તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર તેના એક કર્મચારીએ ફ્રોડનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરી ચૂકેલા રાજેશ પાણ્ડેયનું કહેવું છે કે શ્વેતા અંદાજે તેમના 52 હજાર રૂપિયા પરત કરી રહ્યા નથી. છેલ્લા બે વર્ષથી તે તેના પૈસા માટે શ્વેતાનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ તે જવાબ આપી રહ્યા નથી.
શ્વેતાની એક્ટિંગ સ્કૂલમાં ટીચર હતા રાજેશ પાણ્ડેય
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન રાજેશે જણાવ્યું કે, 'હું છેલ્લા પાંચ વર્ષથી શ્વેતા તિવારીની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવતો હતો. વર્ષ 2012થી તેમની એકેડમી સાથે જોડાયેલો છું જ્યાં અંદાજે 10-15 બાળકો નિયમિત રીતે એક્ટિંગ શીખતા હતા. દુર્ભાગ્યપણે બે વર્ષ પહેલાં શ્વેતાને તેની એક્ટિંગ સ્કૂલ બંધ કરવી પડી કારણકે ત્યાં બાળકો આવતા ન હતા. જોકે તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મારા પૈસા પરત કરી દેશે. આજે બે વર્ષ થઇ ગયા છે, તેમણે મારી બાકીની સેલરી પણ નથી આપી અને ઇન્કમ ટેક્સના નામે કાપેલા પૈસા પણ નથી આપી રહ્યા.'
રાજેશે આગળ જણાવ્યું કે, 'આજે જ્યારે કોરોનામાં બધા લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે તેનાથી વિરુદ્ધ શ્વેતા તિવારી જી મારા પૈસા જેમાં એક મહિનાની સેલરી 40,000 પરત આપી રહ્યા નથી. હદ તો એ છે કે તેમણે સેલરીના 10% ઇન્કમ ટેક્સના નામે કાપીને કહ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવશે જે હજુપણ જમા નથી કરાવ્યા જે લગભગ 12,000 છે. 6-7 મહિનાથી બધી સ્કૂલ બંધ છે. મારી આર્થિક સ્થિતિ સાવ વણસી ગઈ છે.'
'મેં શ્વેતાને આ વચ્ચે ઘણીવાર કહ્યું કે પ્લીઝ મને મારા પૈસા આપી દો પરંતુ તેમણે ન મારો ફોન ઉઠાવ્યો કે ન મારા મેસેજનો જવાબ આપ્યો. તેમણે ઘણીવાર મને બ્લોક પણ કરી દીધો. હવે હું મારા ઘરનું ભાડું પણ નથી આપી શકતો.'
રાજેશ આશા કરે છે કે શ્વેતાની આ વાત લોકો સુધી પહોંચ્યા બાદ તે તેના પૈસા પરત કરી દેશે. તેણે કહ્યું કે, 'તે એક સ્ત્રી છે તેનું સન્માન પણ કરું છું પરંતુ તેમનું આ વર્તન માફી લાયક નથી. આવા સમયમાં જ્યારે પૈસા કોઈ પાસે નથી, હું ક્યાં જાઉં અને કોની પાસે મદદ માગું.'
'કેટલા લોકો માટે શ્વેતા તિવારી એક પ્રેરણા છે. લોકો તેમને પસંદ કરે છે પરંતુ તેમનું બીજું રૂપ એ છે જેને હું જોઈ રહ્યો છું. ખુદની હાલત પર શરમ આવે છે. મારી પાસે હવે એટલા પૈસા છે કે હું 3-4 દિવસનું જમી શકું. આશા કરું છું કે મારી આ અરજી જોઈને તે મારા પૈસા પરત કરી દે.' દિવ્ય ભાસ્કરે આ બાબતે શ્વેતા તિવારીની પ્રતિક્રિયા લેવા તેનો સંપર્ક કર્યો, જોકે તે હાજર ન હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.