શંકાસ્પદ મોત:સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતાં પહેલાં શેની દવાઓ લીધી હતી? દવાઓ જ આ ટેલન્ટેડ એક્ટરને ભરખી ગઈ? મોતનું રહસ્ય ઘેરાયું

મુંબઈ2 મહિનો પહેલા
  • સિદ્ધાર્થ શુક્લા છેલ્લા કેટલાક સમયથી દવાઓ લેતો હતો અને એને કારણે તેનું વજન વધ્યું હતું

'બિગ બોસ' વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ-અટેકથી અવસાન થયું છે. સિદ્ધાર્થ શુક્લા માત્ર 40 વર્ષનો હતો. ચાહકો માટે આ સમાચાર પર ઘણા જ શોકિંગ છે. ટીવીથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે.

સૂતાં પહેલાં દવા લીધી હતી
સૂત્રોના મતે, સિદ્ધાર્થે સૂતાં પહેલાં કેટલીક દવાઓ ખાધી હતી. ત્યાર બાદ તે સવારે ઊઠી શક્યો નહીં. સિદ્ધાર્થને પછી તરત જ કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે તે હોસ્પિટલ પહોંચે એ પહેલાં તેનું અવસાન થઈ ચૂક્યું હતું. ડૉક્ટર્સના મતે, સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ-અટેક આવ્યો છે. જોકે સિદ્ધાર્થને દવાના ઓવરડોઝને કારણે હાર્ટ-અટેક આવ્યો છે કે પછી એમ જ હાર્ટ-અટેક આવ્યો છે એ વાત પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડશે. સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેના પરિવારના મતે, સિદ્ધાર્થ ગઈકાલ રાત (1 સપ્ટેમ્બર, બુધવાર) સુધી એકદમ ફિટ હતો.

10 ઓગસ્ટે સો.મીડિયામાં આ વાત કહી હતી

10 ઓગસ્ટે સો.મીડિયામાં એક ચાહકે સિદ્ધાર્થને એમ કહ્યું હતું કે તેણે પોતાના ફિઝિક પર ધ્યાન આપવાની જરૂર છે, જેના જવાબમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે દવાઓ લઈ રહ્યો છે અને એની સાઇડ ઇફેક્ટને કારણે તેનું વજન વધ્યું છે. તે થોડા સમય બાદ એકદમ ઠીક થઈ જશે.

શેહનાઝ ગિલે અધવચ્ચે શૂટિંગ છોડ્યું
સૂત્રોના મતે, સિદ્ધાર્થની નિકટની મિત્ર શેહનાઝને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેણે અધવચ્ચે શૂટિંગ છોડી દીધું છે. ઉલ્લેખનીય છે કે શેહનાઝ તથા સિદ્ધાર્થ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. થોડા સમય પહેલાં બને ટીવી રિયાલિટી શો 'ડાન્સ દિવાને'માં સાથે જોવા મળ્યાં હતાં.

મુંબઈમાં જન્મ
સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે 'બાબુલ કા અંગના છૂટે ના'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.