સેલેબ્સમાં કોરોના:સારાભાઈ vs સારાભાઈ ફેમ રાજેશ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, શોપિંગ કરવા માટે બહાર નીકળ્યા ત્યારે સંક્રમણ થયું હોવાની શંકા

એક વર્ષ પહેલા

પાર્થ સમથાન, શ્રેણુ પરીખ, મોહેના કુમારી જેવા ટીવી સેલેબ્સ બાદ હવે સારાભાઈ vs સારાભાઈ ફેમ રાજેશ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટરને કોરોનાના કોઈ લક્ષણ ન હતા પરંતુ સતત થાક લાગતા તેણે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ નીકળ્યો. તેને શંકા છે કે ગણેશ ચતુર્થીની શોપિંગ દરમ્યાન તે કોરોનાના સંપર્કમાં આવ્યા છે. કોરોના પોઝિટિવ હોવાની વાત ખુદ રાજેશે સોશિયલ મીડિયા પર આપી છે.

રાજેશ કુમારે ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું કે, હું મારા ફેન્સ અને બધા શુભચિંતકોને જણાવવા ઈચ્છું છું કે હું કોરોના પોઝિટિવ છું. મને કોઈ લક્ષણ નથી અને હાલ હું ઘરે જ ક્વોરન્ટીન છું. હું મારુ ધ્યાન રાખી રહ્યો છું અને એકદમ ઠીક છું. આટલો પ્રેમ અને પ્રાર્થના આપવા બદલ તમારો આભાર માનું છું. તમને બધાને હું સ્ટાર ભારતના શો એક્સક્યુઝમી મેડમમાં મળીશ. લવ યુ ઓલ.

ઇન્સ્ટા પોસ્ટ કરીને ફેન્સને માહિતી આપી
ઇન્સ્ટા પોસ્ટ કરીને ફેન્સને માહિતી આપી

એક્ટરને લક્ષણ વગરનો કોરોના થયો
રિપોર્ટ આવ્યા બાદ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીત દરમ્યાન રાજેશે કહ્યું કે, તેમને પહેલા દિવસથી જ કોઈ લક્ષણ દેખાયા ન હતા. તે થોડા દિવસ પહેલાં ગણેશ ચતુર્થી માટે ઘરની બહાર શોપિંગ કરવા ગયા હતા ત્યાં સંક્રમણના સંપર્કમાં આવ્યા હશે. તેણે જણાવ્યું કે મને પહેલા દિવસથી તાવ કે ઉધરસ કઈ નથી. પણ તેને દિવસભર થાક લાગતો હતો. સાવચેતી રૂપે તેણે ટેસ્ટ કરાવ્યો અને પોઝિટિવ આવતા તે ઘરે જ ક્વોરન્ટીન છે.

વાઇરસની પકડમાં આવવાથી ડર લાગતો હતો: રાજેશ
રાજેશે કહ્યું કે, તે હંમેશાંથી આ વાઇરસના સંકજામાં આવવાથી ડરતો હતો પણ જ્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તે નર્વસ થઇ ગયા હતા. પરંતુ થોડા જ સમયમાં તે તેમાંથી બહાર આવી ગયા અને તરત જ તેના પાડોશી અને ફ્લોર પરના લોકોને આ વાતની જાણકારી આપી જ્યાં તે ક્વોરન્ટીન છે.

થોડા દિવસ સેટથી દૂર રહેશે
રાજેશ ટૂંક સમયમાં સ્ટાર ભારતના શો એક્સક્યુઝમી મેડમમાં દેખાશે. આ શો મે આઈ કમ ઈન મેડમની સિક્વલ છે. એક્ટરે શોનું શૂટિંગ થોડા દિવસ પહેલાં જ કર્યું છે પણ હવે સંપૂર્ણપણે ઠીક ન થાય ત્યાં સુધી શૂટિંગથી દૂર રહેશે.

અન્ય સમાચારો પણ છે...