લાસ્ટ પોસ્ટ:સિદ્ધાર્થ શુક્લાની હાર્ટબીટવાળી પોસ્ટ વાઇરલ, મોતના ત્રણ દિવસ પહેલાં છેલ્લી પોસ્ટ શૅર કરી હતી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધાર્થે પેરાલિમ્પક વિનર્સને સો.મીડિયામાં શુભેચ્છા પાઠવી હતી.

ટીવીનો મોસ્ટ ચાર્મિંગ એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે. સિદ્ધાર્થના અવસાનના સમાચાર ઇન્ડસ્ટ્રી માટે આઘાતજનક છે. સિદ્ધાર્થ સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ હતો. તેણે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં જ પોસ્ટ શૅર કરી હતી.

પેરાલમ્પિક માટે વિનર્સને શુભેચ્છા પાઠવી હતી

સો.મીડિયામાં એક્ટિવ રહેતો હતો. તેણે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં એટલે કે 30 ઓગસ્ટના રોજ પેરાલમ્પિક વિનર્સને શુભેચ્છા પાઠવતી પોસ્ટ શૅર કરી હતી. તેણે સુમિત અંટિલ તથા અવની લેખારાને શુભેચ્છા પાઠવી હતી.

સિદ્ધાર્થની છેલ્લી પોસ્ટ હાર્ટ લાઇન દશાવે છે

સિદ્ધાર્થનું અવસાન હાર્ટ અટેકથી થયું છે. સૌથી નવાઈની વાત એ છે કે શુક્લાની છેલ્લી પોસ્ટ પણ હાર્ટ લાઇન દર્શાવી રહી છે. સિદ્ધાર્થે સો.મીડિયામાં #TheHeroesWeOwe કરીને ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં એક સિદ્ધાર્થે એક તસવીર હાથમાં રાખી હતી. આ તસવીરમાં હાર્ટ લાઇન હતી. આ પોસ્ટમાં તેણે ફ્રન્ટલાઇન વર્ક્સના વખાણ કર્યા હતા. આ પોસ્ટ સિદ્ધાર્થે 24 ઓગસ્ટે કરી હતી.