'અંજલિભાભી' બાદ 'તારક મહેતા'ની પણ EXIT?:14 વર્ષ બાદ શૈલેષ લોઢા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડશે, છેલ્લા એક મહિનાથી શૂટિંગ કર્યું નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • 14 વર્ષમાં 9થી વધુ કલાકારો આ સિરિયલ છોડી ચૂક્યા છે

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 14-14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલના દરેક પાત્ર ઘેર-ઘેર લોકપ્રિય છે. અત્યારસુધી ઘણા કલાકારોએ આ સિરિયલને અલવિદા કહી દીધું છે. હવે ચર્ચા છે કે નેહા મહેતા-ગુરુચરણ સિંહ બાદ શૈલેષ લોઢા આ શો છોડી રહ્યા છે.

જેઠાલાલ-તારક મહેતાની મિત્રતા તૂટશે?
શૈલેષ લોઢા સિરિયલમાં 'તારક મહેતા'નું પાત્ર ભજવે છે. સિરિયલમાં તારક તથા જેઠાલાલની પાક્કી મિત્રતા બતાવવામાં આવી છે.

છેલ્લા એક મહિનાથી શૂટિંગ કર્યું નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શૈલેષ લોઢા છેલ્લા એક મહિનાથી સેટ પર આવ્યા નથી. તેમણે આ શોમાં પરત ના ફરવાનો નિર્ણય લઈ લીધો છે. તે સિરિયલ છોડવાના મૂડમાં છે.

સિરિયલને કારણે અન્ય તક ગુમાવવી પડે છે
'ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, શૈલેષ લોઢાને આ સિરિયલને કારણે અન્ય તકો જતી કરવી પડે છે. ભૂતકાળમાં શૈલેષે સારી સારી ઑફર્સ જતી કરી હતી. જોકે હવે તે સારી તકો ગુમાવવા માગતા નથી.

મેકર્સને પર નારાજ
સૂત્રોએ દાવો કર્યો હતો કે શૈલેષ લોઢા મેકર્સ પર નારાજ પણ છે. તેમને એ વાતનો ગુસ્સો છે કે મેકર્સ આ શો માટે તેમની ડેટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં નથી.

મનાવવાના પ્રયાસો ચાલુ
શૈલેષ લોઢાને મનાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ શૈલેષ માનવા તૈયાર નથી. જો શૈલેષ લોઢા આ સિરિયલમાં પરત નહીં ફરે તો આ ત્રીજી શૉકિંગ એક્ઝિટ હશે. આ પહેલાં દિશા વાકાણી તથા ગુરુચરણ સિંહે શોને અલવિદા કહી દીધું છે.

દિશા વાકાણી.
દિશા વાકાણી.

અત્યારસુધીમાં આ કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે.
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.