મીકા સિંહનો રોમેન્ટિક મિજાજ:'ઈન્ડિયા પ્રો મ્યૂઝિક લીગ'ના સ્ટેજ પર ભૂમિ ત્રિવેદીને પ્રપોઝ કર્યું, ઘૂંટણીયે બેસીને પૂછ્યું- 'મુઝસે શાદી કરોગી'

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

રોમેન્ટિક મિજાજના મીકા સિંહે 'ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગ'ના સ્ટેજ પર ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીને પ્રપોઝ કર્યું હતું. વાસ્તવમાં યુવા હાસ્ય કલાકાર દિવ્યાંશ ત્રિવેદીએ મીકાને આ આઈડિયા આપ્યો હતો કે જો તે ભૂમિને પ્રપોઝ કરે તો કંઈક વાત બનશે. મીકા તથા ભૂમિએ પહેલાં તો આ વાત હસવામાં કાઢી નાખી હતી. જોકે, એક દિવસ મીકાએ 'મુઝસે શાદી કરોગી'ના ગીત પર પર્ફોર્મ કરીને ભૂમિને પ્રપોઝ કર્યું હતું. મીકાએ ફિલ્મી સ્ટાઈલમાં ઘૂંટણ પર બેસીને ભૂમિને પ્રપોઝ કર્યું હતું.

મીકાએ ભૂમિને કહ્યું, 'મુઝસે શાદી કરોગી?'
મીકાએ કહ્યું હતું, 'બધા લોકો ભૂમિ સાથે જોડાયેલા છે. તો મેં વિચાર્યું કે હું પણ ભૂમિ સાથે જોડાઉં.' આના પર ભૂમિએ જવાબ આપ્યો હતો, 'પણ હું તો અહીંયા તમારા માટે દુલ્હન શોધવા આવી છું.' ત્યારબાદ જાવેદ અલીએ મજાકમાં કહ્યું હતું, 'મીકાનું કામ થઈ જાય એમ છે, જો તે પંજાબ છોડીને ગુજરાત આવે તો.' આના પર અસીસ કૌરે કહ્યું હતું, 'ભાભી તો પંજાબથી જ આવશે.'

સ્ટેજ ભૂમિ ત્રિવેદી તથા મીકા સિંહ

સલમાન ખાન બ્રાન્ડ એમ્બેસેડર
હાઈ બજેટ સંગીત રિયાલિટી શો 'ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગ'માં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. શો માટે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આ રિયાલિટી શોમાં અનેક પ્રતિભાશાળી સંગીતકાર તથા ગાયક ટીવી શોનો હિસ્સો બન્યા છે. આ શોમાં અલગ અલગ છ ટીમ જોવા મળે છે, જેમાં 'દિવ્યભાસ્કર ગુજરાત રૉકર્સ' પણ સામેલ છે. આ શોને વલુશ્ચા તથા કરન વાહી હોસ્ટ કરે છે.

દરેક ટીમમાં એક કેપ્ટન
આ શોમાં ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં એક લોકપ્રિય પ્લેબેક સિંગર, જેમાં એક પુરુષ તથા એક મહિલા ગાયક તથા એક કેપ્ટન જોવા મળે છે. મિકા સિંહ, કૈલાશ ખેર, સાજિદ ખાન, શાન, અંકિત તિવારી, જાવેદ અલી, અસીસ કૌર, ભૂમિ ત્રિવેદી, આકૃતિ કાકર, પાયલ દેવ, નેહા ભસીન, શિલ્પા રાવને સિક્સ ઝોનલ ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ છ ટીમ છે
ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગમાં મુંબઈ વોરિયર્સ, દિલ્હી ધુરંધર, યુપી દબંગ, પંજાબ લાયન્સ, બંગાલ ટાઈગર્સ તથા દિવ્યભાસ્કર ગુજરાત રૉકર્સની ટીમ છે. ઈન્ડિયન પ્રો મ્યૂઝિક લીગની એન્થમને દાનિશ સાબરી, પરેશ હિંગુ, પ્રશાંત હિંગોલ, પેરી જી તથા સાજિદ ખાને લખી છે.