‘રામાયણ’ના કિસ્સા / સુનીલ લહરીએ કહ્યું, ગંભીર સીન દરમિયાન કલાકારની ધોતી ફાટી ગઈ હતી

Sunil Lahari shared interesting facts of ramayan
X
Sunil Lahari shared interesting facts of ramayan

દિવ્ય ભાસ્કર

May 18, 2020, 07:05 PM IST

મુંબઈ. રામાનંદ સાગરના ડિરેક્શનમાં બનેલી ‘રામાયણ’ દૂરદર્શન બાદ હવે સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહી છે. આ શોમાં લક્ષ્મણ બનેલા સુનીલ લહરી સિરિયલ સાથે સંકળાયેલા અવનવા કિસ્સા શૅર કરે છે. 

સુનીલ લહરીએ વીડિયોમાં પહેલો કિસ્સો નદીનો શૅર કર્યો હતો, જેમાં ડિરેક્ટરનો અવાજ ના સાંભળી શકવાને કારણે તેઓ નદીમાં દૂર સુધી જતા રહ્યાં હતાં. બીજા કિસ્સામાં શૂટિંગ દરમિયાન એક કલાકારની ધોતી ફાટી ગઈ હતી. 

કટ ના સંભળાયું તો નદીમાં દૂર સુધી જતા રહ્યાં
સુનીલે કહ્યું હતું કે તેઓ હોડીમાં બેસીને નદીમાં જતા હતાં. હોડીમાં રામ (અરૂણ ગોવિલ), સીતા (દીપિકા ચિખલિયા) તથા લક્ષ્મણ (સુનીલ લહરી) બેઠા હોય છે રામાનંદ સાગરે સુનીલને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ કટ ના બોલે ત્યાં સુધી હોડીને ચલાવે તો સુનીલ લહરીએ હોડી ચલાવી અને તેઓ નદીમાં દૂર સુધી પહોંચી ગયા હતાં. જ્યારે તેમણે પાછળ ફરીને જોયું તો ખ્યાલ આવ્યો કે રામાનંદ સાગરે કટ કહ્યું હતું પરંતું તેમણે અવાજ સાંભળ્યો નહોતો. દિવસનું આ લાસ્ટ શિડ્યૂઅલ હોવાથી અડધું યુનિટ જતું રહ્યું હતું. આથી નદીમાં તેઓ ફસાઈ ગયા હતાં. ત્યારબાદ તેમણે મદદ માટે બૂમ પાડી હતી. પછી બે લોકો આવ્યા હતાં. આ સમયે સુનીલ લહરીએ પોતાની વિગ હોડીમાં મૂકી અને નદીમાં અડધો કલાક સુધી રહ્યાં હતાં. 

View this post on Instagram

shooting Ke Piche Ki Kuch Ankahi chatpati baten

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 18, 2020 at 12:25am PDT

નિશાદ રાજની ધોતી ફાટી ગઈ

બીજા કિસ્સા અંગે વાત કરતાં સુનીલ લહરીએ કહ્યું હતું કે એક સીનમાં નિશાદ રાજ તથા આર્ય સુમંત વચ્ચે ગંભીર ચર્ચા થાય છે. આ સીન એકદમ મહત્ત્વનો હતો. આ સમયે નિશાદ રાજ જમીન પર બેસવા જતા હતા ત્યારે તેમની ધોતી ફાટી ગઈ હતી. સેટ પરનો ગંભીર માહોલ અચાનક હાસ્યમાં ફેરવાઈ ગયો હતો. બધા જ જોર જોરથી હસવા લાગ્યા હતાં. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી