સ્પોર્ટ્સ લવ:સિદ્ધાર્થ શુક્લાને ફૂટબોલ પ્રત્યે ખૂબ લગાવ હતો, મુંબઈમાં યોજાયેલી ઇટાલીના ફેમસ ફૂટબોલ ક્લબની મેચમાં ભાગ લીધો હતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટર સોશિયલ મીડિયા પર ફૂટબોલ ટીમની ટીશર્ટ પહેરીને ફોટો શૅર કરતો હતો

બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાની અણધારી વિદાયથી સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી અને ચાહકો આઘાતમાં છે. 40 વર્ષની ઉંમરે એક્ટરને હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું છે. સિદ્ધાર્થ સોશિયલ મીડિયા પણ ઘણો એક્ટિવ હતો અને ટીવી ઇન્ડસ્ટ્રીનો ફેમસ ચહેરો હતો. એક્ટિંગ ઉપરાંત સિદ્ધાર્થને ફૂટબોલ પ્રત્યે ખૂબ લગાવ હતો. તે સમયાંતરે પોતાના સોશિયલ અકાઉન્ટમાં કોઈ મેચ હોય કે કોઈ ટિમ જીતી હોય તેની પોસ્ટ શૅર કરતો રહેતો હતો.

મુંબઈમાં યોજાયેલી મેચમાં એક્ટરે ભાગ લીધો હતો
સિદ્ધાર્થના ફૂટબોલ પ્રેમની વાત કરીએ તો ઇટાલીના ફેમસ ફૂટબોલ ક્લબ A.C મિલાનમાં અંડર-19 ટિમ વિરુદ્ધની એક મેચમાં ભાગ લીધો હતો અને પોતાના સ્પોર્ટ્સ ટેલેન્ટની ઝાંખી કરાવી હતી. A.C મિલાન અંડર 19ની ટીમ ફેસ્ટા ઈટાલઈયાના માટે મુંબઈના પ્રવાસે આવી હતી. આ દરમિયાન એક મેચ રમાઈ હતી જેમાં એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.

સિદ્ધાર્થે ફૂટબોલની જર્સી પહેરીને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. લોકડાઉન દરમિયાન તેણે એક ફોટો શૅર કરીને લખ્યું હતું, જો જીવન એક સ્પોર્ટ છે તો સ્પોર્ટ્સમેનના સ્પિરિટ સાથે રમો.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે શરૂઆતમાં સિદ્ધાર્થનો રસ મોડલિંગ અને એક્ટિંગમાં નહોતો. તે પહેલેથી બિઝનેસ અને સારો ખેલાડી બનાવ માગતો હતો.

2014માં સૌથી ફિટ એક્ટર બન્યો હતો
સિદ્ધાર્થે મોડલિંગમાંથી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો. સિદ્ધાર્થ ઘણો જ યંગ તથા ફિટ હતો. ટીવી શો 'બાબુલ કા આંગન છૂટે ના' તથા 'બાલિકા વધુ' જેવા શો દરમિયાન સિદ્ધાર્થની સ્લિમ બોડી જોવા મળી હતી. 2014માં સિદ્ધાર્થને સૌથી ફિટ એક્ટરનો ઝી ગોલ્ડ અવોર્ડ મળ્યો હતો. તેને 2015માં 'વેલનેસ આઇકન ઓફ ધ યર'નો જિયોસ્પા એશિયાસ્પા ઇન્ડિયા અવોર્ડ મળ્યો હતો. 2012માં ફિઝિકલ ફિટનેસ માટે સિદ્ધાર્થને સિંથ ગ્લોબલ સ્પા ફિટ એન્ડ ફેબ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

હેલ્થી લાઇફસ્ટાઇલ જીવતો હતો
વિવાદમાં રહ્યા બાદ સિદ્ધાર્થે 2019માં 'બિગ બોસ 13'ની ટ્રોફી જીતી હતી. શો દરમિયાન સિદ્ધાર્થ રોજ વર્કઆઉટ કરતો હતો અને હેલ્થી ડાયટ ફોલો કરતો હતો. શોમાંથી બહાર આવ્યા બાદ એક્ટરે ફરી ફિટ બોડી હાંસલ કરી હતી

અન્ય સમાચારો પણ છે...