સિરિયલની સ્ટાર-કાસ્ટની કમાણી:'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ના કલાકારોને મળે છે લાખોમાં ફી, જાણો કોની છે કેટલી ફી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટીવી એક્ટર નીલ ભટ્ટ સિરિયલમાં IPS વિરાટ ચવ્હાણનો રોલ પ્લે કરે છે
  • વિરાટ ચવ્હાણની પત્નીના રોલમાં આયેશા સિંહ છે
  • આ સિરિયલ ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી

ટીવી સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' દર્શકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલ TRPમાં ટોપ 5માં આવતી હોય છે. આટલું જ નહીં, આ વર્ષે મહારાષ્ટ્રમાં જ્યારે લૉકડાઉન હતું ત્યારે આ સિરિયલ TRPમાં 'અનુપમા'ને પછાડીને નંબર વન બની હતી. આ સિરિયલમાં લવ ટ્રાયેન્ગલની વાત કરવામાં આવી છે. સિરિયલમાં વિરાટ ચવ્હાણ, સઈ જોષી તથા પત્રલેખા વચ્ચે લવ ટ્રાયેન્ગલ છે. આ ત્રણેય કલાકારો ચાહકોમાં ઘણા જ લોકપ્રિય છે. આજે આપણે જોઈએ કે આ કલાકારોને એપિસોડદીઠ કેટલી રકમ મળે છે?

કિશોરી શહાણે

સિરિયલમાં ચવ્હાણ પરિવારની કર્તાધર્તા ભવાની નાગેશ ચવ્હાણનો દમદાર રોલ કિશોરી શહાણે ભજવે છે. કિશોરી એક એપિસોડ માટે 60 હજાર રૂપિયા લે છે.

મિતાલી નાગ

ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ સિરિયલમાં માનસિક રીતે બીમાર મહિલાનો રોલ પ્લે કરે છે. સિરિયલમાં તેનું નામ દેવયાની દેશપાંડે છે. તેને એક એપિસોડના 55 હજાર રૂપિયા મળે છે.

યામિની મલ્હોત્રા

પંજાબી ફિલ્મ બાદ યામિનીએ આ સિરિયલથી હિંદીમાં ડેબ્યુ કર્યું છે. તેણે શિવાની ચવ્હાણનો રોલ કર્યો છે. તેને એક એપિસોડ માટે 50 હજાર રૂપિયા મળે છે.

યોગેન્દ્ર વિક્રમ સિંહ

યોગેન્દ્ર વિક્રમ સિંહે સિરિયલમાં મેજર સમ્રાટ સાલુંખેનો રોલ કર્યો છે. તેની એક એપિસોડની ફી 40 હજાર છે.

આદિશ વૈદ્ય

વિરાટ ચવ્હાણના ભાઈના રોલમાં આદિશ જોવા મળે છે. સિરિયલમાં તે મોહિત ચવ્હાણનો રોલ પ્લે કરે છે. તેને એક એપિસોડના 30 હજાર રૂપિયા મળે છે.

યશ પંડિત

યશ પંડિત સિરિયલમાં ડૉ. પુલકિત દેશપાંડેના રોલમાં છે. સિરિયલમાં તેણે દેવયાની સાથે લગ્ન કર્યા હોય છે. તેને એક એપિસોડના 40 હજાર રૂપિયા મળે છે.

વિશ્વપ્રીત કૌર

સિરિયલમાં વિશ્વપ્રીત કૌરે પાખીની માતાનો રોલ પ્લે કર્યો છે. સિરિયલમાં તેનું નામ વૈશાલી છે. વિશ્વપ્રીતને એક એપિસોડના 30 હજાર રૂપિયા મળે છે.

આયેશા સિંહ

આયેશા સિંહે સિરિયલમાં સઈ જોશીનો રોલ પ્લે કર્યો છે. સિરિયલના એક એપિસોડ માટે તેને 80 હજાર રૂપિયા મળે છે.

નીલ ભટ્ટ

સિરિયલમાં મેઇન લીડ IPS વિરાટ ચવ્હાણના પાત્રમાં એક્ટર નીલ ભટ્ટ છે. તેને સિરિયલમાં સૌથી વધુ ફી છે. નીલને એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા મળે છે.

ઐશ્વર્યા શર્મા

પાખી એટલે કે પત્રલેખાનો રોલ પ્લે કરતી ઐશ્વર્યા શર્માને એક એપિસોડ માટે 70 હજાર રૂપિયા મળે છે.