તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઈજાને એક્ટરને મંત્ર આપ્યો હતો:સિદ્ધાર્થને ગુસ્સામાં પાગલ થતો જોઈને સલમાને કહ્યું હતું, સિડ તરત સૂઈ જા, જ્યારે પણ ગુસ્સો આવે તો સૂતાં સૂતાં જ વાત કર

મુંબઈ17 દિવસ પહેલા

સિદ્ધાર્થ શુક્લાએ મોડલિંગ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 2008થી તેણે સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે તેના જીવનની વાતો 2019-20માં સામે આવી હતી. સિદ્ધાર્થ 'બિગ બોસ 13'ના ઘરમાં 29 સપ્ટેમ્બર, 2019માં એન્ટર થયો હતો અને 146 દિવસ બાદ 16 ફેબ્રુઆરી, 2020ના રોજ વિનર બનીને બહાર આવ્યો હતો.

આ 146 દિવસમાં સિદ્ધાર્થની દરેક વાત કેમેરામાં રેકોર્ડ થઈ હતી અને રાતે એક કલાકમાં વાતો શોમાં બતાવવામાં આવી હતી. આ દરમિયાન 10 એવી વાત પણ સામે આવી હતી, જેની જાણ ભાગ્યે જ કોઈને છે.

'બિગ બોસ 13'ના ઘરમાં સિદ્ધાર્થની તબિયત ત્રણવાર ખરાબ થઈ હતી. તેની તબિયત વારંવાર બગડતાં મેકર્સે તેને શોમાંથી બહાર કરવાનું નક્કી કર્યું હતું. જોકે સો.મીડિયામાં સિદ્ધાર્થને શોમાં રાખવાનો ટ્રેન્ડ ચાલતાં તેને સિક્રેટ રૂમમાં મોકલવામાં આવ્યો હતો.

સિક્રેટ રૂમમાં રહેતા સિદ્ધાર્થને એકવાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્રણ અઠવાડિયાં સુધી સિક્રેટ રૂમમાં રહ્યા બાદ સિદ્ધાર્થ ઘરમાં પરત આવ્યો ત્યારે અસીમ રિયાઝે તેને નશાખોર કહ્યો હતો.

સિદ્ધાર્થ પર આરોપ મૂકતાં અસીમે અનેકવાર કહ્યું હતું કે તેના મોંમાંથી વાસ આવે છે, આથી જ અસીમ જ્યારે પણ સિદ્ધાર્થની નજીક જતો ત્યારે પોતાના મોં પર હાથ મૂકતો હતો. આ વાતથી સિદ્ધાર્થ ઘણો જ ગુસ્સામાં રહેતો.

સિદ્ધાર્થ વારેઘડીએ ગુસ્સે થઈ જતો હતો. 'બિગ બોસ'માં તેના સૌથી વધુ ઝઘડાઓ થયા હતા. શરૂઆત પારસ છાબડાથી થઈ હતી. સિદ્ધાર્થે એટલી જોરથી ચીસ પાડી હતી કે બે દિવસ સુધી તેનું ગળું બેસી ગયું હતું.

ઘરમાં સિદ્ધાર્થના ઝઘડાઓ રશ્મિ દેસાઈ સાથે સૌથી વધુ વાર થયા હતા. રશ્મિ તથા સિદ્ધાર્થે 'દિલ સે દિલ તક'માં સાથે કામ કર્યું હતું. બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા હતી. જોકે ઘરમાં રશ્મિએ એકવાર સિદ્ધાર્થ પર ગરમ કૉફી ફેંકી દીધી હતી.

પારસ તથા રશ્મિ બાદ સિદ્ધાર્થના ઝઘડાઓ અસીમ રિયાઝ સાથે થતા હતા. અસીમનો દાવો હતો કે શોમ મેકર્સ સિદ્ધાર્થ સાથે પક્ષપાત કરે છે અને સિદ્ધાર્થની ઘણી વાત શોમાં બતાવવામાં આવી નથી.

સિદ્ધાર્થ ગુસ્સામાં કાબૂ રાખી શકતો નહોતો. ગુસ્સામાં તે એટલો પાગલ થઈ જતો કે અનેક દિવસો સુધી તેની તબિયત ખરાબ રહેતી. સલમાને તેને સલાહ આપી હતી કે તેને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તેણે જમીન પર સૂઈ જવાનું.

આ ટ્રિક પછી અનેકવાર સિદ્ધાર્થ ઝઘડા દરમિયાન અચાનક જમીન પર સૂઈ જતો હતો. સિદ્ધાર્થ સૂતાં સૂતાં ઝઘડો કરી શકતો નહીં. શેહનાઝ ગિલ ઘરમાં કહેતી કે ઘરના સભ્યો જાણીજોઈને તેને ઉશ્કેરે છે.

સિદ્ધાર્થ પોતાના પિતાને ઘણો જ પ્રેમ કરતો હતો. સિદ્ધાર્થના પિતાનું અવસાન કસમયે થતાં તેને પિતાની યાદ સતાવતી હતી. ઘરમાં અસીમે સિદ્ધાર્થના પિતા પર કમેન્ટ કરી ત્યારે એક્ટર તેને મારવા ધસી ગયો હતો. સિદ્ધાર્થની માતા જ્યારે પહેલી જ વાર ઘરની અંદર આવી ત્યારે સિદ્ધાર્થ રડી પડ્યો હતો.

સિદ્ધાર્થ ઘરમાં મોટા ભાગે શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. શૂટિંગ દરમિયાન જ તે પૂરાં કપડાં પહેરતો હતો.