તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિગ બોસ OTT:2 કરોડની છેતરપિંડીના આરોપ વચ્ચે શિલ્પા શેટ્ટીની મમ્મી સુનંદા શોમાં દેખાશે, દીકરી શમિતાને સપોર્ટ કરશે

13 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • આ વીકેન્ડ પર કન્ટેસ્ટન્ટ્સના ફેમિલી મેમ્બર્સ અને અમુક ખાસ મિત્રો ઘરમાં ગેસ્ટ બનીને એન્ટ્રી કરશે

બિગ બોસ OTTમાં બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી ઘણી ચર્ચામાં છે. કન્ટેસ્ટન્ટ રાકેશ બાપટ સાથેના તેના સંબંધના રોજ અલગ-અલગ રંગ ઓડિયન્સને જોવા મળી રહ્યા છે. ઘરની અંદર ઘણા અણબનાવ હોવા છતાં પણ બંનેએ તેમની રિલેશનશિપ સુધારી અને એકબીજાની સાથે ઊભા રહ્યા. આ દરમિયાન સાંભળવા મળ્યું છે કે, શમિતાની માતા સુનંદા શેટ્ટી ઘરમાં ગેસ્ટ બનીને આવશે. આ દરમિયાન તેઓ માત્ર શમિતાને સપોર્ટ જ નહીં પણ રાકેશ સાથેના રિલેશન વિશે પણ પોતાનું મંતવ્ય આપશે.

ગેસ્ટ શો પર કમેન્ટ કરશે
શો સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, આ વીકેન્ડ પર કન્ટેસ્ટન્ટ્સના ફેમિલી મેમ્બર્સ અને અમુક ખાસ મિત્રો ઘરમાં ગેસ્ટ બનીને એન્ટ્રી કરશે. આ સ્પેશિયલ એપિસોડમાં શમિતા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી, સિંગર નેહા કક્ક્ડ, તેની બહેન સોનુ કક્ક્ડ, રશ્મિ દેસાઈ, વરુણ સૂદ, દેવોલિના ભટ્ટાચાર્જી પણ એન્ટ્રી કરશે. આ બધા સ્પેશિયલ ગેસ્ટ તેમના ફેવરિટ કન્ટેસ્ટન્ટને સલાહ આપશે અને સાથે જ ગેમ પર પણ કમેન્ટ કરશે. સુનંદા શેટ્ટી તેમની દીકરી શમિતા શેટ્ટી અને રાકેશ બાપટના રિલેશન પર પોતાનું ઓપિનિયન આપશે. દેવોલિના ઘરની હાજર કન્ટેસ્ટન્ટ્સની ભૂલ પર ટોકશે.

2 કરોડની છેતરપિંડીનો આરોપ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાથી સુનંદા શેટ્ટી અને તેની મોટી દીકરી શિલ્પા શેટ્ટી પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. બંને પર આરોપ છે કે, લખનૌમાં અયોસિસ સ્લિમિંગ સ્કિન સલૂન અને સ્પા વેલનેસ સેન્ટરની બ્રાન્ચ ખોલવાના નામ પર બંનેની કંપનીના બે લોકો પાસે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમની પાસે રૂપિયા લીધા હોવા છતાં શિલ્પા અને તેની માતા બ્રાન્ચના ઓપનિંગમાં નહોતા ગયા કે કંપનીના લોકોને પણ મદદ ના કરી.

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. તેની પર પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં પોલીસે 19 જુલાઈએ ધરપકડ કરી હતી.