ટીવીની 'નાગિન'ની સંગીત સેરેમની:કેક કાપ્યા બાદ મૌની-સૂરજનું લિપલૉક, એક્ટ્રેસે બાર કાઉન્ટર પર ચઢીને ધમાકેદાર ડાન્સ કર્યો

મુંબઈ4 મહિનો પહેલા

'નાગિન' તરીકે લોકપ્રિય થયેલી ટીવી એક્ટ્રેસ મૌની રોયે ગોવામાં 27 જાન્યુઆરીના રોજ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે બે વિધિથી લગ્ન કર્યાં હતાં. લૅવિશ લગ્ન બાદ હવે મૌનીની સંગીત સેરેમનીના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં કપલ મિત્રો તથા પરિવાર સાથે ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં પહેલાં મૌની રોય ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી. ત્યારબાદ તે મેક્સી ડ્રેસમાં હતી.

મૌની-સૂરજે ધમાકેદાર ડાન્સ કર્યો
સંગીત સેરેમનીમાં મૌની રોયે સૂરજ નામ્બિયાર તથા મિત્ર રાહુલ સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. તેમણે 'ઘર મોરે પરદેસિયા...', 'દેસી ગર્લ' જેવા સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. મૌની તથા સૂરજે સંગીત સેરેમનીના પર્ફોર્મન્સ માટે એડવાન્સમાં સારી એવી પ્રેક્ટિસ કરી હતી.

કેક કાપીને લિપલૉક કર્યું
સંગીત સેરેમની દરમિયાન મૌની તથા સૂરજે કેક કટિંગ કર્યું હતું. કેક કાપતી વખતે બંનેએ એકબીજાને લીપ લૉક કર્યું હતું.

ટેબલ પર ચઢીને ડાન્સ કર્યો
મૌની રોયે બેનપણીઓ સાથે મળીને બાર કાઉન્ટર પર ચઢીને ગીત 'એમ્પીલફાયર' પર ડાન્સ કર્યો હતો. આ સમયે મૌની રોયે બ્લેક એન્ડ વ્હાઇટ મેક્સી ડ્રેસ પહેર્યો હતો. તેણે હાથમાં લાખની બંગડીઓ પહેરી હતી.