વેડિંગ:સિંગર રાહુલ વૈદ્યે દિશા પરમાર સાથે લગ્ન કર્યાં, જાનમાં વરરાજાએ જાનૈયાઓ સાથે ડાન્સની જમાવટ કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • રાહુલ-દિશાના વેડિંગ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા.

'બિગ બોસ 14' ફૅમ રાહુલ વૈદ્યે દિશા પરમાર સાથે આજે એટલે કે 16 જુલાઈના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ઇનસાઇડ વીડિયો તથા તસવીરો સો.મીડિયામાં વાઇરલ છે. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. રાહુલ જાન લઈને આવ્યો ત્યારે તેના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. તેણે મિત્રો સાથે કમાલનો ડાન્સ કર્યો હતો.

બધાએ એક જેવી શેરવાની પહેરી
જાનમાં રાહુલની સાથે આવેલા મિત્રોએ એક જેવી શેરવાની પહેરી હતી. જાનમાં રાહુલના મિત્રોએ ગુલાબી રંગનો સાફો પહેર્યો હતો. 'બિગ બોસ' ફૅમ અલી ગોની પણ આવ્યો હતો. તેણે રાહુલની મોજડી સંભાળીને રાખી હતી.

રાહુલના મિત્રે નાગિન ડાન્સ કર્યો
રાહુલની જાનમાં મ્યૂઝિક કમ્પોઝર શ્રેયસ પુરાણિકે નાગિન ડાન્સ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રેયસે આ વર્ષે જાન્યુઆરીમાં સિંગર ઐશ્વર્યા ભંડારી સાથે લગ્ન કર્યાં હતાં. રાહુલ તથા શ્રેયસે કેટલાંક મ્યૂઝિક સોંગમાં સાથે કામ કર્યું છે.

દિશા-રાહુલના વેડિંગ તસવીરોમાં....

​​​​​​આ પહેલાં મહેંદી-હલ્દી સેરેમની થઈ
રાહુલ તથા દિશાની મહેંદી તથા હલ્દી સેરેમની યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ કપલ 'બિગ બોસ' દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. રાહુલે નેશનલ ટીવી પર દિશાને પ્રપોઝ કર્યું હતું.

સો.મીડિયામાં ચેટિંગથી પ્રેમ થયો
રાહુલે કહ્યું હતું કે તેણે ગીત 'મેરે રશ્કે કમર' કર્યું હતું અને આ ગીત ઘણું જ વાઇરલ થયું હતું. દિશાએ તેના સો.મીડિયા અકાઉન્ટમાં મેસેજ કરીને કહ્યું હતું કે તેને આ ગીત ઘણું જ ગમ્યું. આ રીતે તેણે સો.મીડિયામાં એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી હતી.