તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાદોમાં સિદ્ધાર્થ:દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું બેસણું આજે સાંજે 5 વાગે, ચાહકો પણ ઓનલાઇન જોડાઈ શકશે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધાર્થના મૃત્યુના 5 દિવસ બાદ પરિવારે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું

એક્ટર તથા 'બિગ બોસ 13'ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. તેના અંતિમ સંસ્કાર 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા. 40 વર્ષીય સિદ્ધાર્થનું નાની ઉંમરમાં અવસાન થતાં ચાહકો, ફ્રેન્ડ્સ, પરિવાર, ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ આઘાતમાં છે. હવે સિદ્ધાર્થ શુક્લાનું બેસણું આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે યોજવામાં આવ્યું છે. સિદ્ધાર્થની મમ્મી રીટા શુક્લા, બહેનો નીતુ તથા પ્રીતિએ સ્પેશિયલ પ્રાર્થના સભા યોજી છે. આ વાતની માહિતી એક્ટર કરનવીર બોહરાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને આપી હતી.

શું છે પોસ્ટમાં?
કરનવીર બોહરાએ શૅર કરેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે, 'આવો, આપણે બધા આજે સાંજે 5 વાગે આપણાં મિત્ર સિદ્ધાર્થ્ શુક્લા માટે વિશેષ પ્રાર્થના સભા માટે એક સાથે જોડાઈએ. આનું આયોજન તેની માતા રીટા આંટી, તેની બહેન નીતુ તથા પ્રીતિ અને બ્રહ્માકુમારીએ કર્યું છે. ભાઈ, સિદ્ધાર્થ બીજી તરફ ફરી મળીએ.'

ચાહકો ઓનલાઇન જોડાઈ શકશે
ચાહકોના પ્રેમ તથા કોરોનાને ધ્યાનમાં રાખીને પરિવારે પ્રેયર મીટ ઓનલાઇન રાખવાનો નિર્ણય લીધો છે. કરનવીરે પોસ્ટ કરેલા પોસ્ટરમાં એક ઝૂમ લિંક આપવામાં આવી છે. આ લિંકના માધ્યમથી ચાહકો સાંજે પાંચ વાગે પ્રેયર મીટમાં જોડાઈ શકશે. પ્રેયસ મીટમાં બ્રહ્માકુમારીના યોગિની દીદી મેડિટેશન કરાવશે.

બ્રહ્માકુમારી સમાજ સાથે જોડાયેલો હતો
સિદ્ધાર્થ શુક્લા બ્રહ્માકુમારી સમાજ સાથે જોડાયેલો હતો. પ્રેયર મીટમાં એક્ટરની આત્માને સિસ્ટર શિવાની તથા બ્રહ્માકુમારી આશીર્વાદ આપશે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર બ્રહ્માકુમારી સમાજના રીત રિવાજ સાથે કરવામાં આવ્યા હતા.

પરિવારે કહ્યું, સિદ્ધાર્થને વિચારો ને પ્રેયર્સમાં યાદ રાખો
સિદ્ધાર્થના મૃત્યુના પાંચ દિવસ પછી પરિવારે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે, 'સિદ્ધાર્થની જર્નીમાં સામેલ થનારા તથા તેના પ્રત્યે પ્રેમ બતાવનારા દરેકનો દિલથી આભાર. આ નિશ્ચિત રીતે અંત નથી, હવે તે આપણા દરેકના હૃદયમાં રહેશે. સિદ્ધાર્થને તેની પ્રાઇવસી ઘણી જ પસંદ હતી અને તેથી જ અમે વિનંતી કરીએ છીએ કે તેના પરિવારને આ દુઃખની ઘડીમાં પ્રાઇવસી આપવામાં આવશે. મુંબઈ પોલીસનો ખાસ આભાર. તેમણે શીલ્ડ બનીને અમારું રક્ષણ કર્યું. મહેરબાની કરીને તેને વિચારો તથા પ્રાર્થનામાં યાદ રાખો. ઓમ શાંતિ - શુક્લા પરિવાર.'