તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપવીતી:'સ્પ્લિટ્સવિલા' ફૅમ અનમોલ ચૌધરીએ લગ્ન વગર બાળકને જન્મ આપ્યો, હવે કહ્યું- પ્રેગ્નન્સીમાં મારી પાસે ખાવાનાં પૈસા નહોતાં

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનમોલ ચૌધરીએ કહ્યું, માતાએ જ્યારે પ્રેગ્નન્સીની વાત સાંભળી તો અબોર્શનનું કહ્યું હતું
  • 'દીકરો એક મહિનાનો થયો પછી, પિતાને આ અંગે જાણ થઈ હતી.'

2017માં 'સ્પ્લિટ્સવિલા'ની સિઝન 10માં જોવા મળેલી અનમોલ ચૌધરી હાલમાં ચર્ચામાં છે. અનમોલ ચૌધરી પોતાની પ્રોફેશનલ લાઇફને કારણે નહીં, પરંતુ અંગત જીવનને કારણે ચર્ચામાં છે. હાલમાં જ અનમોલ ચૌધરીએ એ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો કે તે લગ્ન વગર જ માતા બની છે. અનમોલ ચૌધરીએ મીડિયામાં પોતાની પ્રેગ્નન્સી દરમિયાન કેટલી મુશ્કેલી આવી તે અંગે વાત કરી હતી.

કેવી રીતે પ્રેગ્નન્સીની જાણ થઈ?
અનમોલે કહ્યું હતું, 'જાન્યુઆરી, 2020માં મને ખ્યાલ આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. મેં પ્રેગ્નન્સી કન્ટીન્યૂ કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું. પહેલી વાર મને અબોર્શનનો જ વિચાર આવ્યો હતો. મારું બ્રેકઅપ થવાથી મારી માનસિક હાલત ઠીક નહોતી. મારા ફ્રેન્ડ્સ તથા કાઉન્સિલરે મને સલાહ આપી હતી કે પ્રેગ્નન્સી કન્ટીન્યૂ રાખવી એ વિચાર યોગ્ય નથી. આ ઉપરાંત મારી આર્થિક સ્થિતિ પણ ઠીક નહોતી.

કેમ બાળક રાખ્યું?
અનમોલે આગળ કહ્યું હતું, 'બ્રેકઅપ બાદ હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને મને જીવવાની કોઈ ઈચ્છા નહોતી. ખરી રીતે તો હું જીવવા જ માગતી નહોતી. હું હંમેશાં મને પ્રેમ કરે તેવી વ્યક્તિની શોધમાં હતી અને મેં જે વ્યક્તિને પ્રેમ કર્યો, તેણે મને તરછોડી દીધી હતી. આથી મારા મનમાં વિચાર આવ્યો કે હું બાળકને રાખીશ અને તે મને પ્રેમ કરશે અને હું તેના માટે જીવીશ.'

પિતાને જાણ નહોતી કરી
ઉત્તર પ્રદેશના અલીગઢથી અનમોલ મુંબઈ આવી હતી. તેનો પરિવાર રૂઢીચુસ્ત છે. અનમોલે કહ્યું હતું, 'મારામાં મમ્મી-પપ્પાને કહેવાની હિંમત જ નહોતી. જોકે, મેં માંડ માંડ હિંમત ભેગી કરીને મમ્મીને કહ્યું હતું. જોકે, મારી મમ્મીને જ્યારે મેં આ વાત કરી તો તે એકદમ ડરી ગઈ હતી અને તેણે તરત જ અબોર્શન કરાવવાની વાત કરી હતી. પછી મેં તેમને કહ્યું હતું કે હું તેમને પ્રેગ્નન્સી અંગે માત્ર જણાવું છે. હું બાળકને જન્મ આપીશ, તેમ મેં મક્કમતાથી કહ્યું હતું. મારી મમ્મીએ મને કોઈ જાતનો સપોર્ટ કર્યો નહોતો.'

પિતાને ક્યારે જાણ થઈ
અનમોલે કહ્યું હતું, 'મને લાગે છે કે મારો દીકરો જયસે જ્યારે એક મહિનાનો થયો ત્યારે મારી મમ્મીએ તેમને કહ્યું હશે. મારા પેરેન્ટ્સ તથા પરિવારના અન્ય સભ્યો મારી સાથે વાત કરતા નથી. હું ને મારો દીકરો જ એકબીજા માટે છીએ. અમારો કોઈ પરિવાર નથી.

કેવી રીતે પ્રેગ્નન્સી છુપાવી?
વધુમાં અનમોલે કહ્યું હતું, 'મારા માટે પ્રેગ્નન્સી છુપાવવી ઘણી જ મુશ્કેલ હતી. 2020માં ઇન્ડસ્ટ્રીની અનેક એક્ટ્રેસિસ પ્રેગ્નન્ટ થઈ હતી, જેમ કે અનુષ્કા શર્મા, અમૃતા રાવ, કરીના કપૂર. આ તમામ એક્ટ્રેસિસ પોતાની પ્રેગ્નન્સી જર્ની અંગે સો.મીડિયામાં વાત કરતી હતી. હું જ્યારે પણ તેમની પોસ્ટ જોતી, ત્યારે મને ઘણું જ દુઃખ થતું. હું બેવડું જીવન જીવતી અને મને એનો ઘણો જ ભાર લાગતો હતો.'

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરતી
અનમોલ પ્રેગ્નન્ટ હોવા છતાંય પેટ છુપાવીને સો.મીડિયામાં તસવીરો શૅર કરતી હતી. જોકે, પ્રેગ્નન્સીને કારણે અનમોલનું વજન વધી ગયું હતું. તેના વધેલા વજનની તસવીરો પર યુઝર્સ કમેન્ટ્સ કરતાં, 'લૉકડાઉનમાં ખાઈ ખાઈને જાડી થઈ ગઈ છે.' ટ્રોલ થવા અંગે અનમોલે કહ્યું હતું, 'આ તમામ વાતો મને ઘણી અસર કરતી હતી. હું બૂમો પાડીને કહેવા માગતી કે હું પ્રેગ્નન્ટ છું, પરંતુ હું તેમ કરી શકી નહીં. પ્રેગ્નન્સીમાં એક પણ રાત એવી નહોતી ગઈ કે હું રડી ના હોઉં. વધુમાં આ સમયગાળામાં મને મારા બોયફ્રેન્ડની ઘણી જ યાદ આવતી હતી. હું ઈચ્છતી કે તે મને સાથ આપે. અમે જ્યારે સાથે હતા ત્યારે બાળકોના નામ પણ વિચાર્યા હતા.'

બોયફ્રેન્ડને મેસેજ કર્યો હતો
અનમોલે કહ્યું હતું, 'જ્યારે મને પ્રેગ્નન્સીની જાણ થઈ ત્યારે મેં ટેક્સ્ટ મેસેજ કરીને આ અંગે જાણ કરી હતી. મેં એમ પણ કહ્યું હતું કે હું અબોર્શન કરાવીશ અને જે પણ ખર્ચો થશે, તે આપણે સરખે હિસ્સે વહેંચી લઈશું. તેણે હા પાડી હતી. જ્યારે હું મારી બહેન સાથે ડૉક્ટર પાસે ગઈ અને અલ્ટ્રાસાઉન્ડ થયું અને મેં પહેલી જ વાર બાળકના ધબકારા સાંભળ્યાં તો મેં નક્કી કરી લીધું કે હું બાળકને હવે જન્મ આપીશ. અઠવાડિયા પછી બોયફ્રેન્ડે મેસેજ કરીને અબોર્શન અંગે પૂછ્યું હતું. મેં તેને કહ્યું કે હું બાળકને જન્મ આપીશ. શરૂઆતમાં તેને લાગ્યું કે હું મજાક કરું છું. એક મહિના પછી તેને ખ્યાલ આવી ગયો કે હું મજાક કરતી નથી.'

બોયફ્રેન્ડે ગાળો આપી
અનમોલે આગળ કહ્યું હતું, 'જ્યારે તેને ખબર પડી કે હું બાળકને જન્મ આપવાની છું તો તેણે મને ગાળો ભાંડી હતી. તેના મિત્રોએ તેને ડરાવ્યો હતો અને એમ કહ્યું હતું કે હું રેપનો ચાર્જ તેના પર ફાઇલ કરીશ અને એટલે જ હું બાળકને જન્મ આપવાની છું. કમનસીબે આ ઇન્ડસ્ટ્રીમાં યુવતીઓને આ જ નજરથી જોવામાં આવે છે. મેં સીધી રીતે તેને સંભાળી દીધું હતું કે આ મારો નિર્ણય છે અને કોઈ પણ વ્યક્તિ મને અબોર્શન અંગે કહી શકે નહીં.' ઉલ્લેખનીય છે કે અનમોલનો બોયફ્રેન્ડ ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલો નથી.

નાની બહેન તથા મિત્રોએ મદદ કરી
અનમોલના મમ્મીએ કોઈ સપોર્ટ કર્યો નહોતો અને પપ્પાને પ્રેગ્નન્સી અંગે જાણ પણ નહોતી. અનમોલની નાની બહેન ગ્રીષ્મા મુંબઈ આવી હતી અને તેના મિત્રો નૈના સિંહ, મિનલ શાહ તથા પ્રત્યાંક્ષ શર્માએ સપોર્ટ કર્યો હતો.

પ્રેગ્નન્સીમાં ખાવાના પણ ફાંફા હતા
અનમોલે કહ્યું હતું, 'મને જાન્યુઆરીમાં પ્રેગ્નન્સીની જાણ થઈ અને માર્ચથી જૂન સુધી લૉકડાઉન હતું. મારી પાસે માત્ર 60 હજાર રૂપિયા હતા, જેમાં મારે ઘરનું ભાડું, અન્ય ખર્ચા તથા મેડિકલ ખર્ચા કાઢવાના હતા. આથી જ મેં ક્રાઉડફંડથી પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું હતું. આના માટે મેં એક વેબસાઇટ ડિઝાઈન કરી હતી અને તે વ્યક્તિને મારી પરિસ્થિતિ સમજાવી હતી. હું મારી ઓળખ જાહેર કરી શકું તેમ નહોતી, કારણ કે મારા પિતાને મારી પ્રેગ્નન્સીની ખબર નહોતી. તે વ્યક્તિએ મને મારી રીતે કેમ્પેઇન ચલાવવાનું કહ્યું હતું અને મેં એ રીતે જ કર્યું હતું. માત્ર ચાર દિવસની અંદર પાંચ લાખ રૂપિયા ભેગા થયા હતા. મેં સો.મીડિયામાં 'સીક્રેટ સુપરમમ્મી'થી એક પેજ શરૂ કર્યું હતું.

ડિલિવરી બાદ બોયફ્રેન્ડે સંપર્ક કર્યો હતો
અનમોલે કહ્યું હતું, 'જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું ત્યારે મેં પણ ડિપ્રેશન અંગે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ઘણો જ વાઇરલ થયો હતો. ત્યારબાદ તેણે મને ફોન કરીને કંઈક મદદની જરૂર હોય તેમ કહ્યું હતું. તેને એમ લાગ્યું કે હું મારી જાતને નુકસાન પહોંચાડીશ અને તેના પર આક્ષેપો મૂકીશ. તે આ વાતથી ઘણો જ ડરી ગયો હતો. જ્યારે હોસ્પિટલમાં મેં દીકરાને જન્મ આપ્યો ત્યારે તે નશાની હાલતમાં આવ્યો હતો. મને ઘણું જ ખરાબ લાગ્યું હતું. મેં ડિલિવરી બાદ તેને વીડિયો કૉલ કરીને દીકરાનો ચહેરો બતાવ્યો હતો.'