કોમેડિયનનો ખુલાસો:કપિલ શર્માનો શો છોડવા પર સુગંધા મિશ્રા બોલી, સુનિલ ગ્રોવરની એક્ઝિટ પછી ફોર્મેટ બદલી ગયું, અમને ફરીવાર ન બોલાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન અને સિંગર સુગંધા મિશ્રાએ એક ઇન્ટરવ્યૂમાં 'ધ કપિલ શર્મા શો'માંથી બહાર નીકળવા બાબતે વાત કરી. તેણે કહ્યું, 'દરેક શોની એક જર્ની હોય છે. સુનિલ ગ્રોવર જીના શો છોડ્યા પછી શોનું ફોર્મેટ ઘણું બદલી ગયું અને અમને ફરીવાર બોલાવ્યા જ નહીં. હું ફ્લો સાથે ચાલી રહી હતી અને મને લાગે છે કે શોમાં મારી જર્ની અહીંયા અટકી ગઈ.'

કપિલના શોમાં કમબેકનો પ્લાન નથી
કોઈમોઇ સાથેની વાતચીતમાં સુગંધાએ કહ્યું, 'હાલ તો કપિલના શોમાં કમબેક કરવાનો કોઈ પ્લાન નથી. કારણકે હું સ્ટાર પ્લસ પરના મારા એક શોને કારણે ઘણી બીઝી છું. આ ડેઇલી શો છે અને મારું શેડ્યુઅલ ઘણું હેક્ટિક છે. અમારે લગભગ રોજ શૂટિંગ કરવાનું હોય છે. આ સિવાય આ શો માટે થોડા સમયનો કોન્ટ્રાક્ટ પણ છે. હું બીજું કઈ નહીં કરી શકું. માટે હાલ તો કપિલના શોમાં જવાનો કોઈ પ્લાન નથી. પરંતુ એવું કઈ નથી વિચાર્યું કે લાઈફમાં ક્યારેય નહીં જાય. જો લાઈફમાં ક્યારેય ટાઈમ આવ્યો, સ્થિતિ આવી તો સ્વાભાવિકપણે કમબેક કરીશ.'

માર્ચ 2017માં સુગંધાએ શો છોડ્યો હતો
સુગંધા મિશ્રાએ માર્ચ 2017માં 'ધ કપિલ શર્મા શો'ને અલવિદા કહ્યું હતું. તેણે આ નિર્ણય ઓસ્ટ્રેલિયા ટૂરથી પરત ફરતી વખતે ફ્લાઇટમાં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરના ઝઘડા પછી લીધો હતો. ફ્લાઇટમાં કપિલે સુનિલ સાથે ખરાબ વર્તન કર્યું હતું, ત્યારબાદ સુનિલ ગ્રોવર તેના શોથી અલગ થઇ ગયો હતો અને તેના સમર્થનમાં સુગંધા મિશ્રા, અલી અસગર અને ચંદન પ્રભાકરે પણ શો છોડી દીધો હતો. જોકે, ત્યારબાદ ચંદને કમબેક કર્યું હતું.