એક્ટ્રેસને પૈસાની તંગી?:સારા અલી ખાન રસ્તા પર ગીતો ગાવા લાગી ને સેલ્ફી માટે પૈસા માગ્યા, જાણો કેમ

મુંબઈ3 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં સારા અલી ખાન પૈસા લઈને લોકોને ઓટોગ્રાફ આપે છે, સેલ્ફી ક્લિક કરાવે છે અને ગીતો પણ ગાય છે. સારા આ બધું કોરિયોગ્રાફર તથા ડિરેક્ટર ફરાહ ખાનના કહેવાથી કર્યું હતું.

ફરાહ ખાન સાથે સારા.
ફરાહ ખાન સાથે સારા.

શા માટે સારાએ રસ્તા પર ગીતો ગાયાં?
સારા અલી ખાન 'ખતરા ખતરા શો'માં આવી હતી. આ શોમાં હર્ષ લિમ્બાચિયાએ સારા ખાનને કહ્યું હતું કે જો તે આ શોની ઓનર હોવાનો દાવો કરે છે તો તેણે ટાસ્ક કરવા પડશે. આ દરમિયાન ફરાહે કંઈક કામ કરીને પૈસા કમાવવાની વાત કરી હતી. ત્યારબાદ સારા અલી ખાન કોમેડિયન ભારતી સિંહ સાથે રસ્તા પર આવી હતી. અહીંયા આવીને ભારતીએ સારાને પૂછ્યું હતું કે તે કયું કામ કરીને પૈસા કમાશે? સૌ પહેલાં સારાએ એમ કહ્યું હતું કે જો તે કોઈ જગ્યાની સફાઈ કરવાનું વિચારશે તો તે વધુ થઈ જશે. ભારતીએ પણ મજાકમાં કહ્યું કે આમાં સમય વધુ જશે. પછી અચાનક જ સારાએ બૂમ પાડીને રસ્તા પરથી નીકળતા લોકોને કહ્યું, 'હેલ્લો હેલ્લો પૈસા આપીને સેલ્ફી ક્લિક કરાવો.' આટલું સાંભળતા જ બે લોકો આવ્યા અને 20 રૂપિયાની ઑફર કરી. જોકે, સારાએ ના પાડી દીધી હતી. સારાએ ઓટોવાળાને ઊભો રાખ્યો, પરંતુ તેણે એમ કહ્યું કે તે કેવી રીતે પૈસા આપી શકે.

100 રૂપિયામાં સેલ્ફી ક્લિક કરાવી
અંતે, સારા અને ભારતીને એક વ્યક્તિ મળ્યો હતો. આ વ્યક્તિએ 100 રૂપિયા આપીને સારા અલી ખાન સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી. અન્ય એક વ્યક્તિએ 500 રૂપિયા ઑફર કર્યા હતા, પરંતુ સારાએ તેની સાથે સેલ્ફી લેવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સારાએ શાહરુખ-કાજોલની ફિલ્મ 'બાઝીગર'નું ગીત 'યે કાલી કાલી આંખે' ગાયું હતું. આટલું જ નહીં સારાએ ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. પછી સારા અલી ખાન બાઇક પર બેસીને સેટ પર આવી હતી.

ભારતી સિંહ તથા સારા.
ભારતી સિંહ તથા સારા.

પૈસામાંથી મીઠાઈ ખરીદી
સારા અલી ખાનને જે પૈસા મળ્યા તેમાંથી એક્ટ્રેસે ભારતી-હર્ષ પેરેન્ટ્સ બન્યા તેની ખુશીમાં મીઠાઈનું બોક્સ ખરીદ્યું હતું.

સારા અલી ખાનના અપકમિંગ પ્રોજેક્ટ્સ
સારા અલી ખાન છેલ્લે 'અતરંગી રે'માં જોવા મળી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર તથા ધનુષ હતા. હાલમાં સારાએ ગુજરાતમાં 'ગેસલાઇટ'નું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી છે. આ ઉપરાંત સારા અલી ખાન ડિરેક્ટર લક્ષ્મણ ઉતરેકરની ફિલ્મમાં વિકી કૌશલ સાથે જોવા મળશે.