સાઉથ મોડલ શીલા પ્રિયા સેઠે સાજિદ પર આક્ષેપો કર્યા:કહ્યું, પાંચ મિનિટ સુધી પ્રાઇવેટ પાર્ટ્સને જોતો રહ્યો, પછી ફિગર અંગે વાંધાજનક ટિપ્પણી કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મમેકર સાજિદ ખાને જ્યારથી 'બિગ બોસ 16'માં ભાગ લીધો છે ત્યારથી જ તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શર્લિન ચોપરા, રાની ચેટર્જી, કનિશ્કા સોની બાદ હવે એક્ટ્રેસ શીલા પ્રિયા સેઠે સાજિદ વિરુદ્ધ #MeToo હેઠળ આક્ષેપો કર્યા છે.

શું કહ્યું શીલાએ?
જાગરણ મીડિયાના રિપોર્ટ પ્રમાણે, શીલા પ્રિયા સેઠે 14 વર્ષ પહેલાની ઘટના યાદ કરીને કહ્યું હતું કે 2008માં સાજિદે તેની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શીલા પ્રિયા સેઠે સાઉથ ઇન્ડિયન ફિલ્મ તમિળ, કન્નડ, મલયાલમ તથા અન્ય ભાષાની ફિલ્મમાં કામ કર્યું છે.

શીલાએ કહ્યું હતું, 'હું 2008માં પહેલી જ વાર સાજિદને મળી હતી. મેં તેમને તેમના અપકમિંગ પ્રોજેક્ટમાં કાસ્ટ કરવાની વિનંતી કરી હતી, પરંતુ સાજિદના વર્તનથી મને આઘાત લાગ્યો હતો.'

શીલાએ વાતને આગળ વધારતા કહ્યું હતું, 'સાજિદ પાંચ મિનિટ સુધી મારા પ્રાઇવેટ પાર્ટ્સને જોતો રહ્યો હતો. તેણે મને બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી. આટલું જ નહીં તેણે બ્રેસ્ટ મસાજ તથા ઓઇલ લગાવવાનું કહ્યું હતું.'

થોડાં દિવસ પહેલાં જ શર્લિન ચોપરાએ સાજિદ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. શર્લિને કહ્યું હતું કે 'બિગ બોસ'ના મેકર્સને તેણે સાજિદને કાઢી મૂકવાની અપીલ કરી હતી, પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નહીં. શર્લિને યુનિયન મિનિસ્ટર અનુરાગ ઠાકુરને 'બિગ બોસ'નું પ્રસારણ અટકાવવાની માગણી કરી છે.

થોડાં સમય પહેલાં મોડલ નમ્રતાએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા
નમ્રતાએ કહ્યું હતું કે આ ઘટના 2011ની છે. તે એક ફિલ્મના ઓડિશન માટે સાજિદ ખાનને મળવા ગઈ હતી. નમ્રતાએ મીડિયાને કહ્યું હતું, 'મેં શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે હું રૂમમાં આવી તો સાજિદે દરવાજો બંધ કરી દીધો હતો. અમે ફિલ્મની ફી અંગ વાત કરતા હતા. મને લાગ્યું કે તે ઈચ્છે છે કે અમારી વાત બીજા કોઈ ના સાંભળે, પરંતુ સાજિદે મને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.' નમ્રતા પૂર્વ ગ્લેડરેગ્સની મોડલ છે. 2007થી 2009 દરમિયાન તે એક સફળ રેમ્પ મોડલ હતી. આ ઉપરાંત નમ્રતાએ અનેક બ્રાન્ડ્સ માટે ફોટોશૂટ કરાવ્યું છે.

સાજિદ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા
2018માં ઇન્ડસ્ટ્રીની ઘણી એક્ટ્રેસિસે સાજિદ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં મંદાના કરીમી, સલોની ચોપરા, રેચલ વ્હાઇટ, સિમરન સૂરી, મરીના કુંવર, અહાના કુમરા, ડિમ્પલ પૉલ, શર્લિન ચોપરા, જર્નલિસ્ટ કરિશ્મા ઉપાધ્યાય સામેલ હતા. જિયા ખાનની ડોક્યુમેન્ટ્રી 'ડેથ ઇન બોલિવૂડ'માં એક્ટ્રેસની બહેન કરિશ્માએ પણ સાજીદે હેરેસ કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. 'બિગ બોસ'માં સાજિદને જોયા બાદ એક્ટ્રેસ શર્લિન ચોપરાએ યૌન શોષણ અંગેની પોલીસ ફરિયાદ કરી છે. શર્લિને જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શર્લિને આ કેસમાં પોતાનું નિવેદન પણ આપ્યું છે.

સાજિદ પર એક વર્ષ સુધી પ્રતિબંધ રહ્યો હતો
ફિલ્મ એસોસિયેશને સાજિદ પરના આક્ષેપોને ગંભીરતાથી લેતા તેની પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. આ જ કારણે તેણે 'હાઉસફુલ 2' ફિલ્મ પણ છોડવી પડી હતી. જોકે, સાજિદે પોતાના પર કરવામાં આવેલા તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...