તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બધાઈ હો:શાહીર શેખ-રુચિકા કપૂરે સિક્રેટ કોર્ટ મેરેજ કર્યા, આવતા વર્ષે જૂન મહિનામાં ટ્રેડિશનલ વેડિંગ કરશે

10 મહિનો પહેલા

શાહીર શેખે રુચિકા કપૂર સાથે લગ્ન કર્યા છે. બંનેએ શુક્રવારે કોર્ટ મેરેજ કર્યા. તેમના લગ્નની સાક્ષી સુપ્રિયા પિલગાંવકર બની. સુપ્રિયા બંનેને આશીર્વાદ આપવા ગઈ હતી. લગ્ન પછી રુચિકાએ પતિ શાહીર સાથે એક ફોટો શેર કર્યો છે.

હોમ ટાઉનમાં ફંક્શન થશે
કોર્ટ મેરેજ પછી શાહીર શેખ અને રુચિકા શાહીરના હોમ ટાઉન જમ્મુ માટે રવાના થઇ ગયા. ત્યાં તેમના લગ્નની ખુશીમાં પાર્ટી રાખવામાં આવી છે. રુચિકાના હોમટાઉન મુંબઈમાં કેટલાક ફંક્શન પછી થશે. જો કે, કોરોના વાઈરસને લીધે બંનેના ટ્રેડિશનલ વેડિંગ આવતા વર્ષે જૂન મહિનામાં કરશે.

રુચિકા ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે
શાહીર શેખ અને રુચિકાની મુલાકાત આશરે બે વર્ષે પહેલાં ‘જજમેન્ટલ હૈ ક્યાં’ના સેટ પર થઇ હતી. બંનેએ દોઢ વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા. એ પછી થોડા દિવસ પહેલા શાહીરે સગાઈના ન્યૂઝ ઓફિશિયલ કર્યા હતા. રુચિકાએ રાજકુમાર રાવ સ્ટારર ‘જજમેન્ટલ હૈ ક્યાં’, ‘જબરિયા જોડી’, ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’, ‘ડ્રીમ ગર્લ’માં કામ કર્યું છે. તે બાલાજી મોશન પિક્ચર્સ લિમિટેડમાં ક્રિએટિવ પ્રોડ્યુસર અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ છે.