તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાયરાની રાહ પર સાકીબ:એક્ટરે ધર્મના નામે એક્ટિંગ છોડી, કહ્યું- અલ્લાહની સામે આત્મસમર્પણ કરી રહ્યો છું

મુંબઈ16 દિવસ પહેલા

બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ ધર્મ અથવા અંગત કારણોસર એક્ટિંગ વર્લ્ડને અલવિદા કહી ચૂક્યા છે. ગયા વર્ષે બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ સના ખાને ઈસ્લામ ધર્મને કારણે ગ્લેમર વર્લ્ડને અલવિદા કહ્યું હતું. એ પહેલાં 'દંગલ ગર્લ' ઝાયરા વસીમે પણ ધર્મના નામે ગ્લેમર વર્લ્ડ છોડ્યું હતું. હવે ટીવી એક્ટર સાકિબ ખાને ધર્મના નામે આ જ પગલું ભર્યું છે. તેણે કહ્યું હતું કે તે અલ્લાહની સામે આત્મસમર્પણ કરી રહ્યો છે.

સાકીબ ખાન રિયાલિટી શો 'રોડિઝ'નો હિસ્સો રહી ચૂક્યો છે. તેણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને લાંબી વાત કહી હતી. આ પોસ્ટમાં સાકીબ ખાને કહ્યું હતું કે તે ભટકી ગયો હતો અને પોતાના ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધમાં જતો હતો. તે ભવિષ્યમાં મોડલિંગ કે એક્ટિંગ કરશે નહીં. તેણે એમ પણ કહ્યું હતું કે તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ હતા, પરંતુ અલ્લાહની પાસે તેના માટે અન્ય યોજનાઓ હતી.

શું કહ્યું સાકીબે?
સાકીબે કહ્યું હતું, 'અસલામલેકુમ ભાઈઓ તથા બહેનો, આશા છે કે તમે બધા સારા હશો. આજની પોસ્ટ અભિનયની દુનિયા છોડવાની જાહેરાત અંગે છે. આથી હું ભવિષ્યમાં કોઈ મોડલિંગ તથા એક્ટિંગ કરીશ નહીં. એવું નથી કે કામ નથી મારી પાસે અથવા મેં છોડી દીધું છે. મારી પાસે સારા પ્રોજેક્ટ હતા. બસ અલ્લાહની મરજી નહોતી. જરૂર કંઈક સારું તથા ઉત્તમ અલ્લાહે મારા માટે વિચાર્યું હશે. ઈન્શા અલ્લાહ. તે સૌથી સારી યોજના બનાવનારા છે.'

'તે તો દુનિયા માટે તથા મૃત્યુ બાદના જીવન માટે કંઈ જ નથી. હું નમાઝ કરતો અને દુઆ કરતો હતો, પરંતુ મને ખ્યાલ આવ્યો કે સુકૂન અથવા અલ્લાહ પ્રત્યેની મારી જવાબદારીમાં ઉણપ હતી. હવે હું પૂરી રીતે અલ્લાહની સામે આત્મસમર્પણ કરી રહ્યો છું. જે સુકૂનની મને શોધ હતી, તે તો મારી સામે હતું, મારા પુસ્તકમાં. (અમારા પવિત્ર પુસ્તક કુરાનમાં)'

'હું સર્વશક્તિમાન અલ્લાહનો આભારી છું કે તેમણે મને પસ્તાવાની તક આપી અને મને પૂરા દિલથી સ્વીકાર કર્યો, કારણ કે હું મારા જીવનમાં ચમત્કાર જોઈ રહ્યો છું. મેં મારા પવિત્ર પુસ્તક કુરાનને દિલથી વાંચ્યું છે અને બહુ જ શાંતિ તથા રાહતનો શ્વાસ લીધો છે. એવું નથી કે '100 ચૂહે ખાકે બિલ્લી હજ કો ચલી', પરંતુ દરેકનો હજ કૂબૂલ થતું નથી.'

સના ખાને પણ સો.મીડિયા પોસ્ટ શૅર કરીને બોલિવૂડને અલવિદા કહ્યું હતું

સના ખાનની પોસ્ટ
સના ખાનની પોસ્ટ

લગ્ન પહેલાં ‘બિગ બોસ 6’, ‘જય હો’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ઝાયરા વસીમનો રસ્તો પસંદ કર્યો હતો. સનાએ શો બિઝનેસ છોડી દીધો. આ વાતની જાણકારી સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. સનાએ લખ્યું હતું કે તે માનવની સેવા કરશે અને પોતાના નિર્માતા એટલે કે અલ્લાહના આદેશનું પાલન કરશે. સના ખાને વર્ષ 2005માં હિન્દી ફિલ્મ ‘યહી હૈ હાઈ સોસાયટી’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. એ પછી તેણે ઘણી હિન્દી, મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મ્સમાં કામ કર્યું. 'બિગ બોસ' અને 'ફિયર ફેક્ટર' જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઇ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે 'દંગલ' ફેમ ઝાયરા વસીમે પણ જૂન 2019માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે. આ માટે તેણે પણ ધર્મને જ કારણ ગણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો