‘રામાયણ’ની રસપ્રદ વાતો / સુનીલ લહરીએ કહ્યું, શૂટિંગ પહેલાં ભગવાન રામનું નામ લીધું અને લોકેશન પર વરસાદ પડ્યો નહીં

X

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 06:11 PM IST

મુંબઈ. ‘રામાયણ’ ફૅમ સુનીલ લહરી સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ સિરિયલ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ શૅર કરે છે. સિરિયલના શૂટિંગ દરમિયાન કેવી અગવડ પડી તેને લઈને પણ વાત કરતા હોય છે. હાલમાં સિરિયલમાં રાજા દશરથના નિધનની સીક્વન્સ ચાલે છે. સુનીલ લહરીએ આ સીક્વન્સના બે કિસ્સા શૅર કર્યાં હતાં.

સીન ગંભીર પણ સેટ પર હળવો માહોલ હતો
સુનીલ લહરીએ કહ્યું હતું કે સિરિયલમાં ગંભીર સીન હતો પરંતુ શૂટિંગ સમયે સેટ પર હળવો માહોલ જોવા મળ્યો હતો. સિરિયલમાં જ્યારે રાજા દશરથની અંતિમ યાત્રા પસાર થાય છે અને તેમની પર આસપાસના લોકો ફૂલો ફેંકે છે. જોકે, શૂટિંગ દરમિયાન લોકો બાલધૂરી (જેમણે રાજા દશરથનો રોલ પ્લે કર્યો હતો)ના ચહેરા પર ફૂલો ફેંકતા હતાં. આ દરમિયાન એક ફૂલની પાંખડી તેમના નાકમાં જતી રહી અને તેમને છીંક આવવા લાગી. આ જ કારણથી શૂટિંગ ફરીવાર કરવું પડ્યું હતું. જોકે, આવું બેથી ત્રણ વાર બન્યું હતું. આસપાસના લોકોને સમજાવવામાં પણ આવ્યા કે ચહેરા પર ફૂલ ના ફેંકવામાં આવે પરંતુ તેઓ ચહેરો પર જ ફૂલો ફેંકતા હતાં. બાલધૂરીએ જેમ તેમ કંટ્રોલ કરીને આ આખો સીન પૂરો કર્યો હતો.

View this post on Instagram

shooting Ke Piche Ki Kuch Ankahi chatpati baten

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 20, 2020 at 12:44am PDT

અગ્નિ સંસ્કાર સમયે વરસાદ પડ્યો હતો
આ જ સીનને લઈ સુનીલ લહરીએ કહ્યું હતું કે જ્યારે રાજા દશરથના અંતિમ સંસ્કાર થવાના હોય છે ત્યારે જોરદાર વરસાદ પડે છે. તમામને એમ જ લાગે છે કે હવે શૂટિંગ થઈ શકશે નહીં. બધા ભગવાન રામનું નામ લઈને શૂટિંગ માટે જાય છે. જ્યારે તેઓ લોકેશન પર આવે છે ત્યારે વરસાદનું એક ટીપું પડતું નથી. આ રીતે અંતિમ સંસ્કારનો આખો સીન શૂટ કરવામાં આવ્યો હતો. એ જ રીતે જ્યારે અસ્થિ વિસર્જનનો સીન હોય છે ત્યારે પણ વરસાદ ધીમો ધીમો પડે છે. આ સમયે જ્યારે રાજા દશરથના અસ્થિ વિસર્જન નદીમાં કરવામાં આવે છે ત્યારે વરસાદના થોડો થોડો પડતો હતો. 

સુનીલ લહરીએ એક જ સમયે ત્રણ રોલ પ્લે કર્યાં હતાં
આ વીડિયો શૅર કર્યાં પહેલાં સુનીલ લહરીએ પોતાના ત્રણ ફોટો શૅર કર્યાં હતાં. આ ફોટો શૅર કરીને એક્ટરે કહ્યું હતું, એક જ સમયે ત્રણ અલગ-અલગ પાત્રો. હું નસીબદાર છું કે મને આ પ્રકારનું પર્ફોર્મન્સ કરવાની તક મળી. ત્રણ અલગ લુક અને ત્રણ અલગ એક્ટ એ પણ એક જ સમયે. એક ઐતિહાસિક માયથોલોજીથી રોમેન્ટિક હીરો ને પછી ટફ સિક્યોરિટી તથા સાઈલન્ટ લવર સુધી. ભગવાનનો આભાર કે મને એક્ટિંગ કરવાની તક આપી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી