તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Shilpa Shinde's Statement On Big Names In Drug Controversy, Said 'It Is Common In The Industry To Take Drugs, The Management Company Itself Gives Special Service To Their Artist'

ઇન્ડસ્ટ્રીનું ડ્રગ કનેક્શન:ડ્રગ્સ વિવાદમાં મોટા નામ સામે આવતા શિલ્પા શિંદેએ કહ્યું, 'ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ લેવા સામાન્ય વાત છે, મેનેજમેન્ટ કંપની ખુદ તેમના આર્ટિસ્ટને સ્પેશિયલ સર્વિસ આપે છે'

એક મહિનો પહેલા

સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તપાસ કરી રહી છે. હવે આમાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મોટા નામ સામે આવી રહ્યા છે. દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને સમન્સ પણ મોકલી દેવામાં આવ્યા છે. સતત મોટા નામો બહાર આવતા 'બિગ બોસ 11' વિનર શિલ્પા શિંદેએ જણાવ્યું કે ઘણી મેનેજમેન્ટ કંપની ખુદ સેલેબ્સ માટે ડ્રગ્સનું સેટિંગ કરે છે.

ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ લેવા સામાન્ય વાત છે: શિલ્પા
NCBની તપાસ દરમ્યાન મોટી હસ્તીઓ અને ફેમસ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાનનું નામ પણ આ કેસમાં જોડાઈ ગયું છે. આ બાબતે શિલ્પાએ ખુલાસો કરતા ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ડ્રગનું સેવન કરવું સામાન્ય વાત છે. ડ્રગ્સ પાર્ટી જાહેરમાં થાય છે. ઇન્ડસ્ટ્રીમાં માહોલ અને સાથેના લોકોને કારણે ઘણા યંગ એક્ટર્સ પણ આ ગેરકાયદેસર કામનો ભાગ બની જાય છે.

મેનેજમેન્ટ કંપની ક્વાનની અમુક ચેટ સામે આવી છે જેમાં ઓપનલી ડ્રગ સપ્લાયની વાત કરવામાં આવી રહી છે. આ બાબતે શિલ્પાએ કહ્યું કે, 'જ્યારે મેનેજમેન્ટ કંપનીવાળા આર્ટિસ્ટને અપ્રોચ કરે છે તો આર્ટિસ્ટ ખુદ પૂછે છે કે તમે અમને કઈ સુવિધાઓ આપશો. આ દરેક વ્યક્તિની ડિમાન્ડ પર નિર્ભર કરે છે. જ્યારે કંપનીવાળા કોઈ આર્ટિસ્ટને ઇવેન્ટ માટે વિદેશ લઇ જાય છે તો તેમને જ બધું ધ્યાન રાખવાનું હોય છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણી મેનેજમેન્ટ કંપની છે જ્યાં ખુદ આર્ટિસ્ટ પૂછે છે કે તમે મોટા સ્ટાર્સને શું સ્પેશિયલ સર્વિસ આપી શકો છો.'

આ મામલે નવા આવેલા નામ ટીવી એક્ટર્સ એબિગેલ પાંડે અને તેનો બોયફ્રેન્ડ સનમ છે. બુધવારે NCBએ તેમની લાંબી પૂછપરછ કરી છે. સાથે જ તેમના જુહુના ઘરમાં NCBએ દરોડા પાડ્યા હતા. તેમના નામ ડ્રગ પેડલર્સ અનુજ કેશવાની અને રાહિલે જણાવ્યા હતા. અન્ય સ્ટાર્સની પણ ટૂંક સમયમાં NCB પૂછપરછ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો