પ્રેમિકાની હાલત ખરાબ:સ્મશાનમાં સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ જોતા જ શેહનાઝે ચીસ પાડીને કહ્યું હતું, 'મમ્મીજી, મેરા બચ્ચા...મમ્મીજી...'

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ 2 સપ્ટેમ્બરે થયું હતું અને અંતિમ સંસ્કાર 3 સપ્ટેમ્બરે કરવામાં આવ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક અવસાનથી શેહનાઝ ગિલ એકદમ ભાંગી પડી છે. તે કંઈ જ બોલી શકવાની સ્થિતિમાં નથી. હાલમાં જ સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા રાહુલ મહાજને આ અંગે વાત કરી હતી.

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં શેહનાઝ
સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં શેહનાઝ

એબીપીન્યૂઝ સાથેની વાતચીતમાં રાહુલ મહાજને શેહનાઝ ગિલની સ્થિતિ વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે તેને આ હાલતમાં જોવાથી ઘણું જ દુઃખ થયું હતું.

સિદ્ધાર્થના પગ પર હાથ ઘસતી હતી
રાહુલે કહ્યું હતું, 'સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં જ્યારે શેહનાઝ આવી તો તેણે જોરથી બૂમ પાડી હતી, 'મમ્મી જી, મેરા બચ્ચા, મમ્મીજી મેરા બચ્ચા.' શેહનાઝને એ વાતનું ભાન જ નહોતું કે હવે સિદ્ધાર્થ નથી. તે સિદ્ધાર્થના પગને ઘસતી હતી. તે એ વાત સ્વીકારવા જ તૈયાર નહોતી કે હવે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી. તેને આ સ્થિતિમાં જોઈને અંતિમ સંસ્કારમાં હું ધ્રૂજી ઊઠ્યો હતો.'

અંતિમ સંસ્કાર થયા બાદ શેહનાઝ જમીન પર પડી ગઈ હતી.
અંતિમ સંસ્કાર થયા બાદ શેહનાઝ જમીન પર પડી ગઈ હતી.

વધુમાં રાહુલે કહ્યું હતું, 'શેહનાઝનો ચહેરો સાવ પીળો પડી ગયો છે. એને જોઈએ તો એવું લાગે છે કે એક વાવાઝોડું આવ્યું અને તેની સાથે બધું જ લઈ ગયું. હું જ્યારે સિદ્ધાર્થના ઘરે પરિવારને સાંત્વના આપવા ગયો ત્યારે મેં શેહનાઝના ખભે હાથ મૂક્યો હતો અને તેણે જે રીતે મારી સામે જોયું, તેની સ્થિતિ જોઈને હું ડરી ગયો હતો. તે સાવ નખાઈ ગઈ છે અને તેનામાં બોલવાની તાકાત પણ રહી નથી.'

શેહનાઝને તેના પેરેન્ટ્સ તથા ભાઈએ માંડ માંડ સંભાળી હતી.
શેહનાઝને તેના પેરેન્ટ્સ તથા ભાઈએ માંડ માંડ સંભાળી હતી.

પતિ-પત્ની કરતાં પણ ગાઢ સંબંધો
રાહુલે સિદ્ધાર્થ તથા શેહનાઝના સંબંધો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'તેમના સંબંધો એકદમ ગાઢ હતા. પતિ-પત્નીના સંબંધો પણ એટલા ગાઢ હોતા નથી, એટલા ગાઢ સંબંધો તેમના હતા.'

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં રાહુલ મહાજન
સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં રાહુલ મહાજન

મોતની આગલી રાત્રે સિદ્ધાર્થે શું કર્યું હતું?
રાહુલ મહાજને એમ પણ કહ્યું હતું કે સિદ્ધાર્થની માતા રીટા શુક્લાએ તેની સાથે સિદ્ધાર્થ સાથે શું બન્યું તે અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'સિદ્ધાર્થ રાત્રે 10.30-11 વાગે ઘરે આવ્યો હતો. સામાન્ય રીતે તે ઘરે જમતો હોય છે, પરંતુ તે દિવસે બહાર જમીને આવ્યો હતો. આવીને તરત જ સૂવા જતો રહ્યો હતો. અંદાજે રાત્રે સાડા ત્રણ વાગે તેણે બેચેની હોવાનું કહ્યું હતું અને એક ગ્લાસ પાણી માગ્યું હતું. બીજા દિવસે સવારે તે ઉઠ્યો જ નહીં.'

હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થને જ્યારે કૂપર હોસ્પિટલ લાવવામાં આવ્યો તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

બંને 'ડાન્સ દિવાને 3'માં જોવા મળ્યા હતા.
બંને 'ડાન્સ દિવાને 3'માં જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થ-શેહનાઝે સગાઈ કરી લીધી હતી
સિદ્ધાર્થ તથા શેહનાઝે સગાઈ કરી લીધી હતી. બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. લગ્નના વિવિધ ફંક્શન ત્રણ દિવસ ચાલવાના હતા. લગ્ન માટે સિદ્ધાર્થ તથા શેહનાઝ મુંબઈની હોટલ બુક કરાવવા અંગે વાતચીત કરતા હતા.