તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઈફ:ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ એબ્સ ફ્લોન્ટ કર્યાં તો 20 વર્ષીય દીકરીએ ગ્લેમરસ તસવીરો શૅર કરી

મુંબઈ4 દિવસ પહેલા
  • શ્વેતા હાલમાં સાઉથ આફ્રિકામાં રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11'નું શૂટિંગ કરી રહી છે

ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં 'ખતરો કે ખિલાડી 11'નું શૂટિંગ કરી રહી છે. અહીંથી શ્વેતા તિવારીએ પોતાની ગ્લેમરસ તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. તો શ્વેતાની 20 વર્ષીય દીકરી પલક પણ ગ્લેમરમાં માતા કરતાં સહેજેય ઊતરતી નથી. હાલમાં જ પલક તિવારીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી હતી.

છેલ્લાં ઘણાં સમયથી સો.મીડિયામાં એક્ટિવ નહોતી
પલક તિવારીએ છેલ્લાં થોડાં સમયથી પોતાનું સો.મીડિયા અકાઉન્ટ બંધ કરી દીધું હતું. જોકે, હવે તે ફરીથી પરત આવી છે. પરત ફર્યા બાદ પલકે પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં ગ્લેમરસ તસવીરો શૅર છે. શ્વેતા તિવારી ટોન્ડ એબ્સ ફ્લોન્ટ કરતી તસવીરો શૅર કરે છે તો દીકરી ગ્લેમરસ અંદાજના ફોટોશૂટ શૅર કરે છે.

પલક તિવારીના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો

બોલિવૂડ ડેબ્યૂ કરશે
પલક તિવારીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર'થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મને વિશાલ મિશ્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને વિવેક ઓબેરોય તથા પ્રેરણા અરોરાએ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં અરબાઝ ખાન, મલ્લિકા શેરાવત તથા વિવેક ઓબેરોય છે.

હાલમાં જ શ્વેતા પતિને કારણે ચર્ચામાં આવી
શ્વેતા તથા તેના બીજા પતિ અભિનવ કોહલી વચ્ચે ઘણાં સમયથી દીકરા રેયાંશની કસ્ટડી માટે કેસ ચાલે છે. આ બંને એકબીજા પર દીકરાનું ધ્યાન ના રાખતા હોવાના આરોપો-પ્રતિ આરોપો મૂકતા હોય છે. શ્વેતા તિવારી જ્યારે કેપટાઉન ગઈ ત્યારે અભિનવે દાવો કર્યો હતો કે શ્વેતાએ તેની જાણ બહાર શો કર્યો અને તેણે દીકરાને મુંબઈની કોઈ હોટલમાં છુપાવીને રાખ્યો છે. ત્યારબાદ શ્વેતાએ કહ્યું હતું કે તેના બંને સંતાનો (પલક તથા રેયાંશ) તેના પેરેન્ટ્સ સાથે સહી સલામત છે.

બંને દીકરાની કસ્ટડી માટે કેસ લડી રહ્યા છે
પહેલા પતિથી અલગ થયા બાદ શ્વેતા તિવારીએ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંને ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે 2016માં શ્વેતાએ દીકરા રેયાંશને જન્મ આપ્યો હતો. એક વર્ષ બાદ ચર્ચા થવા લાગી કે શ્વેતા તથા અભિનવના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ઓગસ્ટ 2019માં શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ કેસ કર્યો હતો. શ્વેતા તથા અભિનવ દીકરા રેયાશની કસ્ટડી માટે કોર્ટમાં લડી રહ્યાં છે.

શ્વેતાના બે લગ્ન, પરંતુ બંને નિષ્ફળ
શ્વેતાએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી પલકનો જન્મ થયો હતો. લગ્નના 9 વર્ષ બાદ 2007માં શ્વેતાએ રાજા વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. શ્વેતાનો આક્ષેપ હતો કે રાજા નશામાં તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને માર મારે છે. અનેકવાર સેટ પર પણ રાજાએ હંગામો કર્યો હતો. ડિવોર્સ બાદ દીકરી પલકની કસ્ટડી શ્વેતાને મળી હતી.