તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ સિઝન 2'ના વિનર રહેલા સિંગર સંદીપ આચાર્યની આજે એટલે કે ચાર ફેબ્રુઆરીના રોજ બર્થ એનિવર્સરી છે. સંદીપનો જન્મ 1984માં રાજસ્થાનના બીકાનેરમાં થયો હતો. જો આજે તે જીવિત હોત તો પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરત.
15 ડિસેમ્બર, 2013ના રોજ બીમારીને કારણે તેનું મોત થયું હતું. સંદીપને કમળો થયો હતો. તેને સૌ પહેલાં બીકાનેર અને પછી ગુડગાંવની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. આ સમયે તેની ઉંમર માત્ર 29 વર્ષની હતી.
સ્કૂલ સ્પર્ધામાં રનર-અપ હતો
સંદીપ શરૂઆતથી જ અભ્યાસમાં ઘણો જ હોશિયાર હતો. તેણે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ચાર ભાઈ-બહેનમાંથી તે સૌથી નાનો હતો. સંદીપની સિંગિંગ ટેલેન્ટ અંગે તેના પરિવારને જાણ નહોતી. પહેલી જ વાર જ્યારે સંદીપે સ્કૂલની સ્પર્ધામાં ગીત ગાયું ત્યારે તેની પ્રતિભા બધાની સામે આવી હતી.
બીકાનેરની એક સ્કૂલમાં યોજાયેલી સિંગિંગ કોમ્પિટિશનમાં સંદીપ રનર-અપ રહ્યો હતો. અહીંથી તેને ઓળખ મળી અને ત્યારબાદ તેણે અનેક શહેરમાં પર્ફોર્મન્સ આપ્યા હતા. તે બીકાનેરનો સ્ટાર બની ગયો હતો. 2006માં સંદીપે 'ઈન્ડિયન આઈડલ'માં ભાગ લીધો હતો અને તે આ શો જીત્યો હતો. આ સમયે તે માત્ર 22નો હતો.
નવાઈની વાત એ છે કે આ જ સિઝનમાં નેહા કક્કરે પણ ભાગ લીધો હતો. જોકે, તે ત્રીજા રાઉન્ડમાં જ એલિમિનેટ થઈ હતી અને સંદીપ વિનર બન્યો હતો. સંદીપને પ્રાઈઝ મની તરીકે એક કાર તથા BMJ તરફથી એક કરોડનો સિંગિંગ કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
સંદીપનો પરિવાર
સંદીપે 2012માં લગ્ન કર્યાં હતાં. તેની પત્નીનું નામ નમ્રતા આચાર્ય છે. મોતના 20 દિવસ પહેલાં જ સંદીપ દીકરીનો પિતા બન્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.