તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 એક્ટ્રેસ સાથે સિદ્ધાર્થનું નામ જોડાયું:કાજોલની બહેન તનિષા સાથેના રિલેશન પર હંમેશાં ચૂપ રહ્યો, ભાભીજી ફૅમ શિલ્પાએ કહ્યું હતું, ‘ગુસ્સામાં સિદ્ધાર્થે ઘણીવાર મારપીટ કરી’

14 દિવસ પહેલા
  • આકાંક્ષા પુરીએ કહ્યું હતું, અમારી દોસ્તી ક્યારેય ડેટિંગ સુધી ના પહોંચી
  • શેફાલી જરીવાલા અને સિદ્ધાર્થ દોઢ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં

‘બાલિકાવધૂ’, ‘દિલ સે દિલ તક’ જેવા શોઝ, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ફિલ્મ અને ‘બ્રોકન બટ બ્યુટિફુલ 3’ સિરીઝમાં દેખાઈ ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાએ તેના ચાહકોને આઘાતમાં મૂકી દુનિયાને અલવિદા કહી દીધું. બિગ બોસ 13 પછી સિદ્ધાર્થ શુક્લાનું નામ શેહનાઝ ગિલ સાથે જોડાયું હતું.

સોશિયલ મીડિયા પર પણ હાલ ઘણા દિવસથી સિડનાઝ ટ્રેન્ડ થઇ રહ્યું હતું, જોકે હવે આ જોડી તૂટી ગઈ છે. શેહનાઝ ગિલ પહેલાં પણ સિદ્ધાર્થ શુક્લાનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયું હતું, જાણીએ આ એક્ટ્રેસ કોણ-કોણ છે..

રશ્મિ દેસાઈ: ‘દિલ સે દિલ તક’ શોમાં બંનેનાં દિલ મળ્યાં હતાં
વર્ષ 2017માં રિલીઝ થયેલો શો ‘દિલ સે દિલ તક’માં સિદ્ધાર્થ શુક્લા રશ્મિ દેસાઈનો ઓનસ્ક્રીન પતિ બન્યો હતો. આ દરમિયાન એવી ચર્ચાઓ થઇ હતી કે બંને રિયલ લાઈફમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે આ કપલે જાહેરમાં ક્યારેય તેમણે રિલેશન વિશે કહ્યું નહોતું. થોડા દિવસ પછી બંનેના ઝઘડા લાઈમલાઈટમાં રહ્યા. બંને રિયાલિટી શો બોગ બોસ 13માં સાથે દેખાયાં હતાં, અહીં બંને વચ્ચે ભૂતકાળના રિલેશનને લઈને ઘણા ઝઘડા થયા હતા.

‘દિલ સે દિલ તક’ના ઘણા કલાકારોનું કહેવું છે કે રશ્મિને સિદ્ધાર્થ ગમતો હતો અને બંને વચ્ચે વાતચીત પણ થતી હતી, પરંતુ એક ટ્રિપ પરથી પરત આવ્યા પછી અચાનક બને વચ્ચે લડાઈઓ શરૂ થઇ ગઈ. એક ઝઘડામાં તો રશ્મિએ બિગ બોસ હાઉસમાં સિદ્ધાર્થ પર ચા ફેંકી હતી.

શેફાલી જરીવાલા: દોઢ વર્ષ સુધી બંને રિલેશનશિપમાં રહ્યાં હતાં
કાંટા લગા ફૅમ એક્ટ્રેસ શેફાલી ઝરીવાલાએ બિગ બોસ 13માં ભાગ લીધો હતો. આ દરમિયાન શેફાલીએ ખુલાસો કર્યો હતો કે ઘણાં વર્ષો પહેલાં તે સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનમાં રહી ચૂકી છે. બંનેનું રિલેશન દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું. જોકે બંને વચ્ચે અણબનાવ થતાં છૂટા પડ્યાં હતાં. શેફાલી જરીવાલાએ એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા છે.

દૃષ્ટિ ધામી: બંને ‘દિલ મિલ ગયે’માં મળ્યાં હતાં
મધુબાલા, દિલ મિલ ગયે જેવા શોઝમાં દેખાયેલી દૃષ્ટિ ધામીનું નામ સિદ્ધાર્થ સાથે જોડાઈ ચૂક્યું છે. સિદ્ધાર્થ અને એક્ટ્રેસ બંનેએ વર્ષ 2013માં ‘ઝલક દિખ લા જા-6’ શોમાં ભાગ લીધો હતો. આ શોમાં બંને એકબીજાની વધારે નજીક આવ્યાં હતાં, જોકે આ રિલેશન વધારે સમય સુધી ચાલ્યું નહોતું.

શિલ્પા શિંદે: સિદ્ધાર્થ ઘણો પઝેસિવ હતો
‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરનારી શિલ્પા શિંદે પણ સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનમાં રહી ચૂકી છે. થોડા સમય પહેલાં શિલ્પાએ તેની અને સિદ્ધાર્થ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ શૅર કર્યું હતું. એમાં એક્ટર વાંધાજનક વાતો કરી રહ્યો હતો. શિલ્પાએ દાવો કર્યો હતો કે સિદ્ધાર્થ ઘણો પઝેસિવ હતો અને તેણે ઘણીવાર મને લાફા માર્યા હતા.

પવિત્ર પૂનિયા: ‘લવ યુ ઝિંદગી શો’ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યાં હતાં
હાલ એઝાઝ ખાનને ડેટ કરી રહેલી પવિત્ર પૂનિયાનું નામ સિદ્ધાર્થ સાથે જોડાઈ ચૂક્યું છે. પવિત્ર અને સિદ્ધાર્થ વર્ષ 2011માં શો ‘લવ યુ ઝિંદગી’માં સાથે કામ કર્યું હતું, એ પછી બંને વચ્ચે અફેરની અફવા ઊડી હતી.

આકાંક્ષા પુરી: દોસ્તી ક્યારેય ડેટિંગ સુધી ના પહોંચી
સિદ્ધાર્થ શુક્લાનું નામ એક્ટ્રેસ આકાંક્ષા પુરી સાથે જોડાયું હતું. શો દરમિયાન સિદ્ધાર્થ અને પારસ સારા મિત્રો હતાં. એ સમયે પારસ આકાંક્ષાનો બોયફ્રેન્ડ હતો. શો દરમિયાન અફવા ઊડી હતી કે સિદ્ધાર્થ અને આકાંક્ષા રિલેશનમાં હતાં. એને લીધે સિદ્ધાર્થ અને પારસના સંબંધ બગડ્યા હતા.

એક ઇન્ટરવ્યુમાં આકાંક્ષાએ કહ્યું હતું કે સિદ્ધાર્થ અને મારા લિંકઅપની અફવા ઊડી હતી, એને લીધે પારસ દુઃખી છે. હું અને સિદ્ધાર્થ હજુ પણ ટચમાં છીએ અને અમે હજુ પણ એકબીજાને મળીએ છીએ. અમારા બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી પણ સિદ્ધાર્થ ક્યારેય આ મિત્રતાને ડેટિંગ સુધી ના લઇ ગયો. સિદ્ધાર્થ મારા માટે સ્પેશિયલ છે અને હંમેશાં રહેશે.

તનિષા મુખર્જી: હંમેશાં રિલેશન માટે મૌન રાખ્યું
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની બહેન તનિષા મુખર્જીનું નામ પણ સિદ્ધાર્થ સાથે જોડાઈ ચૂક્યું છે. બંને ઘણીવાર સાથે પણ જોવા મળ્યાં. તેમના અફેરની ચર્ચાઓ પણ થતી હતી, પણ બંનેએ ક્યારેય કોઈ રિએક્શન ના આપ્યું.

સ્મિતા બંસલ: ફોટો વાઇરલ થયો, પરંતુ રિલેશન ના સ્વીકાર્યું
સિદ્ધાર્થ શુક્લાનું નામ 'બાલિકાવધૂ'ની એક્ટ્રેસ સ્મિતા બંસલ સાથે પણ જોડાઈ ચૂક્યું હતું. દુબઈથી બંનેના અમુક ફોટો વાઇરલ થયા ત્યારે તેમના રિલેશનની ચર્ચાઓ થવા લાગી. જોકે કપલે આ વાતો ખોટી કહી. સ્મિતાએ એક ઇન્ટરવ્યુમાં સિદ્ધાર્થ સાથેના રિલેશનને એક અફવા કહી. એક્ટ્રેસે કહ્યું હતું કે હું દુબઈમાં એક શોરૂમ લોન્ચની ઇવેન્ટમાં ગઈ હતી અને મારા દાંમ્પત્ય જીવનથી ઘણી ખુશ છું.