તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવોલીના ભટ્ટાચાર્જી હાલમાં 'બિગ બોસ 14'માં એઝાઝ ખાનને બદલે જોવા મળી રહી છે. દેવોલીના જ્યારથી ઘરમાં ગઈ છે, ત્યારથી ચર્ચામાં છે. દેવોલીના પરિવારની વાત કરતાં સમયે એકદમ ભાવુક બની ગઈ હતી. તેણે પિતાના નિધન બાદ કેટલી મુશ્કેલીઓ પડી તે અંગે વાત કરી હતી. શોમાં તેણે કહ્યું હતું કે સમાજ પિતા વગરના એક પરિવારને નબળો પાડવાનો પ્રયાસ કરે છે. તે જ્યારે નાની હતી, ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેની માતાએ ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો હતો.
દેવોલીનાએ માતાના સંઘર્ષ અંગે વાત કરી
દેવોલીનાએ કહ્યું હતું, 'હું 11 વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. મારી માતાની તબિયત ઘણી ખરાબ રહેતી હોવા છતાંય ઓફિસ જતી હતી. ત્યારબાદ મારી માતા ઘરે આવીને મારા માટે ભોજન બનાવતી અને પછી હું સ્કૂલે જતી. પિતાની ડેથ બાદ સમાજે અમારી સાથે ઘણો જ ખરાબ વ્યવહાર કર્યો છે.'
ભાઈ અંગે પણ વાત કરી
દેવોલીનાએ પોતાના ભાઈ અંગે પણ વાત કરી હતી. દેવોલીનાનો ભાઈ આજે હયાત નથી. શોમાં દેવોલીનાએ કહ્યું હતું, 'મારો ભાઈ છોકરાઓ સાથે રમતો હતો. ત્યાં એક છોકરો સાયકલ ચલાવતો હતો અને તે પડી ગયો. સાથે રમતા છોકરાઓએ એવું કહ્યું કે તે મારા ભાઈને કારણે સાયકલ પરથી પડી ગયો હતો. જે છોકરો પડી ગયો તેની આંટીએ મારા ભાઈને બે તમાચા માર્યા હતા. હું દરવાજે ઊભી હતી અને આ બધું જ જોતી હતી. પછી તે આંટી ઘરે આવી અને એ હદે દરવાજો ખખડાવવા લાગી કે મારી દાદીના આંગળીમાં ઈજા પણ થઈ હતી.' આટલું બોલીને દેવોલીના એકદમ ભાવુક થઈ ગઈ હતી.
દેવોલીનાની ટીવી કરિયર
દેવોલીના ભટ્ટચાર્જીનો જન્મ 22 ઓગસ્ટ, 1985માં અસમમાં થયો છે. તે પ્રોફેશનલી એક્ટ્રેસ તથા જ્વેલરી ડિઝાઈનર છે. તેણે ટીવી શો 'સવારે સબકે સપને પ્રીતો'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 'સાથ નિભાના સાથિયા', 'ચંદ્રકાંતા', 'બિગ બોસ 13'માં જોવા મળી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.