ઘણા ટીવી શો અને મોટી ફિલ્મોમાં અભિયન કરનારી અભિનેત્રી શગુફ્તા અલી છેલ્લા ઘણા મહિનાથી આર્થિક તંગીનો સામનો કરી રહી હતી. એક્ટ્રેસે જુલાઈમાં પોતાની અને પોતાની માતાની મેડિકલ ટ્રીટમેન્ટ માટે લોકો પાસે આર્થિક મદદ માગી હતી, ત્યાબાદ તેણે આર્ટિસ્ટ એસોસિએશન અને સેલેબ્સની મદદ મળી હતી. એક્ટ્રેસ છેલ્લા ચાર વર્ષથી કામ શોધી રહી હતી અને તેણે ફરીથી એક્ટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ તેને હવે ફિલ્મમાં કામ મળી ગયું છે.
શગુફ્તા અલીએ તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ દહેરાદૂનમાં કર્યું છે. આ એક નાના બજેટની ફિલ્મ છે, જો કે, તે ફરી એક વખત અભિનેત્રીના જીવનમાં આશાનું કિરણ લઈને આવી છે. તાજેતરમાં સ્પોટબોય સાથે વાતચીત દરમિયાન એક્ટ્રેસે પોતાની ખુશી વ્યક્ત કરી છે. એક્ટ્રેસે કહ્યું કે, હા હું દહેરાદૂન ગઈ હતી. ત્યાં મેં બે દિવસનું શૂટિંગ કર્યું છે, જો કે, ફિલ્મમાં મારી એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. તેથી મને આશા છે કે હવે મને કામ મળશે. આખરે મારી દુવાઓ ફળી.
શગુફ્તા અલીની અપકમિંગ ફિલ્મ સુમેરુ એક લવ સ્ટોરી છે, જેમાં અવિનાશ ધ્યાની અને એક્ટ્રેસ સંસ્કૃતિ ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું પહેલું પોસ્ટર પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં કપલ રોમેન્ટિક પોઝ આપતું જોવા મળી રહ્યું છે. સુમેરુ ફિલ્મને પદ્મ સિદ્ધી ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે જેને લીડ એક્ટર અવિનાશ ધ્યાનીએ જ ડાયરેક્ટ કરી છે.
શૂટિંગ સેટ જ મારી ખરી જગ્યા છે - શગુફ્તા
થોડા સમય પહેલા જ એક્ટ્રેસે ફરીથી કામ પર પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શગુફ્તા અલીએ ઈ-ટાઈમ્સ સાથે વાતચીતમાં કહ્યું, હું ફરીથી કામ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું અને જીવનમાં મારી જાતને ટકાવી રાખવા માટે કામ પર પાછા ફરવું જરૂરી છે. કેટલાક લોકોએ મને અપ્રોચ કર્યો છો અને કંઈક રસપ્રદ કરવા માટે રાહ જોઈ રહી છું પરંતુ મુદ્દો એ છે કે મારે સેટ પર જવું જરૂરી છે.
જુલાઈમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે મદદ માગી હતી
ગયા મહિને શગુફ્તા અલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેની પાસે છેલ્લા 4 વર્ષથી કામ નથી. તો બીજી તરફ લોકડાઉનના કારણે સમગ્ર વિશ્વમાં કામ ન મળવાને કારણે લોકો પરેશાન છે, ત્યારે એક્ટ્રેસની પાસે ઘણા વર્ષોથી કામ નહોતું. પોતાના ખર્ચને પહોંચી વળવા માટે અભિનેત્રીને તેની કાર અને તેના ઘરેણાં વેચવા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.