રાખી સાવંતની ધરપકડ થઈ?:મુંબઈ પોલીસે કહ્યું, માત્ર પૂછપરછ માટે બોલાવી હતી, શર્લિને ખોટી માહિતી આપી

મુંબઈ12 દિવસ પહેલા

19 જાન્યુઆરીના રોજ મુંબઈની અંબોલી પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી હોવાનો દાવો શર્લિન ચોપરાએ કર્યો હતો. આજે (19 જાન્યુઆરી) રાખી બપોરના ત્રણ વાગ્યે પોતાની ડાન્સ એકેડેમી લૉન્ચ કરવાની હતી. ગયા વર્ષે શર્લિને રાખી વિરુદ્ધ FIR કરી હતી. શર્લિને સો.મીડિયામાં આ અંગે પોસ્ટ શૅર કરી હતી. જોકે અંબોલી પોલીસે શર્લિનના દાવાને ખોટા ગણાવ્યો હતો.

મુંબઈ પોલીસે શું કહ્યું?
મુંબઈ પોલીસે કહ્યું હતું કે રાખી સાવંતની ધરપકડ કરવામાં આવી નહોતી. માત્ર પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. કોઈ કસ્ટડી કે ધરપકડ થઈ નહોતી. શર્લિન ચોપરાએ ખોટી માહિતી સો.મીડિયામાં પોસ્ટ કરી હતી.

શર્લિને શું દાવો કર્યો હતો?
શર્લિને કહ્યું હતું કે રાખી સાવંતની FIR 883/2022 સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે, એટલે કે 18 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટે રાખી સાવંતની ABA 1870/2022 રિજેક્ટ કરી નાખી હતી અને ત્યાર બાદ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશને રાખીની ધરપકડ કરી હતી.

શું છે કેસ?
'બિગ બોસ 16' શરૂ થયા બાદ શર્લિને સાજિદ ખાન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. શર્લિને 'બિગ બોસ'ના મેકર્સ પર નારાજગી વ્યક્ત કરી હતી. શર્લિને કહ્યું હતું કે જે વ્યક્તિએ અનેક યુવતીઓનું શોષણ કર્યું તેને આ શો ('બિગ બોસ')માં રહેવાનો કોઈ હક નથી. ત્યાર બાદ શર્લિને સાજિદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી. રાખી ડિરેક્ટર સાજિદ ખાનને પોતાનો ભાઈ માને છે, આથી તેણે શર્લિનના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને ફોટોગ્રાફર્સની વાતચીતમાં શર્લિન વિરુદ્ધ ખરું-ખોટું બોલી હતી. રાખીની આ વાતો સાંભળીને શર્લિનને ગુસ્સો આવ્યો અને તેણે પોલીસ ફરિયાદ કરી હતી.

રાખી સાવંતે મુસ્લિમ ધર્મ અપનાવ્યો
રાખીએ સો.મીડિયામાં લગ્નની તસવીરો ને વીડિયો શૅર કરીને તેણે કોર્ટ વેડિંગ તથા નિકાહ કર્યાની માહિતી આપી હતી. રાખીના મતે તેણે આદિલ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને ત્રણ મહિના ડેટ કર્યાં હતાં અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. રાખીએ પ્રાઇવેટ સેરેમનીમાં મે, 2022ના રોજ આદિલ સાથે નિકાહ કર્યા હતા. તેણે પોતાનું નામ રાખી સાવંત ફાતિમા રાખ્યું છે. તેણે ઇસ્લામિક ધર્મ અનુસાર નિકાહ કર્યા છે અને ધર્મ પણ બદલ્યો છે. વેડિંગના વાઇરલ વીડિયોમાં રાખીએ પ્રિન્ટેડ લાલ-ગુલાબી શરારા પહેર્યો છે અને માથે દુપટ્ટો નાખ્યો છે. આદિલ કેઝ્યુઅલ લુક બ્લેક શર્ટ ને ડેનિમમાં છે. બંનેનાં ગળામાં વરમાળા છે અને બંને કેટલાક ડોક્યુમેન્ટ્સ સાઇન કરતાં જોવા મળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...