‘રામાયણ’ના કિસ્સા / સુનીલ લહરીએ કહ્યું, ગરમીમાં વગર ચંપલે શૂટિંગ કર્યું હોવાથી પગમાં ફોલ્લાં પડી ગયા હતાં

X

દિવ્ય ભાસ્કર

May 17, 2020, 06:03 PM IST

મુંબઈ. રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલ હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થાય છે. આ સિરિયલમાં લક્ષ્મણ બનેલા સુનીલ લહરી સિરિયલ સાથે સંકળાયેલા રસપ્રદ કિસ્સાઓ સોશિયલ મીડિયામાં શૅર કરે છે. હાલમાં સિરિયલમાં રામ વનવાસ પર જાય છે, તે સીક્વન્સ ચાલી રહી છે.

કૌશલ્યા બનેલા એક્ટ્રેસ જયશ્રીને ડરાવ્યા હતાં
‘રામાયણ’ સિરિયલમાં દશરથ (બાલ ધૂરી) તથા કૌશલ્યા (જયશ્રી ગડકર) રિયલ લાઈફમાં પણ પતિ-પત્ની છે. સુનીલે  વીડિયોમાં કહ્યું હતું કે એકવાર સેટ પર બાલ ધૂરીએ સુનીલ લહરી તથા અન્ય લોકો સાથે મળીને જયશ્રી ગડકરની મજાક ઉડાવી હતી. સુનીલ લહરીએ કહ્યું હતું કે તેમણે બાલ ધૂરીને એક ખતરનાક અને ડરામણો લાગતો માસ્ક પહેરાવ્યો હતો અને રૂમમાં બેસાડી દીધા હતાં. ત્યારબાદ તેમણે જયશ્રી ગડકરને એમ કહ્યું કે તેમને બાલ ધૂરી બોલાવે છે. જ્યારે જયશ્રી રૂમમાં પ્રવેશ્યા ત્યારે બાલ ધૂરીને ડરામણાં માસ્કમાં જોઈને બેભાન થતાં થતાં રહી ગયા હતાં. ત્યારબાદ સુનીલ લહરી અને અન્ય લોકો તેમને સંભાળ્યા હતાં. આ બનાવ બાદ જયશ્રીએ તેમના પતિ બાલ ધૂરીને ધમકાવ્યા હતાં અને કહ્યું હતું કે આ રીતની મજાક તેમની સાથે ના કરવામાં આવે, તેઓ ઘણાં જ ડરી ગયા હતાં અને તેમની સાથે કંઈ પણ થઈ શકે તેમ હતું. 

ભારે ગરમીમાં શૂટિંગ કર્યું
રામ (અરૂણ ગોવિલ), સીતા (દીપિકા ચિખલિયા) તથા લક્ષ્મણ (સુનીલ લહરી) વનવાસ માટે જાય છે ત્યારે તેમને કેવટ ગંગા નદી પાર કરાવે છે. આ સીનનું શૂટિંગ ગુજરાતમાં રાજપીપળામાં કરવામાં આવ્યું હતું. આ સમયે બહુ જ ગરમી હતી. સુનીલ લહરીના મતે તે સમયે 50 ડિગ્રી જેટલી ગરમી હતી અને તેને કારણે શૂટિંગ કરવું મુશ્કેલ બની ગયું હતું. વનવાસ જતા સમયની સીક્વન્સ હોવાથી તેમણે પગમાં ચંપલ પણ પહેર્યા નહોતાં. અહીંયા તેમણે ખુલ્લા પગે જ શૂટિંગ કર્યું હતું. ગરમીને કારણે તેમના પગમાં ફોલ્લાં પડી ગયા હતાં. ગરમી એટલી બધી હતી કે સેટ પર હાજર રહેલી એક એક વ્યક્તિએ ઓછામાં ઓછું 50 ગ્લાસ પાણી પીધું હતું. આટલું પાણી પીધું હોવા છતાંય વોશરૂમ જવાની જરૂર પડી નહોતી. 

આ પહેલાં ફિલ્મ ‘આજા મેરી જાન’નો લુક શૅર કર્યો
સુનીલ લહરીએ ‘રામાયણ’ બાદ ફિલ્મ ‘આજા મેરી જાન’માં કામ કર્યું હતું. આ ફિલ્મનો લુક તેમણે સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 1992માં રિલીઝ થઈ હતી. ફિલ્મને કેતન આનંદે ડિરેક્ટ કરી હતી અને ગુલશન કુમારે પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મમાં સુનીલ લહરી ઉપરાંત કિશન કુમાર, તાન્યા સિંહ, શમ્મી કપૂર, પ્રાણ, પ્રેમ ચોપરા તથા દેવેન વર્મા જેવા કલાકારો હતાં. 

View this post on Instagram

After Ramayan this look for film aaja mari jaan

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 16, 2020 at 6:58am PDT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી