વેડિંગ બેલ્સ / લૉકડાઉનની વચ્ચે ‘સસુરાલ સિમર કા’ ફૅમ ટીવી એક્ટર મનીષ રાયસિંઘને લગ્ન કર્યાં

X

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 08:21 PM IST

મુંબઈ. લૉકડાઉનની વચ્ચે ટીવી એક્ટર મનીષ રાયસિંઘન તથા સંગીતા ચૌહાણે આજે એટલે કે 30 જૂનના રોજ મુંબઈના જુહૂ સ્થિતિ ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતાં. મનીષ કુર્તા તથા નહેરુ જેકેટમાં જોવા મળ્યો હતો અને સંગીતા ગુલાબી રંગના સલવાલ સૂટમાં હતાં. બંને મેચિંગ માસ્કમાં હતાં. લગ્નમાં નિકટના મિત્રો તથા પરિવારજનો હાજર રહ્યાં હતાં. મનીષ તથા સંગીતા પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે ગ્રાન્ડ રિસેપ્શન આપશે.

એક ઈન્ટરવ્યૂમાં મનીષે લગ્નને લઈ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે માત્ર એક જ દિવસમાં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. મનીષે કહ્યું હતું કે લૉકડાઉનમાં તે પોતાના ગીતમાં ઘણો જ વ્યસ્ત હતો. એક દિવસ બ્રેકફાસ્ટ દરમિયાન તેણે પોતાના પિતાને કહ્યું કે તે એક દિવસની રજા લેવાનો છે. આના પર તેના પિતાએ કહ્યું કે રજા લઈ જ રહ્યો છે તો લગ્ન પણ કરી લે. પહેલાં તો તેણે આ વાત મજાકમાં લીધી પરંતુ પછી તરત જ તેણે આના પર ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. તેણે તરત જ સંગીતાને ફોન કરીને લગ્ન કરવાની વાત કરી હતી.

ગુરુદ્વારામાં લગ્ન દરમિયાન મનીષ તથા સંગીતા

પહેલાં સંગીતાએ ના પાડી
વધુમાં મનીષે કહ્યું હતું કે સંગીતા લગ્નની વાત સાંભળીને પહેલાં નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેણે પહેલાં તો લગ્નની ના જ પાડી દીધી હતી પરંતુ પછી તે માની ગઈ હતી. તેના તથા સંગીતાના પેરેન્ટ્સે ઝૂમ કોલ પર એકબીજા સાથે વાત કરી હતી. વીડિયો કોલમાં જ લગ્નની તારીખ ફિક્સ કરવામાં આવી હતી. 

પરિવારના સભ્યોને નવાઈ લાગી
મનીષે આગળ વાત કરતાં કહ્યું હતું કે તે તેના કઝિન્સ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. જ્યારે પરિવારના સભ્યોને જાણ થઈ કે તે લગ્ન કરવાનો છે તો શરૂઆતમાં બધાને નવાઈ લાગી હતી. જોકે, પરિવારના સભ્યોને ખ્યાલ છે કે તે આ જ રીતે અચાનક બધું નક્કી કરી નાખતો હોય છે. 

વીડિયો કોલ પર મહેંદી-સંગીત સેરેમની
30 જૂન પહેલાં મનીષ તથા સંગીતાની મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. આ ફંક્શનમાં નિકટના પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. જ્યારે અન્ય સભ્યો તથા ફ્રેન્ડ્સે વીડિયો કોલની મદદથી આ ફંક્શનમાં હાજરી આપી હતી. 

સેટ પર પ્રેમ પાંગર્યો

View this post on Instagram

Kabhi sapne mein bhi nahin socha tha yeh din dekhna padega 😈 shadi? Me? Hahaha But what to do... when someone charms you with her simplicity and genuineness you just surrender.... Thats what this lovely Lady @sangeitachauhaan is guilty of and she shall face the punishment of spending the rest of her life wid 😈😈😈 me 😈😈😈. God save her hu ha ha ha. *evil laughter* Welcome to #sanman @sangeitachauhaan A big big Thank you to everyone for making being a part of this joy and exponentially grow it by carrying it in ur hearts. Thank you to all the media houses for making this a celebration all around. Thank you all for being a support and blessing always and now enthusiastically participating in this wedding in every capacity you all can and help me make my lady feel special.... thank you to each one of u who is reading this and blessing us. Love u all... #thankyou #gratitude #sangeitachauhaan #manishraisinghan #sanman

A post shared by Manish Raisinghan (@manishmischief) on Jun 28, 2020 at 5:20am PDT

મનીષ તથા સંગીતા પહેલી વાર ટીવી સિરિયલ ‘એક શ્રૃંગાર સ્વાભિમાન’ના સેટ પર મળ્યાં હતાં. બંને વચ્ચે પહેલાં મિત્રતા બંધાઈ હતી અને પછી તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. જોકે, આ બંનેએ પોતાના સંબંધો છુપાવીને રાખ્યા હતાં. મનીષની ખાસ ફ્રેન્ડ અવિકા ગોરનો જન્મદિવસ 30 જૂનના રોજ છે. બંનેએ ‘સસુરાલ સિમર કા’માં સાથે કામ કર્યું હતું. 

મનીષે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી
વર્ષ 2002માં મનીષે મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. મનીષ મોડલ તથા એક્ટર ઉપરાંત સારો ફોટોગ્રાફર પણ છે. આ ઉપરાંત તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. વર્ષ 2007માં ‘સપના બાબુલ કા...બિદાઈ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. મનીષે ત્યારબાદ વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. મધુર ભંડારકરની ફિલ્મ ‘હીરોઈન’માં પણ મનીષે કામ કર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી