તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાની વચ્ચે શૂટિંગ:સિરિયલ ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’નું શૂટિંગ શરૂ, સેટ પર ટીમ માસ્ક સાથે જોવા મળી

મુંબઈ3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

અંદાજે ત્રણ મહિના બાદ ટીવી પ્રોડ્યૂસર રશ્મિ શર્માએ પોતાની સિરિયલ ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. મુંબઈમાં રામદેવ સ્ટૂડિયોમાં લીડ એક્ટ્રેસ જીજ્ઞાસા સિંહ તથા ક્રૂ મેમ્બર્સે 23 જૂન, મંગળવારે પહેલું પેચ વર્ક શૂટ કર્યું હતું. 

પ્રોડ્યૂસર રશ્મિ શર્માએ આશ્વાસન આપ્યું હતું
શો સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું, ‘રશ્મિ શર્મા તથા તેમની ટીમે શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર સરકારે આપેલી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ટીમને સેટ પર આવવાનું કહ્યું હતું. ટીમ મેમ્બર્સ સેટ પર આવવાને લઈ ઉત્સાહી હતી પરંતુ તેમને એ વાતની પણ ચિંતા હતી કે તેઓ પોતાને કેવી રીતે સુરક્ષિત રાખશે. જોકે, રશ્મિએ આશ્વાસન આપ્યું હતું કે તે ટીમનું પૂરેપૂરું ધ્યાન રાખશે.’

ટીમ ફેસ શીલ્ડ તથા માસ્ક સાથે જોવા મળી હતી
ટીમ ફેસ શીલ્ડ તથા માસ્ક સાથે જોવા મળી હતી

સેટની આસપાસ ક્રૂ મેમ્બર્સને રહેવા માટેની વ્યવસ્થા
સૂત્રોના મતે, પ્રોડ્યૂસરે સેટની આસપાસ જ ક્રૂ મેમ્બર્સને રહેવાની વ્યવસ્થા કરી છે. એક્ટર્સ, ડિરેક્ટર તથા કેમેરા હેડ સિવાય કોઈને પણ સેટની બહાર જવાની પરમિશન નથી. તો એક્ટર્સ જ્યારે શૂટિંગ કરતાં હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ સેટ પર માસ્ક વગર જોવા મળશે નહીં. એક સીનમાં ત્રણથી વધુ એક્ટરને સાથે શૂટિંગ કરવાની પરમિશન નથી. જો આગળ જઈને એક્ટર્સ કે પછી ક્રૂ મેમ્બર્સને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે તો સેટની આસપાસની હોટલ બુક કરાવવા માટે પ્રોડ્યૂસર તૈયાર છે. પ્રોડ્યૂસર એટલું જ ઈચ્છે છે કે પૂરી ટીમ સહી સલામત રહીને શૂટિંગ કરે. 

લીડ એક્ટ્રેસ જીજ્ઞાસા મેકઅપ કરાવતા સમયે
લીડ એક્ટ્રેસ જીજ્ઞાસા મેકઅપ કરાવતા સમયે

CINTAAએ પરમિશન નથી આપી
એક તરફ રશ્મિ શર્માએ પોતાના ટીવી શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે તો બીજી તરફ કેટલાંક ટીવી પ્રોડ્યૂસર્સને હજી સુધી શૂટિંગની પરમિશન મળી નથી. માનવામાં આવે છે કે હજી સુધી CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસેયિશન) તરફથી પરવાનગી આપવામાં આવી નથી. પેમેન્ટ, ઈન્સ્યોરન્સ, સિક્યોરિટી જેવા અનેક મુદ્દા પર પ્રોડ્યૂસર તથા CINTAAના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ સમયે રશ્મિ શર્માએ પોતાના શોનું શૂટિંગ શરૂ કર્યું તેને લઈ અનેક સવાલ ઊઠાવવામાં આવ્યા છે. 

ટીમે શૂટિંગ દરમિયાન પૂરતી સાવધાની રાખી હતી
ટીમે શૂટિંગ દરમિયાન પૂરતી સાવધાની રાખી હતી

સૂત્રોના મતે, રશ્મિ શર્માની ટીમમાંથી એક પણ સભ્ય CINTAAનો મેમ્બર નથી અને આ જ કારણ છે કે રશ્મિ આ એસોસિયેશન તરફથી આવેલા કોઈ પણ આદેશોનું પાલન કરતી નથી. જોકે, CINTAAએ તેને એકવાર ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે આ શોની લીડ એક્ટ્રેસ જીજ્ઞાસા સિંહ ટ્રાન્સજેન્ડર હીર સિંહના રોલમાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો