• Gujarati News
  • Entertainment
  • Television
  • Smriti's Life Is Full Of Ups And Downs, She Worked As A Waitress In A Hotel, Was Rejected Many Times But Did Not Give Up And Turned From A TV Actress To A Politician.

સ્મૃતિ ઈરાનીની કહાની:સ્મૃતિનું જીવન ઉતાર-ચડાવથી ભરેલું છે, હોટેલમાં વેઈટ્રેસનું કામ કર્યું, ઘણી વખત રિજેક્ટ થઈ પણ હાર ન માની અને ટીવી એક્ટ્રેસમાંથી પોલિટિશિયન બની

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મૃતિનો જન્મ દિલ્હીના મલ્હોત્રા પરિવારમાં થયો હતો, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી
  • સ્મૃતિ ઈરાનીએ એક વખત જણાવ્યું હતું કે એક સમયે તેને ફિટ ન હોવાને કારણે એકતા કપૂરની ટીમે રિજેક્ટ કરી દીધી હતી

કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ટીવી એક્ટ્રેસ સ્મૃતિ ઈરાની અત્યારે પોતાના ફેટ ટૂ ફિટ ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં સ્મૃતિનું વજન ઘણું ઓછું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત સ્મૃતિએ લાલ સલામ નામની એક નોવેલ પણ લખી છે. સ્મૃતિ છેલ્લા 10 વર્ષથી આ નોવેલને લખી રહી હતી. ચાલો જોઈએ સ્મૃતિના જીવનના કેટલાક ફેક્ટ્સ...

હોટેલમાં વેઈટ્રેસનું કામ કર્યું
સ્મૃતિનો જન્મ દિલ્હીના મલ્હોત્રા પરિવારમાં થયો હતો. પંજાબી પિતા અને અસમિયા માતાની દીકરી સ્મૃતિના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. પિતા કુરિયર કંપની ચલાવતા હતા. સ્મૃતિએ સ્કૂલના અભ્યાસ બાદ કોરસ્પોન્ડન્સથી બી-કોમનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ પૂરો કરી શકી નહીં. તે હોટેલમાં વેઈટ્રેસ સુધીનું કામ કરી ચૂકી છે.

પિતાની મદદ માટે તે દિલ્હીમાં બ્યુટી પ્રોડક્ટસનું માર્કેટિંગ કરવા લાગી. આ દરમિયાન તેને કોઈએ મુંબઈમાં કિસ્મત અજમાવવાની સલાહ આપી. ત્યારબાદ તે મુંબઈ આવી. 1998માં તેને મિસ ઈન્ડિયા માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થયા, પરંતુ પિતાએ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની ના પાડી દીધી. આખરે માતાએ સાથે આપ્યો. માતાએ કોઈપણ રીતે પૈસાની વ્યવસ્થા કરીને સ્મૃતિને આપ્યા. સ્મૃતિ કોન્ટેસ્ટમાં ફાઈનલ સુધી પહોંચી, પરંતુ જીતી ન શકી. માતાને પૈસા પરત કરવા માટે સ્મૃતિ નોકરી શોધવા લાગી. જેટ એવરવેજમાં ફ્લાઈટ અટેન્ડેટ પદ માટે અપ્લાય કર્યું, પરંતુ સિલેક્શન ન થયું. ઘણા મોડલિંગ ઓડિશનમાં પણ રિજેક્ટ થયા. ત્યારબાદ તેને એક પ્રાઈવેટ જોબ કરી.

ક્યોંકિ સાસ...' માટે રિજેક્ટ થયા હતા
'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' 2000-08)માં તુલસી વિરાનીનો રોલ કરીને ફેમસ થયેલી સ્મૃતિ ઈરાનીએ એક વખત જણાવ્યું હતું કે એક સમયે તેને ફિટ ન હોવાને કારણે એકતા કપૂરની ટીમે રિજેક્ટ કરી દીધી હતી. ત્યારે એકતા કપૂરે તેમને સપોર્ટ કરતા શોમાં મુખ્ય રોલ આપ્યો હતો ત્યારબાદ સ્મૃતિની કિસ્મત બદલાઈ ગઈ.

ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા
વર્ષ 2001માં જ્યારે તેમને પારસી એન્ટપ્રેન્યોર ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા, ત્યારથી તે સ્મૃતિ ઈરાનીના નામથી જાણીતી થઈ. ઓક્ટોબર 2001માં તેને દીકરાને જન્મ આપ્યો, જેનું નામ જોહર રાખ્યું. બે વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર 2003માં તે દીકરી જોઈશની માતા બન્યા. તેની એક સાવકી દીકરી પણ છે શનેલ. શનેલ ઝુબિન અને તેની પહેલી પત્ની મોનાની પુત્રી છે.

2003માં ભાજપમાં એન્ટ્રી કરી.
2003માં ભાજપમાં એન્ટ્રી કરી.

આવી રહી રાજકીય સફર
સ્મૃતિ ઈરાની બાળપણથી જ RSSનો હિસ્સો રહ્યા છે. તેમના દાદાજી RSS સ્વયંસેવક હતા અને માતા જન સંઘી હતા. 2003માં BJP જોઈન કર્યા બાદ સ્મૃતિ 2004માં મહારાષ્ટ્ર યુથ વિંગની વાઈસ પ્રેસિડન્ટ બન્યા. 2004માં દિલ્હીના ચાંદની ચોક સીટ પરથી કોંગ્રેસના કપિલ સિબ્બલની વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. વર્ષ 2010માં સ્મૃતિ BJPના રાષ્ટ્રીય સચિવ અને મહિલા વિંગના અધ્યક્ષ બન્યા. વર્ષ 2014માં યુપીની અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીની સામે લોકસભા લડ્યા પરંતુ અહીં પણ હારી ગયા. તેમ છતાં મોદીએ તેમને કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી બનાવ્યા.વર્તમાનમાં તેઓ કેન્દ્રીય ટેક્સટાઈલ મિનિસ્ટર છે.