મિકા દી વોટી:45 વર્ષીય સિંગર મિકા સિંહે સ્વયંવરમાં વર્ષો જૂની મિત્ર આકાંક્ષા પુરીને લાઇફ પાર્ટનર તરીકે પસંદ કરી

મુંબઈ21 દિવસ પહેલા

45 વર્ષીય સિંગર મિકા સિંહના સ્વયંવર 'મિકા દી વોટી'ની ગ્રાન્ડ ફિનાલે હાલમાં જ યોજાઈ ગઈ. આ શોને આકાંક્ષા પુરીએ જીત્યો છે. મિકાએ આકાંક્ષાને પોતાની લાઇફ પાર્ટનર તરીકે પસંદ કરી છે. ફિનાલેમાં 33 વર્ષીય આકાંક્ષા ઉપરાંત પ્રાણતિકા દાસ તથા નીત મહલ હતા. આ ત્રણેય સ્પર્ધકોની હલ્દી, મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. મિકાએ આકાંક્ષા પુરીના ગળામાં માળા પહેરાવી હતી.

હજી સુધી લગ્ન કર્યા નથી
સ્ટેજ પર મિકા તથા આકાંક્ષાએ લગ્ન કર્યા નથી. તેણે માળા પહેરાવીને એ વાતનો સંકેત આપ્યો કે આકાંક્ષા તેની લાઇફ પાર્ટનર છે. મિકા કેમેરાથી દૂર આકાંક્ષા સાથે થોડો સમય પસાર કરવા માગે છે અને પછી લગ્ન કરશે. મિકા, આકાંક્ષાના પરિવારને મળ્યો હતો અને તેમના આશીર્વાદ લીધા હતા.

વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી લીધી હતી
આકાંક્ષાએ શોમાં વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી લીધી હતી. આકાંક્ષાની એન્ટ્રી થતાં જ ચર્ચા થવા લાગી હતી કે આ શો આકાંક્ષા જ જીતશે.

12 વર્ષથી મિત્રો છે
આકાંક્ષા તથા મિકા વચ્ચે છેલ્લાં 12 વર્ષથી મિત્રતા છે. ગયા વર્ષે બંનેના લગ્નની ચર્ચા પણ થઈ હતી. આકાંક્ષાએ ગુરુદ્વારામાં આશીર્વાદ લેતા હોય તેવો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં એવી ચર્ચા થવા લાગી હતી કે બંનેએ લગ્ન કરી લીધા છે. જોકે, આકાંક્ષાએ ચોખવટ કરી હતી કે તેઓ ગુરુદ્વારામાં પૂજા કરવા માટે ગયા હતા.

કોણ છે આકાંક્ષા?
આકાંક્ષાએ 2013માં તમિળ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં 2015માં મધુર ભંડારકરની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી હિંદી ડેબ્યૂ કર્યું હતું. આકાંક્ષા છેલ્લે 2019માં તમિળ ફિલ્મ 'એક્શન'માં જોવા મળી હતી. સિરિયલની વાત કરીએ તો તે 'વિધ્નહર્તા ગણેશ'માં દેવી પાર્વતીના રોલમાં જોવા મળી હતી. આકાંક્ષાએ વિવિધ મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું.

પારસ છાબરા સાથે અફેર હતું
આકાંક્ષા પુરીનું 'બિગ બોસ' ફૅમ પારસ છાબરા સાથે અફેર હતું. પારસ 'બિગ બોસ'ના શોમાં આવ્યો તો તેણે ઘરની અંદર માહિરા શર્મા સાથે નિકટતા કેળવી હતી. થોડાં સમય બાદ આકાંક્ષા તથા પારસના સંબંધો તૂટી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...