તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર સંયોગ:સમીરે અઢી મહિના પહેલાં કરેલ છેલ્લા ત્રણ ટ્વીટમાં તેને એ ખગોળશાસ્ત્રીઓને ટેગ કર્યા હતા જેને સુશાંત પણ ફોલો કરતો હતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 44 વર્ષીય એક્ટરની ડેડબોડી રસોડાના પંખા સાથે લટકતી મળી
  • સમીર મલાડ વેસ્ટમાં નેહા CHA નામની બિલ્ડિંગમાં રહેતો હતો

ટીવી એક્ટર અને મોડલ સમીર શર્માએ ગુરુવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સમીરનું ટ્વિટર અકાઉન્ટ જોયા પછી જાણવા મળી રહ્યું છે કે તેને છેલ્લું ટ્વીટ અઢી મહિના પહેલાં કર્યું હતું. તેમાં તેણે અમેરિકાના ફેમસ ખગોળશાસ્ત્રીને અમુક સવાલ પૂછ્યા હતા.

સમીરના આ અંતિમ ટ્વીટ્સની ખાસ વાત એ છે કે તેમાં તેણે જે ત્રણ ખગોળશાસ્ત્રીઓને ટેગ કર્યા છે તે બધાને એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ ફોલો કરતો હતો. સુશાંતની જેમ સમીરને પણ ચંદ્ર, તારા અને બ્રહ્માંડના વિષયમાં રસ હતો. સમીરે છેલ્લું ટ્વીટ આ વર્ષે 13 મેના રોજ કર્યું હતું. તેની પહેલાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટ્વીટ કર્યું હતું.

બ્રહ્માંડ વિશે પ્રશ્ન પૂછ્યો હતો
સમીરે ન્યૂ યોર્ક શહેરના ત્રણ ખગોળશાસ્ત્રીઓને ટેગ કરીને પૂછ્યું હતું કે, બસ વિચારી રહ્યો છું કે શું આ પોસિબલ છે કે બ્રહ્માંડ પ્રકાશની ગતિથી પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને આપણે ખરેખર બિગ બેંગના સમયમાં પાછા ફરી રહ્યા છીએ અને આ રીતે ટાઈમ લૂપ્સ સાથે એક અનંત જગ્યા બની રહી છે જે આપણા બ્રહ્માંડ સાથે અને અનંત બિગ બેંગ અને અનંત બ્રહ્માંડો સાથે હું આ હાલના અન્ય અનંત બ્રહ્માંડોમાંનું એક છે? બસ એમ જ પૂછી રહ્યો છું.

આ ત્રણ ખગોળશાસ્ત્રીઓને ટેગ કર્યા હતા
સમીરે આ ત્રણેય ટ્વીટમાં ડો. મિશિયો કાકૂ, નીલ ડીગ્રાસ ટાઈસન અને જેના લેવિનને ટેગ કર્યા હતા, આ ત્રણેય ખગોળશાસ્ત્રીઓને સુશાંત સિંહ પણ ફોલો કરતો હતો. સુશાંતે 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ફાંસીએ લટકીને આત્મહત્યા કરી હતી.

સમીરે જે ત્રણ ખગોળશાસ્ત્રીઓને પોતાના છેલ્લા ટ્વીટમાં ટેગ કર્યા હતા, તે ત્રણેયને સુશાંત પણ ફોલો કરતો હતો
સમીરે જે ત્રણ ખગોળશાસ્ત્રીઓને પોતાના છેલ્લા ટ્વીટમાં ટેગ કર્યા હતા, તે ત્રણેયને સુશાંત પણ ફોલો કરતો હતો

બે દિવસ પહેલાં આત્મહત્યા કરી
પોલીસના મતે એક્ટરે બે દિવસ પહેલાં એટલે કે ત્રણ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એક્ટર સાથે જોડાયેલા સૂત્રોના મતે, છેલ્લાં થોડાં વર્ષથી સમીરની તબિયત સારી નહોતી અને તેને કારણે તે દવાઓ લેતો હતો. જોકે, થોડાં મહિનાથી તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે સેટ પર પણ આવતો હતો. જોકે, લૉકડાઉન બાદથી તેનો ટ્રેક શરૂ થયો નહોતો.

ચોકીદારને સૌ પહેલાં જાણ થઈ
પાંચ ઓગસ્ટના રોજ નાઈટ ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીરના શબને જોયું હતું અને સોસાયટીના લોકોને આ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસ આવી હતી. સુસાઈડ નોટ ના મળવાથી પોલીસને સમીરે કેમ આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકી નથી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ વિશાલ ઠાકુરે કહ્યું હતું કે બિલ્ડિંગના વોચમેને સૌ પહેલાં બૉડીને જોઈ હતી અને સોસાયટીના સભ્યોને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં માહિતી મળતા જ પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. હાલમાં બૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને રિપોર્ટ્સ આવ્યા પહેલાં કંઈ જ કહી શકાય તેમ નથી. સમીરના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. ઘરમાં કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી. રિપોર્ટ્સ આવ્યા બાદ જ આગળની તપાસ કરવામાં આવશે.

સમીર મૂળ દિલ્હીનો હતો
સમીર શર્મા મૂળ દિલ્હીનો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગલુરુ ગયો હતો અને અહીંયા તેણે એડ એજન્સીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે એક્ટિંગ વર્લ્ડમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયો હતો.

સમીર આ શોમાં જોવા મળ્યો હતો
સમીર છેલ્લાં 15 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તેણે 2005માં ‘દિલ ક્યા ચાહતા હૈં’ સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. સમીર ‘જ્યોતિ’, ‘કહાની ઘર ઘર કી’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘ગીત હુઈ સબસ પરાઈ’, ‘26/12’, ‘દિલ ક્યા ચાહતા હૈં’, ‘વો રહને વાલી મહલો કી’, ‘આયુષ્માન ભવઃ’, ‘ભૂતુ’માં જોવા મળ્યો હતો. સમીરની ડેબ્યૂ ફિલ્મ ‘હંસી તો ફંસી’ હતી. સમીર ‘ઈત્તેફાક’માં પણ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...