વાઇરલ વીડિયો:સિરિયલ 'સ્વર્ણ ઘર'નો આ સીન જોઈને લોકોએ માથું પકડ્યું, પંખામાં દુપટ્ટો ફસાયો ને ગળું દબાઈ ગયું

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઇરલ વીડિયો પર ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ કમેન્ટ કરી

ટીવી સિરિયલ 'સ્વર્ણ ઘર'માં સંગીતા ઘોષ તથા રોનિત રોય લીડ રોલમાં છે. આ સિરિયલનો એક સીન હાલમાં સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ ક્લિપ પર યુઝર્સ ફન્ની રિએક્શન આપી રહ્યા છે. આ સાથે જ તેઓ લૉજિક ને સાયન્સ પર પણ સવાલ કરી રહ્યા છે. ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ આ ક્લિપ શૅર કરીને કમેન્ટ કરી હતી.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોવા મળે છે કે સ્વર્ણ બનેલી ટીવી એક્ટ્રેસ સંગીતા ઘોષ હોસ્પિટલના કોઈ કેમ્પમાં હોય છે. તે અજીતના રોલમાં અજય ચૌધરી સાથે વાત કરે છે. બંને ત્યાંથી જતા હોય છે, આ સમયે સ્વર્ણ પોતાનો દુપટ્ટો ખભા પર નાખે છે. જોકે, આ સમયે દુપટ્ટો ટેબલ ફેનમાં ફસાઈ જાય છે. પંખો દુપટ્ટોને ખેંચતો હોય છે અને સંગીતાનું ગળું ફસાઈ જાય છે.

સરળતાથી દુપટ્ટો નીકળી જાય છતાંય ના નીકળ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે દુપટ્ટાનો બીજો છેડો જો ગળામાંથી કાઢી લેવામાં આવે તો તે સરળતાથી નીકળી જાય છે. જોકે, કોઈને પણ આ વાતનો વિચાર આવતો નથી. અજીત બચાવવાનો પ્રયાસ કરે છે તો આસપાસમાં ટોળે વળેલા લોકો પંખો બંધ કરવાનું કહે છે. એક યુવતી પ્લગ કાઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે નીકળતો નથી. અનેક પ્રયાસો બાદ અજીત દુપટ્ટો ફાડી નાખે છે અને ત્યારે સ્વર્ણના ગળામાંથી દુપટ્ટો નીકળે છે.

કામ્યાએ કમેન્ટ કરી
આ ક્લિપ વાઇરલ થતાં જ યુઝર્સે ફન્ની કમેન્ટ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'મને બહુ જ હસવું આવે છે.' બીજા એકે કહ્યું હતું, 'ક્યાં છે મારી ઝેરની પડીકી.' અન્ય એકે કહ્યું હતું, 'હું આ ગ્રહ છોડીને જવા માગું છું.' ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી પણ ગુસ્સે થઈ હતી. તેણે કહ્યું હતું કે ટીવી પાસે સારા કલાકારો હોવા છતાંય ટીવીના કન્ટેન્ટને ફિલ્મ તથા વેબ સિરીઝની તુલનાએ સામાન્ય માનવામાં આવે છે.

આ પહેલાં પણ અનેક શોમાં લૉજિક વગરનું બતાવવામાં આવ્યું હતું
ઇન્ડિયન ટીવી શોમાં આ પહેલી સિરિયલ નથી કે જેમાં આ રીતનો બતાવવામાં આવ્યો હોય. આ પહેલાં 'સસુરાલ સિમર કા', 'સાથ નિભાના સાથિયા', 'ઇશ્ક મેં મરજાવાં', 'જાદુ હૈ જિન્ન કા' જેવી સિરિયલમાં સાયન્સ ને લૉજિક વગરના સ્ટંટ બતાવવામાં આવ્યા હતા.