વાઇરલ વીડિયો:'પંજાબની કેટરીના' શહનાઝ ગિલે ચાલતાં ચાલતાં ગુસ્સામાં હીલ્સ ઊતારીને ફેંકી દીધી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ' ફૅમ શહનાઝ ગિલ ફેવરિટ સેલેબ્સમાંથી એક છે. શહનાઝને 'પંજાબની કેટરીના' કહેવામાં આવે છે. શહનાઝ પોતાની ક્યૂટનેસને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. તાજેતરમાં જ શહનાઝ મુંબઈના એક સ્ટૂડિયોમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. જોકે, વેનિટી વેનમાં જતાં સમયે શહનાઝ પોતાની હીલ્સને કારણે ગુસ્સે થઈ ગઈ હતી.

પગમાં ઈજા થઈ છે
સેટ પર શહનાઝે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આ દરમિયાન એક ફોટોગ્રાફરે કહ્યું હતું કે તે શહનાઝનો ફેવરિટ છે. આ સાંભળીને શહનાઝ બોલી હતી કે તે બધાની ફેવરિટ છે. આ દરમિયાન ફોટોગ્રાફર્સે શહનાઝને હાલ-ચાલ પૂછ્યા હતા. શહનાઝને પહેલેથી જ પગમાં વાગ્યું છે. તેણે કહ્યું હતું કે તેને ઈજા થઈ છે અને તે ઠીક જ થતી નથી.

હીલ્સને કારણે ગુસ્સે થઈ
અન્ય એક વીડિયોમાં શહનાઝ ગિલ ફોટોગ્રાફર્સને પોઝ આપીને વેનિટી વેન તરફ ચાલતી જાય છે. તે હાઇ હીલ્સથી હેરાન થઈ જાય છે. તે હીલ્સ કાઢી નાખે છે અને ખુલ્લા પગે જ જોવા મળે છે. શહનાઝે ગુસ્સામાં હીલ્સ કાઢી હતી.

યુઝર્સે રિએક્શન આપ્યા
શહનાઝને આ રીતે હીલ્સ કાઢતા જોઈને અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે શહનાઝ સામાન્ય યુવતી જેવી જ છે. યુવતીઓ ફંક્શન પૂરું થાય એટલે તરત જ હીલ્સ આ રીતે કાઢી નાખતી હોય છે.

અપકમિંગ પ્રોજેક્ટ
ચર્ચા છે કે શહનાઝ ગિલ ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'થી બોલિવૂડ ડેબ્યૂ કરશે. જોકે, હજી સુધી સલમાન કે શહનાઝે ઑફિશિયલ જાહેરાત કરી નથી. શહનાઝે પંજાબી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. શહનાઝ 'બિગ બોસ 13'માં જોવા મળી હતી. 'બિગ બોસ'ના ઘરમાં શહનાઝ તથા સિદ્ધાર્થ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંને લગ્ન કરવાના હતા, પરંતુ ગયા વર્ષે 40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.