ફેશન પર જ્ઞાન આપવું ભારે પડ્યું:રાહુલ વૈદ્યે કહ્યું- 'ફેશનના નામ પર લોકો ન્યૂડ ફોટો શૅર કરશે', યુઝર્સે સિંગરની પત્નીની બિકીની તસવીર શૅર કરી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહુલ વૈદ્યે સો.મીડિયામાં ફેશન ટ્રેન્ડ અંગે પોસ્ટ શૅર કરી

ફેશન વર્લ્ડમાં રોજે રોજ નવા નવા ટ્રેન્ડ આવતા રહેતા હોય છે. મોર્ડન ટાઇમમાં ટૂંકા કપડાંને ગ્લેમરસ માનવામાં આવે છે. અલગ ઓળખ બનાવવા માટે ઘણીવાર અનેક લોકો મર્યાદા પાર કરી જતા હોય છે. સિંગર તથા 'બિગ બોસ' ફૅમ રાહુલ વૈદ્યે આ અંગે ચિંતા પ્રગટ કરી હતી. આ જ કારણે રાહુલને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો છે.

રાહુલ વૈદ્યે રિવીલિંગ ફેશન અંગે પોસ્ટ શૅર કરી
રાહુલ વૈદ્યે કોઈનું પણ નામ લીધા વગર રિવીલિંગ કપડાં પહેરતા લોકોને આડેહાથ લીધા હતાં. રાહુલે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'મેં આજે સો.મીડિયામાં એક તસવીર જોઈ હતી. આ તસવીર મને મારી પત્નીએ મોકલી હતી. મારા શબ્દોને યાદ રાખજો, આગામી વર્ષોમાં ફેશન તથા ટ્રેન્ડના નામ પર લોકો ન્યૂડ તસવીર પોસ્ટ કરશે. પુરાવા તરીકે આ પોસ્ટ સેવ કરી રાખજો.'

શું રાહુલે ઉર્ફી અંગે આ પોસ્ટ શૅર કરી?
રાહુલે નામ લીધા વગર આ પોસ્ટ શૅર કરી છે. જોકે, સો.મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે રાહુલ વૈદ્યે ઉર્ફી જાવેદ પર કમેન્ટ કરી હતી. ઉર્ફી તાજેતરમાં જ ન્યૂડ રંગના અન્ડરગાર્મેન્ટ સાથે જોવા મળી હતી. એક યુઝરે રાહુલને રિપ્લાય આપતા કહ્યું હતું, 'મને લાગે છે કે તે આને કહી રહ્યો છે.'

ફેશન પર જ્ઞાન આપતા રાહુલ ટ્રોલ થયો
રાહુલ વૈદ્યની આ કમેન્ટ અનેક યુઝર્સને પસંદ આવી નથી. કેટલાંક યુઝર્સે રાહુલની પત્ની દિશા પરમાની બિકીની તસવીર શૅર કરીને કહ્યું હતું કે ક્યાંક એ તસવીર અંગે તો નથી કહેતો ને? ઘણાં યુઝર્સે રાહુલ વૈદ્યની શર્ટલેસ ફોટો શૅર કરીને ખરું-ખોટું સંભળાવ્યું હતું.

ઉર્ફી જાવેદની વાત કરીએ તો તે 'બિગ બોસ OTT'ને કારણે ચર્ચામાં આવી છે. ઉર્ફી પોતાના ચિત્ર વિચિત્ર કપડાંને કારણે વિવાદમાં રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...