તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Fat to Fit:લેટેસ્ટ તસવીરોમાં સ્મૃતિ ઈરાનીનું જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન, વજન ઘટાડીને ફિટ થઈ ટીવીની તુલસી

મુંબઈ3 મહિનો પહેલા
 • સ્મૃતિ ઈરાનીનું બૉડી ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકોને પણ નવાઈ લાગી

ટીવી હોસ્ટ મનીષ પોલ હાલમાં જ એક્ટ્રેસ તથા મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને તેમના ઘરે મળવા ગયા હતો. મનીષે બુધવાર, 16 જૂનના રોજ આ મુલાકાતની તસવીર શૅર કરી હતી. આટલું જ નહીં મનીષે મજાકમાં કહ્યું હતું કે સ્મૃતિ ઈરાનીએ ચાને બદલા ઉકાળો પીવા આપ્યો હતો. તસવીરમાં સ્મૃતિ ઈરાની એકદમ જ ફિટ જોવા મળે છે.

મનિષ પોલે સ્મૃતિ ઈરાની સાથે થયેલી મુલાકાતની શૅર કરેલી તસવીરો

તસવીરમાં સ્મૃતિ બ્રાઉન રંગના સલવાર કમિઝમાં તથા મનીષ બ્લેક ટી શર્ટ તથા ડેનિમમાં જોવા મળે છે. મનીષે સો.મીડિયામાં તસવીરો પોસ્ટ કરીને કહ્યું હતું, 'સ્મૃતિમેમ એક કપ ઉકાળા માટે આભાર. શું સમય આવી ગયો છે. ચાને બદલે હવે બધા ઉકાળો પીવા લાગ્યા છે. જોકે, તમારો આભાર. તસવીર ક્લિક કરવા માટે જ માસ્ક કાઢ્યો હતો. તમામને પ્રેમ.' સ્મૃતિએ આ પોસ્ટ રી-પોસ્ટ કરીને કહ્યું હતું, 'ઉકાળા યુક્ત, ચિંતા મુક્ત.'

સ્મૃતિનું વજન ખાસ્સુ ઘટેલું જોવા મળ્યું
મનીષ પોલે જે તસવીરો શૅર કરી છે, તેને ધ્યાનથી જોવામાં આવે તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું વજન ખાસ્સું ઘટેલું જોવા મળે છે. સ્મૃતિ એકદમ ફિટ લાગે છે. તેમનું બૉડી ટ્રાન્ફોર્મેશન જોઈને ચાહકોને પણ નવાઈ લાગી હતી.

ગયા વર્ષે કોરોના થયો હતો
સ્મૃતિ ઈરાનીને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કોરોના થયો હતો. સ્મૃતિએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. સ્મૃતિએ કહ્યું હતું, 'આવું મારી સાથે ભાગ્યે જ થાય છે, જ્યારે મારે કોઈ વાત કહેવી છે અને મને શબ્દો મળતા નથી. હું સાવ સરળ રીતે કહું છું કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને મારા સંપર્કમાં આવેલા તમામ લોકો શક્ય તેટલી જલ્દી રિપોર્ટ કરાવે.'

2017માં ચર્ચા હતી કે સ્મૃતિ ઈરાની કિટો ડાયટ કરે છે

2017માં સ્મૃતિ ઈરાનીએ સો.મીડિયામાં બે તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં કિટો ચિકન લખ્યું હતું અને બીજી તસવીરમાં ડોનટ્સ હતા અને તેના પર લખવામાં આવ્યું હતું કે આજના દિવસની ખાંડ પૂરી. આ તસવીર પરથી એવી ચર્ચા થતી હતી કે સ્મૃતિ ઈરાની કિટો ડાયટ કરે છે. નોંધનીય છે કે કિટો ડાયટમાં વ્યક્તિએ હાઈ ફેટ તથા લૉ-કાર્બ લેવાના હોય છે. કિટો ડાયટમાં ચીઝ, ક્રીમ, બટર તથા ઘી લેવાનું હોય છે.

કોરોનાકાળમાં સ્મૃતિ ઈરાનીએ પોતાના મતવિસ્તારમાં ભરપૂર મદદ કરી
સ્મૃતિ લગભગ દર મહિને અમેઠીની જનતાને મળવા પહોંચે છે. કોઈ કોઈ વખતે મહિનામાં બે ટ્રિપ પણ કરે છે.

સ્મૃતિ ઈરાનીએ શું કર્યું?

 • 15 હજાર લોકોને રાશન આપ્યું.
 • 42 ઓક્સિજન કોન્સન્ટ્રેર્સ વહેંચ્યાં.
 • 1.85 લાખ N-95 માસ્ક વહેંચ્યાં.
 • 1.85 લાખ સાબુ આપ્યા.
 • 200 હાઈ કોન્સન્ટ્રેર્સ આપ્યાં.
 • આશા વર્કર્સ માટે 2 હજાર PPE કિટ
 • એક ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કર્યો.
સ્મૃતિ ઈરાનીએ મોકલાવેલા માસ્કને વહેંચતા પોલીસ અધિકારી.
સ્મૃતિ ઈરાનીએ મોકલાવેલા માસ્કને વહેંચતા પોલીસ અધિકારી.

દરેક વર્ગના લોકો સુધી સ્મૃતિએ મદદ પહોંચાડી

 • સ્મૃતિ ઈરાનીના ખાનગી સચિવ વિજય ગુપ્તાના જણાવ્યા મુજબ, તેમણે અમેઠીના દરેક વર્ગને મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ઓક્સિજન સંકટનો સામનો કરી રહેલા લોકોને પહેલા ઓક્સિજન કોન્સન્ટ્રેર્સ આપ્યાં અને હવે ઓક્સિજન પ્લાન્ટ લગડાવી રહ્યા છે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે 4 હજાર N-95 માસ્ક અને 4 હજાર સાબુ પણ મોકલાવ્યાં.
 • બે હજાર આંગણવાડીના કર્મચારીઓ માટે 8 હજાર N-95 માસ્ક, 8 હજાર સાબુની વ્યવસ્થા કરી. 2 હજાર આશાવર્કર્સને 8 હજાર N-95 માસ્ક, 8 હજાર સાબુ અને 2 હજાર PPE કિટ ઉપલબ્ધ કરાવી.
 • વકીલો, પત્રકારો, અખબારના વિતરકો અને મંદિરના પૂજારીઓમાં 1.50 લાખ N-95 માસ્ક અને 1.50 લાખ સાબુ આપ્યા.