• Home
  • Entertainment
  • Television
  • Saumya Tandon Returns On Bhabhiji Ghar Par Hain Set After 15 Days, Rumors Of Shefali Jariwala Is Replacing Her Are Not True

ટીવી અપડેટ / સૌમ્યા ટંડનનું 15 દિવસ પછી ‘ભાભીજી ઘર પર હૈ’ના સેટ પર કમબેક, શેફાલી જરિવાલાએ રિપ્લેસ કરી હોવાના સમાચાર અફવા છે

X

  • સૌમ્યા ટંડનના હેર ડ્રેસર અને મેકઅપમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • સૌમ્યા 14 દિવસ માટે ઘરમાં આઈસોલેટ થઈ ગઈ હતી

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 09:20 PM IST

ટીવી પર પોપ્યુલર કોમેડી શો ‘ભાભીજી ઘર પર હૈ’ના નવા એપિસોડનું બીજી વખત ટેલિકાસ્ટ શરુ થઈ ગયું છે. સેટ પર કોરોના પોઝિટિવ વ્યક્તિ મળ્યા પછી શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી અનીતાનો રોલ પ્લે કરતી સૌમ્યા ટંડન શોમાં પરત આવી નહોતી. આ દરમિયાન એવી ચર્ચાઓ થતી હતી કે સૌમ્યાએ હંમેશાં માટે શો છોડી દીધો છે અને બિગ બોસ 13 ફેમ શેફાલી જરિવાલાએ તેની જગ્યા લીધી છે. આ વાતને અફવા કહીને સૌમ્યાએ 15 દિવસ પછી શોમાં કમબેક કર્યું છે. તેણે સોશિયલ મીડિયામાં અમુક ફોટોઝ પણ શેર કર્યા છે.

થોડા દિવસ પહેલાં સૌમ્યા ટંડનના હેર ડ્રેસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સૌમ્યા પોતાના ઘરે સેલ્ફ આઈસોલેટ થઇ ગઈ હતી. તેની જગ્યા શેફાલીએ લઇ લીધી છે.આ વાતને શોની પ્રોડ્યુસર બિનાફર કોહલીએ ખોટી કહી હતી.

એક્ટ્રેસે રવિવારે શોનું શૂટિંગ શરુ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે જૂનો ફોટો શેર કરીને લખ્યું કે, આજથી મેં શૂટિંગ શરુ કર્યું છે, પરંતુ હાલનો કોઈ ફોટો સારો ન હોવાથી જૂનો ફોટો શેર કર્યો છે.

ભાભીજી શોના સેટ પર ખબર પડી હતી કે, સૌમ્યા ટંડનનો હેર ડ્રેસર કોરોના સંક્રમિત છે. તેના થોડા દિવસ પછી એક્ટ્રેસના મેકઅપમેન ગોપાલનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા પછી સેટ પર વધારે સાવધાની રાખવામાં આવી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌમ્યા પણ 14 દિવસ માટે ઘરમાં આઈસોલેટ થઇ ગઈ હતી, પરંતુ હાલ તેણે બીજી વખત શૂટિંગ શરુ કરી દીધું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી