તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટ્રગલ:સુધા ચંદ્રનનું જીવન અકસ્માત બાદ બદલાઈ ગયું હતું, 17 વર્ષની ઉંમરમાં એક પગ કપાવો પડ્યો હતો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી તથા ફિલ્મ એક્ટ્રેસ સુધા ચંદ્રન ટીવી ચેનલના ક્રાઇમ શો 'ક્રાઇમ અલર્ટ'માં એન્કર તરીકે જોવા મળશે. સુધા સારી ડાન્સર તથા એક્ટ્રેસ છે, પરંતુ હવે તે એન્કરિંગ કરીને પણ ખુશ છે. ઘણાં ઓછા લોકોને ખબર છે કે સુધાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'મયૂરી'થી કરી હતી. આ ફિલ્મ સુધાના જ જીવન પર આધારિત હતી.

આ ફિલ્મ તમિળ, મલયાલમમાં ડબ કરવામાં આવી હતી. હિંદીમાં આ ફિલ્મ 'નાચે મયૂરી'ના નામથી બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં પણ સુધાએ જ કામ કર્યું હતું. 17 વર્ષની ઉંમરમાં એક અકસ્માતમાં સુધાનો એક પગ કાપવો પડ્યો હતો. ત્યારબાદ સુધાની ડાન્સિંગ કરિયર પૂર્ણ થવાને આરે હતી. જોકે, સુધાએ નકલી પગની મદદથી ડાન્સિંગ કરિયર ચાલુ રાખી અને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું.

સુધાએ ઇકોનિક્સ સાથે MA પાસ આઉટ કર્યું છે
સુધાએ ઇકોનિક્સ સાથે MA પાસ આઉટ કર્યું છે

આ રીતે અકસ્માત થયો હતો
સુધાએ માત્ર 3 વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ શીખવાની શરૂઆત કરી હતી. તે રોજ સવારે સ્કૂલે જાય અને પછી ડાન્સ સ્કૂલે. તે ઘરે રાતના 9.30 વાગે પરત આવતી હતી. ધોરણ 10માં 80% આવ્યા હતા. જોકે, સાયન્સને બદલે સુધાએ આર્ટ્સ લીધું હતું, કારણ કે તે ડાન્સ ચાલુ રાખી શકે. એકવાર તે બસમાં હતી અને આ બસનો અકસ્માત સર્જાયો હતો. સુધાને પગમાં ફ્રેક્ચર થયું હતું. તમામ પેસેન્જર્સમાંથી સુધાને સૌથી ઓછું વાગ્યું હતું. ડૉક્ટરે પાટો બાંધી દીધો હતો. જોકે, થોડાં દિવસ બાદ પગમાં ગેંગરિન થઈ ગયું હતું. આ કારણે પગનો પંજો અલગ કરવો પડ્યો હતો. તે સમયે સુધાની ઉંમર 17 વર્ષ હતી.

કેવી રીતે ફરી ડાન્સ શરૂ કર્યો?
સુધાને જયપુરનો લિમ્બ (નકલી પગ) લગાવવામાં આવ્યો. તેણે બીજીવાર ચાલતા શીખવાનું શરૂ કર્યું. ચાર મહિના તો સુધાને ચાલતા શીખવામાં જ લાગ્યા હતા. થોડા સમય બાદ સુધાએ ફરી ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે પહેલી જ વાર સુધાને સેન્ટ ઝેવિયર્સમાં પર્ફોર્મ કરવાની ઓફર મળી ત્યારે તેને ઘણો જ ડર લાગ્યો હતો. જોકે, પર્ફોર્મન્સ સારું રહ્યું હતું અને બધાએ તાળીઓથી વધાવી લીધી હતી. પર્ફોર્મન્સ બાદ સુધા બેકસ્ટેજ ગઈ તો પિતાએ તેના ચરણસ્પર્શ કરીને કહ્યું હતું કે તે માતા સરસ્વતીને પગે લાગે છે. તેણે અશક્ય વાતને શક્ય બનાવી દીધી. આ સમય સુધાના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો.

સુધાએ 1994માં આસિસ્ટન્ટ ડિરેક્ટર રવિ સાથે લગ્ન કર્યાં છે
સુધાએ 1994માં આસિસ્ટન્ટ ડિરેક્ટર રવિ સાથે લગ્ન કર્યાં છે

આ ટીવી શોમાં કામ કર્યું છે
સુધા 90ના દાયકાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. સુધાએ 'નાગિન' ઉપરાંત 'બહુરાનિયાં', 'હમારી બહૂ તુલસી', 'ચંદ્રકાંતા', 'જાને ભી દો પારો', 'કભી ઈધર કભી ઉધર', 'ચશ્મે બદ્દૂર', 'અંતરાલ', 'કૈસે કહૂ', 'કહીં કિસી રોજ', 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી', 'કસ્તૂરી', 'અદાલત' તથા 'શાસ્ત્રી સિસ્ટર' જેવા શોમાં કામ કર્યું છે.

ફિલ્મની વાત કરીએ સુધા 'નાચે મયૂરી' ઉપરાંત 'શોલા ઔર શબનમ', 'અંજામ', 'હમ આપકે દિલ મેં રહતે હૈં', 'શાદી કરકે ફંસ ગયા યાર', 'માલામાલ વીકલી' સાથે ઘણી સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે.