અભિનેત્રી ટ્રોલ થઈ:સિદ્ધાર્થ શુક્લાની ભૂતપૂર્વ પ્રેમિકા શિલ્પા શિંદેએ દોઢ દિવસ પછી શ્રદ્ધાંજલિ આપી, એ પણ નામ લીધા વિના, એક સમયે સિદ્ધાર્થ પર મારપીટના આરોપો લગાવેલા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટ્રેસે પોતાનો અને સિદ્ધાર્થનો કોલ-રેકોર્ડિંગ શેર કર્યું હતું
  • સિદ્ધાર્થે તેની સાથે મારપીટ કરી હતી
  • એક્ટ્રેસે કહ્યું, એક્ટરે એક વખત ચાલુ ગાડીએ મને ઉતારી દીધી હતી

દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું નામ શિલ્પા શિંદે સાથે જોડાઈ ચૂક્યું છે. બંનેની વચ્ચેના સંબંધો એ સમયે ચર્ચામાં હતા, જ્યારે ‘બિગ બોસ 13’ના ફિનાલે પહેલા શિલ્પાએ સિદ્ઘાર્થની સાથે પોતાના સંબંધોને લઈને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સિદ્ધાર્થ સંબંધોમાં ઘણો હિંસક હતો. એક્ટ્રેસે પોતાનો અને સિદ્ધાર્થનો કોલ-રેકોર્ડિંગ શેર કર્યો અને એવું પણ કહ્યું હતું કે સિદ્ધાર્થે તેના પર હાથ ઉઠાવ્યો હતો. એક્ટ્રેસે ફિનાલે પહેલાં એવો પણ દાવો કર્યો કે જો સિદ્ધાર્થ જેવી વ્યક્તિ બિગ બોસ જીતશે તો તે પોતાની બિગ બોસ11ની ટ્રોફી પાછી આપી દેશે. શોમાંથી બહાર આવ્યા બાદ એક્ટેર પણ શિલ્પાના આરોપ પર સ્પષ્ટતા આપી હતી. હવે સિદ્ધાર્થ શુક્લાના નિધનના દોઢ દિવસ બાદ શિલ્પાએ તેને શ્રદ્ધાંજલિ આપી છે, જેને કારણે તે ટ્રોલ થઈ રહી છે.

શિલ્પા શિંદેએ તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક દીવાની તસવીર શેર કરતાં લખ્યું, તેના આત્માને શાંતિ મળે. નિધનના ઘણા કલાકો બાદ શ્રદ્ધાંજલિ આપવા પર કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરતાં લખ્યું, આટલો ગુસ્સો હતો કે તમને 24 કલાક લાગી ગયા. તો અન્ય એક યુઝરે લખ્યું, કોનો આત્મા? નામ તો મેન્શન કરો.

એક યુઝરે લખ્યું, આભાર છે તમને પણ યાદ આવ્યું. અન્ય એક યુઝરે લખ્યું, શિલ્પા હું તમારો ફેન હતો, મેં તમને બિગ બોસમાં પણ સપોર્ટ કર્યો. એવી જ રીતે મેં સિદ્ધાર્થને પણ સપોર્ટ કર્યો, પરંતુ જ્યારે તમે સિદ્ધાર્થ વિશે ખરાબ કહ્યું, તો મારું દિલ તૂટી ગયું. આશા રાખું છું કે જે ફીલિંગ તમે વ્યક્ત કરી રહ્યાં છો એ સારી હોય, કેમ કે તમે તેનાથી ઘણે ગુસ્સે હતાં.

શિલ્પાના આરોપ પર સિદ્ધાર્થે સ્પષ્ટતા કરી હતી
શિલ્પા શિંદેએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કરતાં કહ્યું હતું કે તે સિદ્ધાર્થની સાથે રિલેશનમાં રહી ચૂકી છે. એ સમયે સિદ્ધાર્થે તેની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, એક્ટ્રેસે કહ્યું, એક્ટરે એક વખત ચાલુ ગાડીએ મને ઉતારી દીધી હતી. શિલ્પાએ આરોપ લગાવ્યા બાદ બંનેનું એક કોલ-રેકોર્ડિંગ પણ શેર કર્યું હતું, જેમાં સિદ્ધાર્થ તેની સાથે અપમાનજનક શબ્દોમાં વાત કરી રહ્યો હતો. બિગ બોસ 13 શોમાંથી નીકળ્યા બાદ સિદ્ધાર્થે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે મારો ઉછેર એવો નથી કે હું કોઈ સ્ત્રી વિશે આવું કહું. અમે ભૂતકાળમાં મિત્ર હતાં કે નહીં એના વિશે હું વાત કરવા નથી માગતો. મને સમજાતું નથી કે તે શા માટે આવી વાતો કરી રહી છે, જે થોડા મહિના પહેલાંની નથી, પણ વર્ષો જૂની છે.

એક્ટરે આગળ કહ્યું હતું, આ 10 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે હું ખરાબ વ્યક્તિ કેમ હતો. હું આશ્ચર્યચકિત થઈ ગયો છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે એક એવી છોકરી હશે, જે મારા વિશે આવી વાત કરશે, પરંતુ મને લાગે છે બધાનો રોલ હોય છે. જો તેને આ બધું કરીને ખુશી મળે છે તો તે ખુશ રહે.