પ્રેમિકાએ સાનભાન ગુમાવ્યું:સિદ્ધાર્થ શુક્લાના અંતિમસંસ્કારમાં પ્રેમિકા શેહનાઝ બેવાર બેભાન થઈ, 'સિદ્ધાર્થ સિદ્ધાર્થ' બૂમો પાડી રડી પડી

મુંબઈ2 મહિનો પહેલા
  • સિદ્ધાર્થ શુક્લાની અંતિમ ક્ષણોમાં શેહનાઝ ગિલ સાથે જ હતી.
  • અંતિમ સંસ્કાર દરમિયાન શેહનાઝના ભાઈએ સંભાળી હતી

આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારમાં પરિવારના સભ્યો ઉપરાંત ટીવી સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. મહિલા મિત્ર શેહનાઝ ગિલના ખોળામાં જ સિદ્ધાર્થે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમસંસ્કારમાં શેહનાઝ ગિલે શાનભાન ગુમાવી દીધું હોય એવી હાલતમાં જોવા મળી હતી.

ભાઈએ સધિયારો આપ્યો
શેહનાઝ ગિલ એક્ટર સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી ભાંગી પડી હતી. આ દુઃખની ઘડીમાં સધિયારો આપવા તેનો ભાઈ શાહબાઝ તથા મમ્મી-પપ્પા આવ્યાં હતાં. શેહનાઝ ગિલ હંમેશાં હસતી જોવા મળતી હતી અને આજે તેના ચહેરા પર દુઃખ છવાયેલું હતું. તેની આંખમાંથી સતત આંસુઓ વહેતાં હતાં. સ્મશાનઘાટમાં જ્યારે તે કારમાંથી બહાર આવી ત્યારે તેના ભાઈએ તેને પકડી રાખી હતી. તે પોતાની જાતે ચાલી શકે એવી સ્થિતિમાં પણ નહોતી.

સો.મીડિયામાં વાઇરલ થયેલી તસવીરમાં શેહનાઝ સ્મશાનમાં બેભાન થઈને ઢળી પડી હતી.
સો.મીડિયામાં વાઇરલ થયેલી તસવીરમાં શેહનાઝ સ્મશાનમાં બેભાન થઈને ઢળી પડી હતી.

અંતિમસંસ્કારની પૂજામાં સામેલ થઈ
સ્મશાનમાં સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર પહેલાં પરિવારે એક પૂજા કરી હતી. આ પૂજામાં શેહનાઝ ગિલ પણ બેઠી હતી. તે સિદ્ધાર્થની બહેનની બાજુમાં જ બેઠી હતી. અંતિમસંસ્કાર થવાનો સમય નજીક આવ્યો ત્યારે શેહનાઝ બેવાર બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવતી ત્યારે 'સિદ્ધાર્થ સિદ્ધાર્થ'ની બૂમો પાડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

શેહનાઝના ખોળામાં હતો સિદ્ધાર્થ
મીડિયાએ શેહનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ સાથે વાત કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે, સંતોખે કહ્યું હતું, 'દીકરીના રડી રડીને હાલ બેહાલ છે. તેણે કહ્યું હતું કે પપ્પા, મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે હું કેવી રીતે જીવીશ? મારા ખોળામાં તે દુનિયા છોડીને જતો રહ્યો.'

માત્ર 2 વર્ષ સંબંધો ટક્યા
ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર, 2019ના રોજ સિદ્ધાર્થ તથા શેહનાઝ ગિલે 'બિગ બોસ 13'માં એન્ટ્રી લીધી હતી. ઘરમાં બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરે આકસ્મિક અવસાન થયું હતું. આમ, શેહનાઝ તથા સિદ્ધાર્થ સપ્ટેમ્બર મહિનામાં મળ્યા અને આ જ મહિનામાં અલગ થઈ ગયા હતા. નોંધનીય છે કે શો પૂરો થયા બાદ પણ શેહનાઝ તથા સિદ્ધાર્થ અનેક જગ્યાએ સાથે જોવા મળતા હતા, જોકે બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.

તસવીરોમાં દુઃખી શેહનાઝ ગિલ....

અલીએ શેહનાઝને સ્ટ્રોંગ રહેવાની સલાહ આપી
અલીએ કહ્યું હતું, 'જે ચહેરો હંમેશાં હસતો જોયો, ખુશ જોયો..આજે જેવો જોયો એનાથી દિલ તૂટી ગયું. મજબૂર રહે સોના.'

રાહુલ મહાજને કહ્યું, ચહેરો પીળો પડી ગયો હતો
રાહુલ મહાજને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શેહનાઝ એકદમ ભાંગી પડી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. એવું લાગ્યું કે એક તોફાન આવ્યું અને બધું જ પોતાની સાથે લઈ ગયું.