોવાનું કહ્યું હતું. તે ડિપ્રેશનમાં હતો. જોકે, મોતના 50 દિવસ બાદ હવે સુશાંતના મોતને સુસાઈડ માનવામાં આવતું નથી. મર્ડર થયું હોવાની આશંકાએ હવે CBI આ કેસની તપાસ કરશે. સુશાંતના પરિવારે એક્ટરની પ્રેમિકા રિયા ચક્રવર્તી પર સુસાઈડ માટે ઉશ્કેરવાનો તથા છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે અને પોલીસ ફરિયાદ પણ કરી હતી.

2. દિશા સલિયનના મોતનું રહસ્ય
14 જૂનના રોજ સુશાંતે આત્મહત્યા કરી હતી. તે પહેલાં આઠ જૂનના રોજ સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયને આત્મહત્યા કરી હતી. તેણે 14મા માળેથી કૂદીને જીવ આપી દીધો હતો. હવે આ કેસને સુશાંતના મોત સાથે જોડવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે દિશાનું મર્ડર કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસ હવે નવેસરથી આ કેસની તપાસ કરી રહી છે.

3. કન્નડ એક્ટર સુશીલ ગોવડાએ આત્મહત્યા કરી
30 વર્ષીય કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના એક્ટર સુશીલ ગોવડાએ આઠ જુલાઈના રોજ પોતાના ઘર માંડ્યા, કર્ણાટકમાં આત્મહત્યા કરી હતી. સુશીલે કેમ આવું પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. સુશીલ ટીવી શો ‘અંથાપુરા’માં લીડ રોલ પ્લે કરતો હતો.

4. આર્થિક તંગીએ મનમીત ગ્રેવાલનો જીવ લીધો
32 વર્ષીય મનમીત ગ્રેવાલે 15 મેના રોજ આત્મહત્યા કરી હતી. મનમીતે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હતી. મનમીતના મિત્ર મંજીત સિંહે એક વાતચીતમાં કહ્યું હતું કે કેટલાંક દિવસો પહેલાં જ મનમીતના એક ફ્રેન્ડે આર્થિક તંગીને કારણે સુસાઈડ કર્યું હતું. બંનેએ ફોરેન ટ્રીપ માટે લોન લીધી હતી અને તે ચૂકવી શક્યા નહોતાં.

5. પ્રેક્ષા મહેતાને સપના તૂટવાનું દુઃખ હતું
‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ 25મેના રોજ ઈન્દોરમાં આત્મહત્યા કરી હતી. 25 વર્ષીય પ્રેક્ષાએ સુસાઈડ નોટમાં કહ્યું હતું કે તેના તૂટેલા સપનાઓએ તેના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો હતો. તે તૂટેલા સપના સાથે જીવી શકશે નહીં. તેણે એક વર્ષ ઘણો જ પ્રયાસ કર્યો પરંતુ હવે તે થાકી ગઈ છે.

6. બોયફ્રેન્ડને કારણે ચાંદનાએ જીવ આપ્યો
જાહેરાતોમાં જોવા મળતી કન્નડ એક્ટ્રેસ તથા ટીવી એન્કર ચાંદનાએ 28 મેના રોજ આત્મહત્યા કરી હતી. ચાંદનાને બોયફ્રેન્ડ દિનેશ ગોવડા સાથે લગ્ન કરવા હતાં પરંતુ બોયફ્રેન્ડે લગ્નની ના પાડતા તેણે ઝેર પીને આત્મહત્યા કરી હતી. મરતા પહેલાં ચાંદનાએ એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં તેણે કહ્યું હતું, ‘તે કહ્યું હતું કે હું મરી જાઉં તે તારા માટે સારું છે. હું મારું જીવન પૂરું કરી રહી છું અને તેનું કારણ તું છે દિનેશ.’

7. એક્ટર ભાઈ-બહેનની લાશ સડી ગઈ હતી
ચેન્નઈમાં તમિળ એક્ટર શ્રીધર તથા તેની બહેન જયા કલ્યાણીએ આત્મહત્યા કરી હતી. બંનેએ પૈસાની તંગીને કારણે આ પગલું ભર્યું હતું. જ્યારે ઘરમાંથી વાસ આવવા લાગી ત્યારે આસપાસના લોકોને આ વાતની જાણ થઈ હતી. છ જૂનના રોજ આ ઘટના સામે આવી અને પોલીસે આ અંગે તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...