તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોપટલાલની હિસ્ટ્રી:શ્યામ પાઠકે 'તારક મહેતા..' પહેલાં ચાઇનીઝ ફિલ્મમાં કામ કર્યું હતું, વીડિયો શૅર કર્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'લસ્ટ કૉશન' ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનાર શ્યામ પાઠકે ઇન્ટરનેશનલ ફિલ્મમાં કામ કર્યું હતું. શ્યામે એક ચીની ફિલ્મમાં કામ કર્યું હતું. શ્યામની તે ફિલ્મ 'લસ્ટ કૉશન'નો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. શ્યામ પાઠકે સો.મીડિયામાં આ ફિલ્મનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મારા જૂના કામમાંથી એક.' આ સીનમાં અનુપમ ખેર પણ હતા

એંગ લીએ ફિલ્મ ડિરેક્ટ કરી હતી
એંગ લીએ ડિરેક્ટર કરેલી 'લસ્ટ કૉશન' બીજા વિશ્વ યુદ્ધ પર આધારિત જાસૂસી નાટક છે. આ ફિલ્મમાં એક યુવા મહિલાની વાત છે. તે શક્તિશાળી રાજકીય વ્યક્તિની હત્યાના આયોજનમાં સામેલ થાય છે, પરંતુ પછી તે દુશ્મનની સાથે ભાવનાત્મક રીતે જોડાય છે. ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી. વીડિયોમાં શ્યામ પાઠક ચાઇનીઝ મહિલા સાથે અંગ્રેજીમાં અને અનુપમ ખેર સાથે હિંદીમાં વાત કરે છે.

'તારક મહેતા..'માં પત્રકારનો રોલ
'તારક મહેતા..'માં પોપટલાલ પત્રકારનો રોલ પ્લે કરે છે. તે લોકલ ન્યૂઝ પેપર તૂફાન એક્સપ્રેસમાં ક્રાઇમ રિપોર્ટર છે. પત્રકાર પોપટલાલના લગ્ન થયા નથી અને તે લગ્ન કરવાનો પ્રયાસ કરે છે અને તેમાંથી કોમેડી થાય છે.

CAનો અભ્યાસ અધવચ્ચે છોડ્યો
​​​​​​​'તારક મહેતા' ઉપરાંત શ્યામ પાઠકે 'જસુબેન જયંતીલાલ જોષી કી જોઈન્ટ ફેમિલી' તથા 'સુખ બાય ચાન્સ' જેવા શોમાં કામ કર્યું છે. શ્યામ પાઠક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માગતા હતા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયામાં એડમિશન પણ લીધું હતું. જોકે, એક્ટિંગમાં રસ હોવાથી અભ્યાસ અધવચ્ચે છોડીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાઈ ગયા હતા.

​​​​​​​2008થી સિરિયલ ચાલે છે
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 2008થી ચાલે છે. આ સિરિયલ ચાહકોની વચ્ચે ઘણી જ લોકપ્રિય છે. સિરિયલના તમામ પાત્રો ઘેર-ઘેર લોકપ્રિય છે. સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરતી દિશા વાકાણી 2017થી આ શોમાં જોવા મળતી નથી. તેણે મૅટરનીટિ લિવ લીધી હતી, પરંતુ પછી તે શોમાં પરત ફરી નથી.